સુવિચાર :- "ન એને ચવાલેયો ઈતિહાસ આપીએ, દિશાઓ ખૂલે એવો અજવાસ આપીએ,આપણી સીમાઓ ન દેખાડીએ એમને, એ તો વિદ્યાર્થી છે, એને તો આકાશ આપીએ.

સુવિચાર :- "સમય પણ શીખવે છે અને શિક્ષક પણ શીખવે છે,પણ બન્નેમાં ફર્ક એ છે કે શિક્ષક શીખવીને પરીક્ષા લે છે જયારે સમય પરીક્ષા લઈને શીખવે છે."

Showing posts with label વિચારોના વૃન્દાવનમાં. Show all posts
Showing posts with label વિચારોના વૃન્દાવનમાં. Show all posts

Friday, December 20, 2013

મંથન


ત્યારે દુ:ખની શરુઆત થાય

તહેવાર કરતા વહેવાર વધી જાય ત્યારે દુ:ખની શરૂઆત થાય,

દરકાર કરતા શણગાર વધી જાય ત્યારે દુ:ખની શરૂઆત થાય.

સંસાર કરતા જંજાળ વધી જાય ત્યારે દુ:ખની શરૂઆત થાય,

સહકાર કરતા પડકાર વધી જાય ત્યારે દુ:ખની શરૂઆત થાય.

આવક કરતા જાવક વધી જાય ત્યારે દુ:ખની શરૂઆત થાય,

વર્તમાન કરતા ભૂતકાળ વધી જાય ત્યારે દુ:ખની શરૂઆત થાય.

કામ કરતા કારભાર વધી જાય ત્યારે દુ:ખની શરૂઆત થાય,

કરનાર કરતા ગણનાર વધી જાય ત્યારે દુ:ખની શરૂઆત થાય.

ગ્રાહક કરતા દુકાનદાર વધી જાય ત્યારે દુ:ખની શરૂઆત થાય,

મિલકત કરતા વારસદાર વધી જાય ત્યારે દુ:ખની શરૂઆત થાય.

મિત્રો કરતા સલાહકાર વધી જાય ત્યારે દુ:ખની શરૂઆત થાય,

ઈમાનદાર કરતા માલદાર વધી જાય ત્યારે દુ:ખની શરૂઆત થાય.

Wednesday, October 23, 2013

ચિંતન

એક સરસ પ્રેરણાદાયક વાર્તા !!
એક વાર એક ગામમાં અમુક પર્યટકો ફરવા ગયા હતાં. એ ગામમાં માછીમારોની વસ્તી હતી. એકવારે એક પર્યટકે અને એક માછીમાર વચ્ચે અમુક ચર્ચા થઈ જે નીચે પ્રમાણે હતી…
પર્યટક – “તમે દિવસમાં કેટલી પાછલી પકડો છો અને કેટલાં સમયમાં?”
માછીમાર – “હું ત્રણ-ચાર કલાકના ગાળામાં જેટલી માછલી પકડાય એટલી માછલી પકડું છુ”….

