જે મિત્રોને ટપાલથી મતપત્ર મળેલ છે તેમને નીચે મુજબની પ્રક્રિયા કરવાની છે.
તમને જે કવર મળ્યું છે. તેમાં એક એકરારનામું હશે તેમાં જરૂરી વિગતો જેમ કે તમારું નામ સહી ,ઓળખ આપનારનું નામ અને સહી વગેરે વિગતો ભરી ત્યારબાદ કોઈપણ ગેઝેટેડ અધિકારી ( વર્ગ - ૨ ) નાં અધિકારી પાસે એકરાર માં સહી કરાવવી.
ત્યારબાદ તમને જે બેલેટ પેપર આપવામાં આવ્યું છે તેમાં તમારે જેને મત આપવો છે તેમના નામ ની આગળ ખરાની નિશાની કરવી. અને આ મતપત્રને નાના ગુલાબી રંગના કવરમાં નાખી ગુંદર વડે બંધ કરી દો.
ત્યારબાદ એકરારનામું અને નાનું ગુલાબી કવર આ બંનેને મોટા ગુલાબી રંગના કવરમાં મૂકીને ગુંદર લગાવી દો.
આ મોટા ગુલાબી કવરને પોસ્ટ ઓફીસના પોસ્ટ બોક્ષમાં નાખી દો. ટીકીટ લગાવવાની જરૂર નથી. ફ્રી માં તમારો મત પહોચી જશે.
No comments:
Post a Comment