Pages
- home
- મારા વિષે
- શાળાકીય પત્રકો
- ગુજરાતના જોવાલાયક સ્થળો
- સામાન્ય જ્ઞાન
- પરિપત્ર વિભાગ
- દિન મહત્વ
- રોજગાર કચેરીમાં નોધણી
- પ્રાર્થના સંમેલન
- રોજગાર સમાચાર
- શૈક્ષણિક વેબ સાઈટ અને બ્લોગ
- નવી જાહેરાત
- ડ્રાઈવિંગ લાયસેન્સ માટે ટેસ્ટ પ્રેક્ટીસ
- બાળકોના નવા નામકરણ માટે નામાવલી
- ગુજરાતી કેલેન્ડર
- પાનકાર્ડ નંબર મેળવો
- ચુંટણી ને લગતી તમામ માહિતી
- C P F કપાત ની માહિતી
- G P F ની માહિતી
- ૧૦ E ફોર્મ ભરી ટેક્ષમાંથી રાહત મેળવો
Showing posts with label ચિંતન ની પળે. Show all posts
Showing posts with label ચિંતન ની પળે. Show all posts
Saturday, December 7, 2013
Saturday, June 22, 2013
પ્રેમ એટલે શું ?
પ્રેમ કરવો એટલે ??
પ્રેમ કરવો એટલે પ્રેમ કરવો બીજું કઈ નાં કરવું.....!!!
સવારના નવ વાગ્યાની આસપાસનો સમય હતો.
પોતાના હાથના અંગૂઠા પર લીધેલા ટાંકા કઢાવવા માટે એક દાદા પરદેશના વેઇટિંગ રૂમમાં બેઠા હતા.
ડ્યુટી પરની નર્સપોતાના કામમાં થોડી વ્યસ્ત હ્તી.
પોતે ઉતાવળમાં છે એવું દાદાએ નર્સને એકાદ વખત કહ્યું એટલે નર્સે એમનો કેસ હાથમાં લીધો.
દાદાના અંગૂઠા પરનો ઘા જોયો, બધી વિગત જોઇ.
એ પછી એ નર્સે અંદર જઇ ડૉકતરને જાણ કરી. ડૉક્ટરે દાદાના ટાંકા કાઢી નાખવાની નર્સને સૂચના આપી.
નર્સે દાદાને ટેબલ પર સૂવડાવ્યા. પછી પૂછ્યું, ’દાદા ! તમારીઉતાવળનું કારણ હું પૂછી શકું? કોઇ બીજા ડૉક્ટરને બતાવવા માટે જવાનું છે?
"ના બહેન! પરંતુ ફલાણા નર્સિંગ હોમમાં મારી પત્નીને દાખલ કરેલી છે. એની સાથે નાસ્તો કરવાનો સમય થઇ ગયો છે. છેલ્લાં પાંચ વરસથી સવારે સાડા નવ વાગ્યે એની જોડે જ નાસ્તો કરવાનો મારો અતૂટ ક્રમ રહ્યો છે. છેલ્લાં પાંચ વરસથી એ નર્સિંગ હોમમાં મારી પત્ની દાખલ થયેલી છે." દાદા એ નર્સ ને કહ્યું.
"પાંચ વરસથી? શું થયું છે એમને?" નર્સે પૂછ્યું.
"એને સ્મૃતિભ્રંશ—અલ્ઝાઇમર્સનો રોગ થયેલો છે." દાદાએ જવાબ આપ્યો.
મોં પર સહાનુભૂતિના ભાવ સાથે નર્સે ટાંકા કાઢવાની શરૂઆત કરી. એકાદ ટાંકાનો દોરો ખેંચતી વખતે દાદાથી સહેજ સિસકારો થઇ ગયો એટલે એમનું ધ્યાન બીજે દોરવા નર્સે ફરીથી વાત શરૂ કરી, "દાદા, તમે મોડા પડશો તો તમારી પત્ની ચિંતા કરશે કે તમારા પર ખિજાશે ખરાં?"
દાદા બે ક્ષણ નર્સ સામે જોઇ રહ્યા.પછી બોલ્યા,"ના ! જરા પણ નહીં, કારણકે છેલ્લાં પાંચ વરસથી એની યાદશક્તિ સંપૂર્ણપણે ચાલી ગઇ છે, એ કોઇને ઓળખતી જ નથી. હું કોણ છું એ પણ એને ખબર નથી...!!!"
નર્સને અત્યંત નવાઇ લાગી. એનાથી પુછાઇ ગયું, "દાદા ! જે વ્યક્તિ તમને ઓળખતી પણ નથી એના માટે તમે છેલ્લાં પાંચ વરસથી નિયમિત નર્સિંગ હોમમાં જાઓ છો? તમે આટલી બધી કાળજી લો છો, પરંતુ એને તો ખબર જ નથી કે તમે કોણ છો?"
દાદાએ નર્સનો હાથ પોતાના હાથમાં લઇ હળવેથી કહ્યું,
"બેટા ! એને ખબર નથી કે હું કોણ છું, પરંતુ મને તો ખબર છેને કે એ કોણ છે..??!!!"
*
સાચો પ્રેમ એટલે… સામી વ્યક્તિ જેમ છે તેમ તેનો સંપૂર્ણ સ્વીકાર. એના સમગ્ર અસ્તિત્વનો સ્વીકાર. જે હતુ તેનો સ્વીકાર. જે છે તેનો સ્વીકાર. ભવિષ્યમાં જે હશે તેનો સ્વીકાર અને જે કાંઇ નહીં હોય તેનો પણ સ્વીકાર...!!!!!!!
કારણ કે પ્રેમ એટલે ? પ્રેમ. એટલે ? પ્રેમ બીજું કશું જ નહિ...!!

ક્ષણનો સાક્ષાત્કાર
ક્ષણનો સાક્ષાત્કાર...!!
તમે તમારી પાછળ કયો વારસો મૂકી જાશો ?
વર્તમાન જીવનનાં અંત પછી આ ધરતી પર શું મૂકી જાશો ?
આ વાસ્તવ જગતમાં તમારી ઉપસ્થિતિ ના હોય અને છતાં આ જ જગતમાં તમારું શું ટકશે ?
જમીન-જાયદાદ, બંગલો કે ધનસંપત્તિ અથવા તો મુલ્યવાન ઘરેણા વારસામાં આપતા જશો ?
વસ્તુ રૂપે આપેલો વારસો ત્યાં સુધી જ જીવંત હોય છે, જ્યાં સુધી એ હસ્તાંતરિત થાય નહીં.
