Pages

Friday, December 28, 2012

પતિ પત્ની નો ઝગડો


જુદા જુદા વ્યવસાયના પુરુષોની પત્નીઓ એમના પતિઓને વઢે ત્યારે,
કેવા શબ્દો બોલે…?
….
પાઈલટની પત્ની….હવામાં જ ઊડ્યા કરો તમે….
મિનિસ્ટરની પત્ની….તમારા વચનો ક્યારેય પૂરા થાય છે ખરા?….
શિક્ષકની પત્ની….મને નહીં શીખડાવો….
રંગારીની પત્ની….થોબડું રંગી નાખીશ….
ધોબીની પત્ની….બરાબરની ધુલાઈ કરી નાખીશ….
સુથારની પત્ની….ઠોકીને સીધા કરી દઈશ….
તેલના વેપારીની પત્ની…તો તેલ લેવા જાવ….
દરજીની પત્ની….મારું મોઢું સીવ્યું તો યાદ રાખજો….
અભિનેતાની પત્ની….હવે નાટક બંધ કરો….
રેલવે ડ્રાઈવરની પત્ની….આવી ગઈને ગાડી લાઈન પર?….
કોમ્પ્યુટર એન્જિનિયરની પત્ની…તને ડિલીટ કરી નાખીશ…
ડેન્ટિસ્ટની પત્ની….દાંત તોડીને હાથમાં આપી દઈશ…

No comments:

Post a Comment