એક વ્યક્તિ પાસેથી બીજી વ્યક્તિ પાસે કે એક હાથમાંથી બીજા હાથ પાસે ગયા, એટલે સઘળું તમારું રહેતું નથી. જમીન કે બંગલો બીજા પાસે જશે એટલે એ તમારા નહીં રહે.
હકીકતમાં જિંદગીમાં વ્યક્તિ એ એક એવો હકારાત્મક (Positive) વારસો આપીને જવાનું છે કે જે અન્ય વ્યક્તિના સદાય સ્મરણમાં રહે. સામાન્યરીતે એવું બનતું હોય છે કે આપણે કોઈ વ્યક્તિને મળીયે અને બીજી જ ક્ષણે એને ભૂલી જઈએ છીએ, પરંતુ કોઈ એવી પણ વ્યક્તિ મળે છે કે થોડીવાર મળી હોય તો પણ જીવનભર એની દ્રષ્ટિ, એના વિચાર યાદ રહી જાય. એ વ્યક્તિત્વ આપણા દિલ-ઓ-દિમાગમાં એવી રીતે સમાઈ જાય કે જીવનનાં છેલ્લા શ્વાસ સુધી એ યાદ રહી જતું હોય છે.
આપણા જીવનમાં કોઈ ને કોઈ તો એવું મળ્યું જ હોય છે જે આપણને આવી રીતે યાદ રહી ગયું હોય.
તેનું કારણ સમજાય છે ??
કારણ છે એનો જીવન પ્રત્યે નો હકારાત્મક ભાવ.
એ આપી રહ્યા છે પોતાનો હકારાત્મક વારસો.
અને આપણા દિલ-ઓ-દિમાગમાં જે છાવાઈ ગયું હોય એ છે "તે વ્યક્તિનું હકારાત્મક વ્યક્તિત્વ"...
આપણા જીવનમાં આપણને મળતી દરેક વ્યક્તિ ને આપણે એવી રીતે મળીયે કે આપણે પણ સામે વાળી વ્યક્તિના દિલ-ઓ-દિમાગમાં છવાઈ જઈએ.
અફકોર્સ આપણે બધાય એવું ઇચ્છતા જ હોઈએ.
પણ એ માટે કરવું શું ??
સિમ્પલ છે,
તમે જ્યારે જીવન પ્રત્યે સંપૂર્ણ પણે હકારાત્મક વલણ ધરાવતા થઇ જાઓ પછી જે પણ વ્યક્તિને મળો ત્યારે એવીરીતે મળો કે એ સામે વાળી વ્યક્તિ તમારા પ્રેમ ભર્યા વર્તાવને યાદ રાખે,
તમે એના દુઃખોને શાંતિથી સાંભળ્યા હોય તો એનું સ્મરણ કરે,
એની વેદના જાણીને આશ્વાસન આપ્યું હોય કે કપરે સમયે મદદ કરી હોય તો તેને યાદ કરે.
આમ તમે જે કાઈ કામ કરતા હો, તેની સાથે તમારી પોઝિટીવ એનર્જી નો સામેની વ્યક્તિને અનુભવ થવો જોઈએ. આ પોઝિટીવ એનર્જી વ્યક્તિને અધ્યાત્મ સાથે જોડે છે.
અને તમે એ વ્યક્તિ ને આપેલો આવો વારસો સમય જતા એના માટે અત્યંત મુલ્યવાન આધ્યાત્મિક વારસો બની રહે છે.
થોડું કહ્યું છે,
ઘણું કરીને વાંચશો...
.
આભાર.

Tuesday, October 9, 2012
. આ સઘળા ફૂલોને કહી દો યુનિફૉર્મમાં આવે,
પતંગિયાઓને પણ કહી દો સાથે દફતર લાવે .
મનફાવે ત્યાં માછલીઓને આમ નહીં તરવાનું,
સ્વીમીંગપુલના સઘળા નિયમોનું પાલન કરવાનું .
દરેક કુંપળોને કૉમ્પ્યુટર ફરજિયાત શીખવાનું ,
પતંગિયાઓને પણ કહી દો સાથે દફતર લાવે .
મનફાવે ત્યાં માછલીઓને આમ નહીં તરવાનું,
સ્વીમીંગપુલના સઘળા નિયમોનું પાલન કરવાનું .
દરેક કુંપળોને કૉમ્પ્યુટર ફરજિયાત શીખવાનું ,
લખી જણાવો વાલીઓને તુર્ત જ ફી ભરવાનું .
આ ઝરણાઓને સમજાવો સીધી લીટી દોરે ,
કોયલને પણ કહી દેવું ના ટહુકે ભરબપ્પોરે .
અમથું કૈં આ વાદળીઓને ઍડ્મિશન દેવાનું?
ડોનેશનમાં આખ્ખે – આખ્ખું ચોમાસું લેવાનું !
એક નહીં પણ મારી ચાલે છે અઠ્ઠાવન સ્કૂલો,
આઉટડેટ થયેલો વડલો મારી કાઢે ભૂલો !!

મા તે મા
મા નો અર્થ દુનિયાની બધીજ ભાષાઓમાં મા જ થાય છે. – રવિન્દ્રનાથ ટાગોર
જો તારા આકાશની કવિતા છે, તો માતા પૃથ્વીની કવિતા છે. – દારગ્રેવ
તારું સ્વર્ગ તારી માતાના ચરણોની નીચે છે. – હઝરત મહંમદ પયગંબર
માનવે ઈશ્વરને પૃથ્વી પર અવતરવા પ્રાર્થના કરી અને
ઈશ્વરે માને મોકલી. – બલ્વર લિટનમા નો અર્થ દુનિયાની બધીજ ભાષાઓમાં મા જ થાય છે. – રવિન્દ્રનાથ ટાગોર
જો તારા આકાશની કવિતા છે, તો માતા પૃથ્વીની કવિતા છે. – દારગ્રેવ
તારું સ્વર્ગ તારી માતાના ચરણોની નીચે છે. – હઝરત મહંમદ પયગંબર
યૌવન ચાલી જાય છે, પ્રેમ ઓસરી જાય છે, મિત્રતા ખરી પડે છે, પણ માતાનો પ્રેમ સદા વધતો ને વધતો રહે છે. – શેકસપિયર
માતા સમાન બીજી કોઈ છાયા નથી. માતા તુલ્ય કોઈ રક્ષક નથી તથા માતા સમાન બીજી કોઈ પ્રિય વસ્તુ નથી. – મહાભારત
બાળકની ઉન્નતિ કે અવનતિનો આધાર તેની માતા પર જ હોય છે. – નેપોલિયન
જિંદગી પણ કેવી કમાલ છે ! પહેલાં આંસુ આવતાં ત્યારે મા યાદ આવતી, ને આજે મા યાદ આવે છે ને આંસુ આવી જાય છે. – રમેશ જોષી
માતા કદી મરતી નથી અને બાળક કદી મોટો થતો નથી. – બેફામ
માનવજાતિના હોઠ પરનો સૌથી સુંદર શબ્દ છે મા અને સૌથી સુંદર સાદ હોય તો તે છે, મારી મા. – ખલિલ જિબ્રાન
બીમાર પડતો કોઈ પણ માણસ સૌથી પહેલો શબ્દ અને વારંવાર જે શબ્દ બોલે છે તે મા છે. – સ્વામી રામતીર્થ
હું આજે જે કંઈ કરી શકું છું અને ભવિષ્યમાં જે કંઈ પણ કરી શકું તેમ છું તે મારી દિવ્ય માતાની પ્રસાદી છે. – અબ્રાહમ લિંકન
માનવતા અને સંસ્કૃતિનું મહાવિદ્યાલય માતાના ચરણોમાં છે. – ફેડરિલ હેસ્ટન
માતા ધન, પ્રતિષ્ઠા, સંપત્તિ, સુખસગવડ આપી દેવા તૈયાર થશે પણ પુત્રને કદી નહિ આપે. – હેલન કેલર
બચપણમાં જે દીકરાને મા-બાપે બોલતાં શીખવાડયું હતું એ દીકરા ઘડપણમાં મા-બાપને ચૂપ રહેતાં શીખવાડે છે
ભારતીય રેલ્વે
ભારતીય રેલના અનોખા તથ્યોવિશ્વની સૌથી મોટી અને સૌથી વ્યસ્ત રેલ્વેમાં ભારતીય રેલ અગ્રીમ સ્થાને છે. દરરોજ દોઢ કરોડ મુસાફરોને એક સ્થાનેથી બીજા સ્થાને લઈ જતી ભારતીય રેલ દેશની જીવાદોરી સમાન છે. દેશમાં દરરોજ દસ લાખ ટન જેટલો માલ-સામાન લાવવા લઈ જવા માટે માલગાડીઓના થતાં ઉપયોગને જોતાં રેલ્વે, ભારતના ઉધોગો માટે પ્રાણવાયુનુ કામ કરે છે. દુનિયાની સૌથી વધુ કામદારો રાખતી સંસ્થા તરીકે ભારતીય રેલનો જોટો જડે તેમ નથી. તેમાં લગભગ દોઢ કરોડ કર્મચારીઓ સેવા બજાવી રહ્યા છે. એક પરિવારમાં પાંચ વ્યક્તિઓની સરેરાશ સંખ્યા ગણીએ તો સાડાસાત કરોડ લોકો માત્ર રેલ્વે પર ગુજરાન ચલાવી રહ્યા છે. આ વાત માત્ર કર્મચારીઓની થઈ. પરંતુ,કુલીથી માંડીને ફેરિયાઓ સુધી દેશના બીજા કરોડો લોકોની આજીવીકાનુ સાધન માત્ર રેલ્વે જ છે.
દરરોજ 63,465 કિલોમીટર જેટલો મસમોટો રૂટ કવર કરતી વિવિધ ટ્રેનો દેશની નસોમાં રૂધીરની જેમ દોડી રહી છે. રેલ્વેની વિવિધ માલગાડીઓના અંદાજીત 2,22,379 જેટલા વેગનો છે અને પેસેન્જરટ્રેનોમાં 42,125 કોચ છે. દેશમાં દિવસદરમિયાન 14,444 ટ્રોનો દોડે છે જે પૈકીની 8702 પેસેન્જર ટ્રેનો છે. દેશમાં ટ્રેનોની શરૂઆત આજથી અંદાજે દોઢસો વર્ષ પૂર્વે થઈ હતી.
આપણો દેશ આઝાદ થયો તે સમયે 42 વિવિધ સંસ્થા દ્વારા અલગ-અલગ ટ્રેનોનુ સંચાલન થતુ હતુ. પરંતુ 1951માં તમામનુ અધિગ્રહણ કરવામાં આવ્યુ અને સંયુક્ત ઉપક્રમ તરીકે ભારતીય રેલ્વેની શરૂઆત કરવામાં આવી હતી. માત્ર 57 વર્ષના સમયગાળામાં યુદ્ધના ધોરણે વિકાસ પામેલી ભારતીય રેલ્વે દેશમાટે જ નહીં દુનિયા માટે પણ એક અજાયબી સ્વરૂપ છે.
Sunday, October 7, 2012
ક્રિષ્ના સુદામા વાર્તા
“વાર્તા કથન...”
માનનિય આચાર્ય સાહેબશ્રી ગુરુગણ, તેમજ શ્રોતા મિત્રો,
આજે હું આપની સમક્ષ એક વાર્તા રજુ કરીશ.... હાં, પરંતુ એક હતો રાજા અને તેને બે રાણી હતી
તેવી ચીલાચાલુ વાર્તા નથી.એ તો બચપણ નાં બે મિત્રો નાં પ્રેમ ની વાર્તા છે. તો
ચાલો શરુ કરીએ -----સાંદીપની ઋષિ નાં આશ્રમ નાં બે શિષ્યો ની વાત. આશ્રમ માંથી
છૂટા પડેલા બન્ને વિદ્યાર્થી એક દ્વારકાધીશ બને છે જયારે બીજો પોરબંદર નો દરિદ્ર
સુદામો. એક ને સંપતિ વરી તો બીજાને સંતતિ વરી એકબાજુ અઢળક સંપતિ અને બીજી બાજુ કરુણ
ગરીબી. છોકરાઓ ને જમવા પણ મળતું નથી.સુદામાની પત્ની સુદામાને કૈક લાવી આપવા વીનવે
છે. અને કૃષ્ણ પાસે કંઇક માંગી લાવવા કહે છે. પોતાને અજાચક વ્રત હોવા છતાં મિત્રને
મળશે એ વિચારે સુદામા દ્વારિકા ની વાટ પકડે છે સંતાનો પાસે કઈ ખાવા નથી ,પરંતુ દોસ્ત માટે પડોશમાંથી માંગી લાવેલ તાંદુલ લઇ જય છે. અથડાતો,,કુટાતો દ્વારકાધીશ નાં મહેલે પહોચે છે ત્યારે દરવાન તેને રોકે છે..તેની
મજાક ઉડાડે છે,ત્યારે સુદામા કહે છે-ભાઈ દ્વારકાધીશ ને એટલું
કહે કે તારો બાળપણ નો સખો સુદામો આવ્યો છે. દરવાન અંદર જઇ દ્વારકાધીશ ને
કહે છે- “માથે પાઘડી
નથી,શરીર પર અંગરખું નથી, ધોતિયું ફાટેલું છે,અને પગ માં જોડા પણ નથી,ગરીબ દુબળો બ્રાહ્મણ ઊભો છે. તમારું ધામ પૂછે છે ,અને પોતાનું નામ સુદામા કહે છે....”
સુદામાનું નામ સાંભળતાજ
કૃષ્ણ નાં રોમરોમ માં પ્રેમ છલકાયો,મુઠ્ઠી વાળી ને મિત્ર ને લેવા દોડ્યા.પગ માં પીતાંબર
આવ્યું, પડી ગયા .રાણીઓં પાછળ દોડી ત્યારે તેમને કહ્યું મારો
બાળપણ નો સખો સુદામો આવ્યો છે.તમે મારી સાથે નાં આવો. શ્રી કૃષ્ણ ઉંબરા આગળ આવે છે,
અંદર કૃષ્ણ છે, બહાર સુદામા છે, એક ધનિકતા ની ચરમસિમા તો બીજી દરિદ્રતાની ચરમસિમા છે. બન્ને ની આંખો માંથી
દડ-દડ આંસુ પડે છે.
“પ્રેમ જુનો છે ,છતાં કોણ કબૂલાત કરે ?
પ્રેમ ની શબ્દ થકી કોણ રજૂઆત કરે?
વાત કરવા અમે બેઉ છીએ તત્પર,
પણ વાત કરવાની કોણ શરૂઆત કરે ?
ભલા,વાત કરવાની કોણ શરૂઆત કરે?”
બન્ને ની આંખો માંથી પાણી પડે છે .બન્ને નાં રડવા ના કારણો
જુદાં-જુદાં છે. સુદામા હરખ નાં આસુંઓ થી રૂએ છે. વાહ...વાહ.. મારો મિત્ર કેટલી
ઉચાઇ એ પહોચી ગયો.... કૃષ્ણ દુઃખ નાં આંસુથી રડે છે ,મારા સુખ-દુઃખ નાં સાથી સુદામાની આ દશા?
ધૂળ પડી મારી દ્વારિકામાં અને ધૂળ પડી મારી લક્ષ્મી માં,જગત ની ધનિકતા હારી અને મિત્રતા જીતી.રાણીઓ તાસક ભરી ને પાણી લાવે છે,
સુદામાના પગ ધોવા માંટે પરંતુ તે પાણી ની જરૂર જ ન પડી શ્રી કૃષ્ણ ની આંખ માંથી વહેતા આસુંઓ થી
જ સુદામાના પગ ધોવાઈ ગયા.......
જગત ની બેનમુન મિત્રતાની આ વાત છે.
માટે સૌ મિત્રો એ
મિત્રતા સમજી વિચારી ગે જ કરવી જોઈએ .......છેલ્લે એક વાત કરીશ ...
“મિત્ર એવો શોધવો જે ઢાલ સરીખો હોય,
સુખમાં પાછળ પડી રહે, અને દુખમાં આગળ હોય”
આભાર .......................... --- ધવલ પંચાલ
Friday, October 5, 2012
પત્ર
“હું એક વિદ્યાર્થી બોલું છું”
અત્રે
પ્રાર્થના સંમેલનમાં ડાયસ પર બિરાજમાન
વડીલ આચાર્ય સાહેબશ્રી નાના ભૂલકા તેમજ
અત્યંત પવિત્ર તેમજ સમાજને સાચી દિશા બતાવવાનો વ્યવસાય સ્વીકારનાર મારા વહાલા
શિક્ષક મિત્રો .....હું આપની સામે એક બાળકના અંદરના વિચારો રજુ કરું છું.........
પ્રિય શિક્ષકો,
પ્રિય શિક્ષકો,
મેં ભગવદ ગીતા વાંચેલી નથી. વર્ગખંડ ના પેલા કાળા પાટિયા પર સફેદ ચોક થી તમે જે પણ લખશો ..... એ જ મારા માટે ભગવદ ગીતા છે. (Unfortunately..... માણસ જયારે ભગવદ ગીતા વાંચવાની ઉંમરે પહોંચે છે , ત્યાં સુધી માં તેણે કેટલું બધું અણીદાર શીખી લીધેલું હોય છે .... જે સમાજ ને ફક્ત ખૂચ્યાં જ નહિ, વાગ્યા કરે છે ) મારી નિશાળ મારા માટે મંદિર છે અને મારી શાળા ના તમામ શિક્ષકો મારા માટે ભગવાન છે.
હવે મુદ્દા ની વાત કરું.
એક અરજી કરવી છે. એક વિધાર્થી ની શિક્ષકો ને અરજી. મને જ્ઞાન આપશો ....... વિજ્ઞાન તો હું વાંચી લઈશ. મારે શિક્ષા જોઈએ છે ..... પરીક્ષા નહી. શિક્ષક તેનાobservation માં જ evaluation કરી શકે છે. તેના માટે Paper set કરવાની જરૂર પડતી નથી. વસંત આવવાની હોય ત્યારે કયું વૃક્ષ પરીક્ષા આપે છે ? કળી માં થી ગુલાબ થાય એ પહેલા ..... ગુલાબ નો છોડ .....એ કળી ને .... એક પણ સવાલ પૂછતો નથી. ચકલીઓ ના બચ્ચાઓ .... માળા માં થી પહેલી વાર ઉડે .... એ પહેલા કઈ entrance exam આપે છે ? અરે , જ્યાં આકાશ એમને ઉડવાની પ્રેરણા આપતું હોય .... ત્યારે તેઓ માળા માં ગોંધાઈ રહેતા નથી. તેમને પડવાનો વિચાર સુદ્ધા આવતો નથી કારણ કે તેઓ આકાશ ને જુએ છે .... જમીન ને નહિ.
પપ્પા કહે છે .... આજ ની શિક્ષણ પ્રથા સારી નથી, પણ મેં તો શિક્ષણ પ્રથા ને જોઈ જ નથી. મેં તો ફક્ત શિક્ષકો ને જોયા છે. શિક્ષકો સારા હોય તો શિક્ષણ પ્રથા સારી જ હોય ...મને તો એટલી જ સમજ છે.
ડોક્ટર થી દર્દી ની સારવાર માં કોઈ ભૂલ થાય ..... અને દર્દી મૃત્યુ પામે તો તમે તેને medical negligence કહો છો. તો પછી ..... શિક્ષકો ભણાવવા જેવી વાતો ભણાવે નહિ અથવા ન ભણાવવા જેવી વાતો ભણાવે તો એને educational negligence કેમ ન કેહવાય ?
medical negligence થી તો ફક્ત એક વ્યક્તિ મરે છે. educational negligenceથી આખો સમાજ મરે છે. તમને મળેલી એ ૩૫ મિનિટ દેશ નું ભવિષ્ય બદલી શકે છે. આ વાત ની તમને તો ખબર જ હશે ને !
પ્રિય શિક્ષકો ...... મને માહિતી ( information) અને જ્ઞાન (knowledge) વચ્ચે નો તફાવત ખબર નથી. એ તો તમારે જ સમજાવવો પડશે. પાઠ્ય પુસ્તકો બોલી શકતા નથી. વિજ્ઞાન ના પાઠ્ય પુસ્તક માં ઝીંદગી કેમ જીવવી એના વિષે તો ઉલ્લેખ જ નથી. સમાજ ના કોયડાઓ કેમ ઉકેલવા ..... એવું તો ગણિત માં એકેય ઉદાહરણ નથી. અમે તો વિદ્યાર્થીઓ છીએ .... અમને ઉદાહરણ વગર ન સમજાય. જો ગણિત-વિજ્ઞાનની ચોપડીઓ જ સમાજ ઘડતી હોત તો આ paralysed societyના bed sore અમારે વિદ્યાર્થીઓ ને જોવા ન પડત.
ગ્લાસ અડધો ખાલી છે કે ભરેલો .... મારે ફક્ત એ નથી જાણવું . મારે એ પણ જાણવું છે કે ગ્લાસ માં નું અડધું પાણી ક્યાં ગયું હોઈ શકે ? ગ્લાસ માં રહેલા પાણી નું composition શું છે ? ગ્લાસ શેનો બનેલો છે ? ગ્લાસ નો અને પાણી નો સંબંધ શું ?
મારી બાળ સહજ નિર્દોષતા નું બાષ્પી ભવન કરે .....મારે એવો શિક્ષક નથી જોઈતો. જે મારા માં રોજ નવી કુતુહલતા નું સિંચન કરે .... મારે એવો શિક્ષક જોઈએ છે. મને જવાબ આપે એવો શિક્ષક મને ન પોસાય. મારા માં જે સવાલો ઉભા કરે ... મારે એવો શિક્ષક જોઈએ છે.
જો ૧૮ વર્ષ ની ઉંમર પછી પુખ્ત થયેલા લોકો ( શારીરિક પુખ્તતા ની વાત કરું છું ... માનસિક નહિ ) ને મત આપી સરકાર ચુંટવાનો અધિકાર છે ...... ( અરે બુદ્ધિશાળી લોકો .... મત આપી આપી ને પણ તમે પાંગળી સરકાર જ ચૂંટો છો ને ! ) તો પછી અમને વિધાર્થીઓ ને અમારી પસંદ ના શિક્ષકો ચુંટવાનો કેમ અધિકાર નથી ?
૩૫ મિનિટ ના પીરીયડ માં અમારા પર રોજ રોજ શૈક્ષણિક અત્યાચાર થાય .... એ આ દેશ ની સરકાર ને મંજુર હશે. અમે દેશ નું ભવિષ્ય છીએ. દેશ ના ભવિષ્ય ને આ મંજુર નથી.
સમાજ ના માપદંડો મારા ખભ્ભા ઉપર લાદી ને .... મને અપાહિજ ન બનાવતા. વાલીઓ ની સાથે સાથે .... પ્રિય શિક્ષકો .... તમને પણ કહું છું .......તમારી જે કઈ અપેક્ષાઓ છે એ તમારી પાસે જ રાખજો. તમારી અપેક્ષાઓ નું મને વજન લાગે છે. મારે દેશ ઊંચકવાનો છે. ખોખલા વિચારો નહિ.
વર્ગખંડ માં પ્રથમ કે દ્વિતીય આવવાના સપનાઓ આપી ને .... મારી આંખો ને બગાડશો નહિ. મારી આંખો ને .... આંખો માં સમાય નહિ .... એવા સપનાઓ આપજો. ભારત નિર્માણ નું સ્વપ્ન.
નીચે પડવાનો ડર ...મને બતાવશો નહિ. મને ફક્ત આકાશ બતાવજો. મારે ઉડવું છે. મને તમારી ઝીંદગી ની નિરાશાઓ ના vibrations ભૂલે ચુકે પણ આપતા નહિ. મારે positivity જોઈએ છે.
tooth paste ની tube માં થી બહાર નીકળેલી tooth pasteને .... ફરી પાછી .....અંદર નાખવી હોય તો એ વાત અશક્ય કેહવાય. મારે એવું શીખવું નથી. 10 ccની syringe માં ભરી .... એ બહાર નીકળેલી tooth paste ને .... ફરી પાછી અંદર નાંખી જ શકાય .... મારે એવું શીખવું છે. અશકય હોય એવી એક પણ શક્યતા ને મારે ઓળખવી નથી. મારે વ્યસ્ત રહેવું છે .... ભારત નિર્માણ માં.
શિક્ષકો .... તમે મને કરેલી સારી કે ખરાબ દરેક વાત ... મને આજીવન યાદ રહેશે. મારી ‘માં’ ના ચેહરા પછી હું સતત કોઈ નો ચેહરો જોતો હોવ તો એ શિક્ષક નો છે. તમારી વાતો .... મારું વર્તન નક્કી કરશે. તમારો અભિગમ .... મારો પણ અભિગમ બનશે.
પ્રાર્થના કરું છું ..... મારા મમ્મી-પપ્પા એ મને સોંપ્યો છે તમને ....એવી ઉંમર માં .... જયારે હું વળી શકું છું.... કોઈ પણ દિશા માં ..........ઢળી શકું છું ... કોઈ પણ આકાર માં.
પ્રિય શિક્ષકો .... તમે માળી છો .... ઈશ્વરે ઉગાડેલા બગીચા ની તમે કાળજી રાખો છો. એક પણ કળી મુરઝાય નહિ ..... એનું ધ્યાન રાખશો ને ? ચંપો , ચમેલી ,પારિજાતક અને આ બગીચા માં રહેલા દરેક ફૂલ વતી હું એક ગુલાબ આપને વિનંતી કરું છું.
મને શિક્ષણ નો માર કે દફતર નો ભાર આપશો નહિ. મને દંભીપણાનું આવરણ આપશો નહિ. મને વાતાવરણ આપજો કે જેમાં હું ખીલી શકું.
સત્ય બોલવું સૌથી સહેલું છે. મને એ જ ગમશે. ભારત ના સ્વાસ્થ્ય માટે પણ એ જ સારું છે.
મારી આંખો માં આંસુ આવે તો મને ફક્ત રૂમાલ ન આપશો ..... એ આંસુઓ શું કામ આવ્યા છે ? એનું કારણ પણ શોધવાનો પ્રયત્ન કરશો.
મેં સાંભળ્યું છે .... શિક્ષક ના શર્ટ ને ક્યારેય કોલર નથી હોતા. શિક્ષક ના પેન્ટ ને ખિસ્સા પણ નથી હોતા જેમાં કશુંક મૂકી શકાય. Tuition કરી ને શિક્ષક પોતાનું ઘર ચલાવી શકે .... સમાજ નહિ.
શિક્ષક ની મુઠ્ઠી ક્યારેય બંધ નથી હોતી કારણકે શિક્ષકે કશું જ લેવાનું નથી હોતું . ફક્ત આપવાનું હોય છે. ખુલ્લી હથેળીઓ વાળો હાથ જ શિક્ષક નો હોઈ શકે. નિ:સ્વાર્થ પરોપકાર ની ભાવના લઇ ને જનમ્યા હશો , અને ખરેખર ભાગ્ય શાળી હશો ...... તો જ મારા શિક્ષક હશો ...... કારણ કે એક વિધાર્થી માટે એક શિક્ષક ઈશ્વર છે. ઈશ્વર પોતાની પદવી બહુ આસાની થી કોઈ ને આપતો નથી. શિક્ષક બન્યા છો તો નક્કી ભાગ્યશાળી જ હશો.
શિક્ષક ના ચોક ની તાકાત સંવિધાન બદલી શકે છે. દેશ ની સરહદ પર રહેલો જવાન દેશ બચાવે છે ..... અને શિક્ષક દેશ બનાવે છે.
પ્રિય શિક્ષકો ..... તમે દેશ નું સૌથી મોટું investment છો. કાળા પાટિયા પર સફેદ ચોક થી લખતાં હાથ આ દેશ નો ઇતિહાસ ફક્ત સમજાવી જ નહિ ...... બનાવી પણ શકે છે.
સમાજ વિદ્યા માં આવતો ઇતિહાસ બદલી શકાય છે ..... વિધાર્થીઓ તૈયાર છે .... ઇતિહાસ બદલવા. શિક્ષકો તૈયાર છે ? ....................
અસ્તુ.....
હું મારી વાતને અહી વિરામ આપું છું.........
Wednesday, September 26, 2012
THURSDAY, AUGUST 12, 2010
પ્રાર્થના......માંગવુ........(સંકલિત)
૧૨ .૦૮.૨૦૧૦ પ્રાર્થના
“પ્રભુ આગળ કરેલ અરજ, એનું નામ પ્રાર્થના! કશી ગરજને કારણે કરેલી માગણી નહીં, પણ સહજ ભાવે ભગવાન સમક્ષ રજૂ થયેલી ભાવાંજલિ એ સાચી પ્રાર્થના ! પ્રાર્થના કરવાનો હક મનુષ્યમાત્રને છે; એ ફળે કે ન ફળે તે વાત જુદી છે. ખરેખર તો પ્રાર્થનાનું ધ્યેય ફલપ્રાપ્તિ છે જ નહીં ! પ્રાર્થનામાં અંતરની અભિવ્યક્તિ હોય છે. પ્રભુમાં ન માનનાર વ્યક્તિ પણ પ્રાર્થના કરવાને અધિકારી છે.”
સાક્ષાત્કારની ક્ષણે ભગવાન માંગવાનું કહે છે ત્યારે તે પણ ભક્ત ની કસોટી જ કરતા હોય છે.ભક્ત ધન, વૈભવ કે બીજું કંઈ માગે છે---નરસિંહ ને માંગતા આવડે છે- તે માંગેછે----
દેવોને દુલૅભ ,તમોને વલ્લભ ,આપો તે દયા આણી રે,
ભગવાન મહેતાજી ને રાસ લીલા નાં દશૅને લઈ જાય છે.
સામાન્ય રીતે મંદિર માં આપણે ભક્ત તરીકે નહી યાચક થઈ ને જ જઈએ છીએ,મંદિર માં આપણે પ્રાથૅના નહી યાચના જ કરતા હોઈએ છીએ. “મંદિર બહાર ભીખારી માંગે,મંદિર અંદર હું...... ’ યાચના કરીએ તો પણ શું માંગવું તેના પર જુદા જુદા સાક્ષરો ની પંક્તિઓ અહીં પ્રસ્તુત કરેલ છે.
“બસ એટલી જ સમજ ઓ પરવરદિગાર દે,
સુખ જયાં મળે જયારે મળે , બધા નો વિચાર દે.”
“ત્રણ વાનાં મુજ ને મળ્યાં,હૈયુ,મસ્તક,હાથ,
બહુ દઈ દીધું નાથ, જા...ચોથું નથી માંગવુ.”.......ઉમાશંકર જોશી
માંગવાનુ કહેછે,તો માગું છુ,હે પભુ,દઈ દે મન એવું,જે માગે ના કદિ કશું.......વિપિન પરીખ
અમે કયાં સૂયૅ માંગ્યો છે,ધન્ય છે જો કોડિયું ઝળહળે તો.
અમે એ આંખ ઝંખી કે, વસી જ્યાં નેક નિમૅળતા,
શિશુ ના સ્મિત ઝંખ્યાં કે, રચી જ્યાં ઈશ્વરી મમતા.
બે હાથ મારા ઉઠાઉં તો,તારી ખુદાઈ દુર નથી,
પણ હું માગું ને તું આપી દે એ વાત મને મંજુર નથી.
ખુદા તારી ખુદાઈ નું,મને હરદમ દરશ દેજે,
નિહાળું રુપ તારું, એવા નયન દેજે.
જગત ના ઉપવને હું તો,પ્રભુ,માગું તો શુ માગું?
સફર મહેકાવવા છલ્લી, ફક્ત થોડાં સુમન દેજે.
ખુદા તારે ખજાને ખોટ ક્યાં છે ?આટલું કરજે,
ભૂખ્યાં હો કે ઉઘાડા ને,ફકત દાણાં-ગવન દેજે.
સાંઈ ઈતના દીજીયે, તામે કુટુંબ સમાય,
મૈ ભી ભુખા ના રહું, સાધુ ના ભુખા જાય.
તમારી મુતિô વિના મારા નાથ રે,બીજું મને આપશો માં,
હું તો માંગુ બે બે હાથ જોડી રે, બીજું મને આપશો માં,
હે,પ્રભુ,
મારા ખભા પર,
જે બદલી શકાય તે બદલવાનું મને બળ અને હિંમત આપજે,
જે બદલી ના શકાય તે ભોગવી લેવાની ધીરજ અને શકિત આપજે,
હે પ્રભુ, આ બે વચ્ચેનો ભેદ પરખવાનું ડહાપણ,બુધ્ધિ અને વિવેક આપજે.
કોઈ ઈચ્છા નું મને વળગણ ન હો,
એય ઈચ્છા છે- હવે એ પણ ન હો.
ખુશી દેજે જમાનાને,મન હરદમ રુદન દેજે
અવરને આપજે ગુલશન,મને વેરાન વન દેજે.
જમાનાનાં બધાં પુણ્યો જમાનાને મુબારક હો,
હું પારખું પાપ ને મારાં મને એવાં નયન દેજે.
માફ કરજો ઓ મનુષ્યો હું નહી માંગુ મદદ,
એ નહી તો મારા પાલનહારનું અપમાન છે.
જગત સામે લડું છુ તારી મદદ માંગી,
હું જો હારીશ તો એ હાર તારી હાર થઈ જાશે.
આપી શકે તો............
આપી શકે તો તારો પ્યાર માંગુ છું,
સાચા હ્રદય થી સહકાર માંગુ છું,
કરીશ નહી ચિંતા પ્યાર માટે પ્રાણ પણ આપીશ
રોકડ છે હિસાબ હું ક્યાં ઉધાર માગું છું.
કરો રક્ષા વિપદ માંહી, ન એવી પ્રાથૅના મારી,
વિપદ થી ના ડરું કો, દિ પ્રભુ એ પ્રાથૅના મારી.
હે જગન્નાથë ! લંબાવી ને હાથ,માગું તારો સાથ !
રસ્તાઆ તો આડાઅવળા !અહીં ખાડા તો પણે ટેકરા !
ભૂલો પડું તે પહેલાં આવી ઝાલજે મારો હાથ !હે જગન્નાથë ! -----સ્નેહ રશ્મિ
માગી માગી ને પ્રભુ પાસે મેં માંગ્યુ એવું, મારુ મૃત્યુ મારે જોવું છે ઘડીભર ને માટે,
મને શંકા છે કે અશ્રુ નહી સારે કોઈ,મારા શબ પર મારે રોવું છે ઘડીભર ને માટે----યુસુફ બુકવાલા.
સ્મરણશકિત કરી દે એટલી નબળી પ્રભુ મારી,
મને મારા વિતેલા દિવસો ની યાદ ના આવે,
અને મારા હ્રદય ને પણ કરી દેજે તું પથ્થર સમ,
કોઈ ઈચ્છા નવી જન્મે તો એનો સાદ ના આવે. ----યુસુફ બુકવાલા.
એક જ દે ચિનગારી, મહાનલ!
એક જ દે ચિનગારી.
ચકમક લોઢું ઘસતાં ઘસતાં ખરચી જિંદગી સારી,
જામગરીમાં તણખો ન પડ્યો, ન ફળી મહેનત મારી.
મહાનલ! એક જ દે ચિનગારી..
ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો, સળગી આભઅટારી,
ના સળગી એક સગડી મારી, વાત વિપતની ભારી.
મહાનલ! એક જ દે ચિનગારી..
ઠંડીમાં મુજ કાયા થથરે, ખૂટી ધીરજ મારી,
વિશ્વાનલ હું અધીક ન માગું, માગું એક ચિનગારી.
મહાનલ! એક જ દે ચિનગાર -----હરિહર ભટ્ટ

Wednesday, September 12, 2012
વહાલા મિત્રો જય શ્રી કૃષ્ણ!!
એક સરસ પ્રેરણાદાયક વાર્તા છે જરૂર વાંચજો !!
એક વાર એક ગામમાં અમુક પર્યટકો ફરવા ગયાહતાં. એ ગામમાં માછીમારોની વસ્તિ હતી. એકવારે એક પર્યટકે અને એક માછીમાર વચ્ચે અમુક ચર્ચા થઈ જે નીચે પ્રમાણે હતી...
પર્યટક - "તમે દિવસમાં કેટલી પાછલી પકડો છો અને કેટલાં સમયમાં?"
માછીમાર - "હું ત્રણ-ચાર કલાકના ગાળામાં જેટલી માછલી પકડાય એટલી માછલી પકડું છુ".

પર્યટક - "બસ ત્રણ-ચાર કલાક! તો તમે ઘર કેવી રીતે ચલાવો છો અને બાકીના સમયમાં તમે શું કરો?"
માછીમાર - "મારું ઘર આટલામાં બરાબર રીતે ચાલે છે અને બાકીના સમયમાં અમે થોડો આરામ કરીયે, અમારા બાળકો સાથે રમીયે, થોડો સમય અમે અમારી પત્નિ સાથે ગાળીયે અને સાંજે બધાં મિત્રો સાથે મળી નવા ગીત ગાઈયે અને ગીતાર વગાડીયે અને જિંદગીનો આનંદ લુટીયે".
પર્યટક - "જો હું એમ.બી.એ. ભણેલો છું અને શહેરમાં મારી પાસે મારો બંગલો છે, ગાડી છે અને તમામ સુખ હાજર છે, જો તું પણ આવી રીતે સમય બગાડે એના કરતાં તું વધારે સમયમાછલી પકડ અને તેને વેચીને વધારે પૈસા કમાવવાનું ચાલુ કર".
માછીમાર - "વધારે પૈસા કમાઈ ને હું શું કરું?".
પર્યટક - "વધારે પૈસા કમાઈને તું બીજી બોટ ખરીદી કર એટલે તું હજું વધારે માછલીપકડી શકીશ અને હજું વધારે પૈસા કમાઈ શકીશ".
માછીમાર - "પણ હું એટલાં બધાં પૈસા કમાઈને શું કરું?"
પર્યટક - "અરે તું વધારે પૈસા કમાઈ ને તું બે ની ત્રણ અને ત્રણની ચાર બોટ અને એમ કરતાં કરતાં તારી પાસે એટલાં બધાં પૈસા થઈ જશે કે તું આ નાના ગામડાંની બહાર નીકળી મોટા શહેરમાં રહેવા આવી શકીશ અને તારી પારે ગાડી-બંગલા બધુ થઈ જશે અને પછી તું તારા પરિવાર સાથે આનંદની જિંદગી વિતાવી શકીશ".
માછીમાર - "આ બધું કરવા માટે મને કેટલો સમય લાગશે?".
પર્યટક - "અંદાજે ૨૦ થી ૨૫ વરસ".
માછીમાર - "સાહેબ, મારા પરિવાર સાથે અત્યારનાજ આનંદની જિંદગી વિતાવી રહ્યો છું તો શા માટે હું મારા ૨૦ થી ૨૫ વરસ બરબાદ કરું?"
આ સાંભળી પર્યટક વિચારતો રહી ગયો અને તેની પાસે આને માટે કોઈ જવાબ નહતો.
બોધ - તમે કયાં છો તે પહેલાં જુઓ કદાચ તમારી મંજીલ તમારી સાથેજ હોય અને તમે તેને બીજે શોધવામાં પડયાં હોઈ શકો.

માતૃભૂમિનો પ્રેમ
સ્વતંત્રતા એ શબ્દનો અર્થ જાણવા માટે ક્યારેય શબ્દકોષ ન ઉથલાવતા. એ શબ્દનો સાચો અર્થ અનુભવકોષમાં પડ્યો છે : એ શબ્દ પણ નથી, એક લાગણી છે, જે અનુભવી શકે એ અનુભવી શકે; ન અનુભવી શકે એના માટે એ બારાખડીમાં આવતા કેટલાક સંકેતોથી વિશેષ કશું જ નથી.
સ્વતંત્રતા એટલે શું ?
તમે માનું નામ લ્યો અને હ્રદયમાં જે લાગણીનો ઝરો છલકાઈ ઊઠે, એ જ વત્સલતા સ્વતંત્રતા નામમાં પણ રહી છે. બીજા બધા સંજીવની મંત્રો વિશે તો આપણે વાર્તા-પુરાણોમાં વાંચ્યું છે, પણ સ્વતંત્રતા એ તો સિધ્ધ સંજીવની મંત્ર છે. નિર્જીવના હ્રદયમાં જીવન પ્રેરે એવો મહાન મંત્ર.
અદાલતમાં લાંબી કારવાઇ ચાલ્યા પછી એક આરોપીને ‘નિર્દોષ’ જાહેર કરવામાં આવ્યો, ત્યારે એણે કહ્યું : ‘અત્યાર સુધી આ ત્રણ અક્ષરના શબ્દનો કેટલો મોટો મહિમા છે એની મને કલ્પના પણ નહોતી.’ કોઇ પ્રજા જ્યારે ગુલામીની ધૂંસરીમાંથી મુક્ત થાય ત્યારે જ એને સ્વતંત્રતા એ શબ્દનો સાચો અર્થ સમજાય છે.
પરાધીનતાના દીર્ઘ કાળ પછી પહેલી જ વાર જ્યારે માણસ પોતે સ્વતંત્ર છે એવો અનુભવ કરે એ ક્ષણનો જ મહિમા છે – અને ભારતમાં આ ક્ષણ પંદરમી ઓગસ્ટ ૧૯૪૯ના રોજ નહીં, એ પહેલાં કેટલાયે દાયકાઓ અગાઉ આવી હતી. પરાધીનતા એ બહારની કોઈ પરિસ્થિતિ નહીં, પણ આંતરિક મન:સ્થિતિ છે; અને આ સ્વતંત્રતાનો અમલ માનવીના મનમાં ઘૂંટાય પછી એને કોઈ બંધન બાંધી શકતા નથી.
આપણે સ્વતંત્ર નહોતા ત્યારે કવિએ અનુભવેલી સ્વતંત્રતાની ખુમારીનું આ કાવ્ય છે. આપણે આઝાદી દિન ઉજવીએ છીએ, પણ આજના આ ઉત્સવને શક્ય બનાવવા માટે પોતાની સમસ્ત આવતી કાલ જે માણસોએ હોમી દીધી, એમને કેમ વીસરી શકીએ?
કેટકેટલા યુવાનોએ સામેથી છૂટતી ગોળીઓની બોછાર સામે હસતા મુખે ‘ઇન્કિલાબ ઝિંદાબાદ’ના નારાઓ બુલંદ કર્યા હતા, એ વાત હજી ગઈ કાલના ઈતિહાસની છે. સ્વતંત્રતા શબ્દનું જાદુ આ યુવાનો પર જે હતું એ આજે છે ખરું? એ જમાનામાં ગુલામીના અન્ન ખાવા કરતાં આઝાદીના તરણાં પર જીવવાની ખુમારી ધરાવતા લોકો આપણી વચ્ચે હતા. આજે આઝાદ થયાને આટલો સમય વીત્યો છે ત્યારે મેઘાણીની આ કવિતા આપણને ફરી એક વાર એ વાતાવરણમાં મૂકી દે છે અને આપણા એક કવિના શબ્દો વેધક તીરની માફક આંખો અને હ્રદયમાં વાગે છે.
દેશ તો આઝાદ થતા થૈ ગયો -
તેં શું કર્યું?
તેં શું કર્યું?
આ સંઘર્ષમય યુગમાં આ પ્રશ્નનો ઉત્તર ભલે સૌ કોઇ પોતપોતાની રીતે આપે છતાં એ પ્રશ્ન અત્યારે તો નિરૂત્તર જ લાગે છે.
ક્યાં છે એ ખુમારી જ્યારે હસતાં હસતાં જુવાનો ફાંસીને વરમાળા સમજીને પહેરી લેતા હતા !
માતૃભૂમિ માટેનો પ્રેમ – આ કૈ શીખવવાની વસ્તુ નથી. બાળકને કોઇ શીખવી નથી શકતું કે માને કેમ પ્રેમ કરાય! પણ જે બાળક માતાને પ્રેમ કરે છે એ સારી પેઠે જાણે છે કે માનો હાથ જો મસ્તકે હશે તો ગમે તેવી આપત્તીનો એ સામનો કરી શકશે..! ગમે તેવા ભય વચ્ચે પણ માતાનું નામ હોઠે આવી જશે, તો મૃત્યુ સાથે પણ એ પોતાનો પંજો મિલાવી શકશે.
માતાનો પ્રેમ મળવો એ જન્મસિધ્ધ હકીકત છે; માતાને પ્રેમ કરવો એ કર્મસિધ્ધ અધિકાર છે.
Subscribe to:
Posts (Atom)