પર્યટક – “બસ ત્રણ-ચાર કલાક! તો તમે ઘર કેવી રીતે ચલાવો છો અને બાકીના સમયમાં તમે શું કરો?”
માછીમાર – “મારું ઘર આટલામાં બરાબર રીતે ચાલે છે અને બાકીના સમયમાં અમે થોડો આરામ કરીયે, અમારા બાળકો સાથે રમીયે, થોડો સમય અમે અમારી પત્નિ સાથે ગાળીયે અને સાંજે બધાં મિત્રો સાથે મળી નવા ગીત ગાઈયે અને ગીતાર વગાડીયે અને જિંદગીનો આનંદ લુટીયે”.
પર્યટક – “જો હું એમ.બી.એ. ભણેલો છું અને શહેરમાં મારી પાસે મારો બંગલો છે, ગાડી છે અને તમામ સુખ હાજર છે, જો તું પણ આવી રીતે સમય બગાડે એના કરતાં તું વધારે સમય માછલી પકડ અને તેને વેચીને વધારે પૈસા કમાવવાનું ચાલુ કર”.
માછીમાર – “વધારે પૈસા કમાઈ ને હું શું કરું?”.
પર્યટક – “વધારે પૈસા કમાઈને તું બીજી બોટ ખરીદી કર એટલે તું હજું વધારે માછલી પકડી શકીશ અને હજું વધારે પૈસા કમાઈ શકીશ”.
માછીમાર – “પણ હું એટલાં બધાં પૈસા કમાઈને શું કરું?”
પર્યટક – “અરે તું વધારે પૈસા કમાઈ ને તું બે ની ત્રણ અને ત્રણની ચાર બોટ અને એમ કરતાં કરતાં તારી પાસે એટલાં બધાં પૈસા થઈ જશે કે તું આ નાના ગામડાંની બહાર નીકળી મોટા શહેરમાં રહેવા આવી શકીશ અને તારી પારે ગાડી-બંગલા બધુ થઈ જશે અને પછી તું તારા પરિવાર સાથે આનંદની જિંદગી વિતાવી શકીશ”.
માછીમાર – “આ બધું કરવા માટે મને કેટલો સમય લાગશે?”.
પર્યટક – “અંદાજે ૨૦ થી ૨૫ વરસ”.
માછીમાર – “સાહેબ, મારા પરિવાર સાથે અત્યારના જ આનંદની જિંદગી વિતાવી રહ્યો છું તો શા માટે હું મારા ૨૦ થી ૨૫ વરસ બરબાદ કરું?”
આ સાંભળી પર્યટક વિચારતો રહી ગયો અને તેની પાસે આને માટે કોઈ જવાબ નહતો.
બોધ – તમે કયાં છો તે પહેલાં જુઓ કદાચ તમારી મંજીલ તમારી સાથેજ હોય અને તમે તેને બીજે શોધવામાં પડયાં હોઈ શકો

Saturday, June 22, 2013

અનામત – સવર્ણોનું Discrimination !

આપણું બંધારણ ! – વિશ્વનું સૌથી મોટું લેખિત, ગૌરવશાળી બંધારણ !!
     સારું દેખાય એ બહુ ટકાઉ હોતું નથી,વેપારીલાઈનનો આ સિધ્ધાંત બંધારણને પણ અક્ષરશ: લાગુ પાડી શકાય એમ છે ! – છેલ્લાં ૬૨ વર્ષોમાં ૯૭ સંશોધનો કરવા પડ્યા છે !!
     હમણાં સત્યમેવ જયતે પ્રોગ્રામમાં એક સંવેદનશીલ મુદ્દો છેડવામાં આવ્યો, જ્ઞાતિપ્રથાનો. જ્ઞાતિને આધારે થતાં સામાજિક ભેદભાવનો.
     હાલની પરિસ્થિતિમાં આ મુદ્દાને જોવાની જરૂર છે.અત્યારે જ્ઞાતિને આધારે શૈક્ષણિક ભેદભાવ ચાલે છે !!
    હાલની પેઢીને શાળામાં સમાનતાનાં પાઠ ભણાવવામાં આવે છે,અને એનાથી ઉલટું એ જયારે શાળામાં ભણીને ઉચ્ચ અભ્યાસ કરે છે કે નોકરી મેળવે છે,ત્યારે ચોતરફ અસમાનતા! હું એવું સ્પષ્ટપણે માનું છું કે, આ બાબત સમાજના નવી પેઢીનાં નાગરિકોનાં મન પર ખંડનાત્મક અસરો કરે છે!
     ધોરણ ૧૨ પાસ કરીને એક વિદ્યાર્થીએ પી.ટી.સી. કરવાનું નક્કી કર્યું. ૧૨માં ટકા ઓછા હતા. તેમ છતાં તે અમુક જ્ઞાતિનો હોવાથી તેને શહેરી વિસ્તારની સરકારી કોલેજ માં એડમિશન મળી ગયું. પીટીસી કર્યું. ભાઈએ વિદ્યાસહાયક તરીકે ઉમેદવારી કરી. આમાં પણ મેરીટ ઓછું,પણ અનામતનો લાભ લેતાં નોકરી મળી ગઈ ! સારું ચાલો એક પરિવારને જરૂર હતી, અને નોકરી મળી ગઈ.
     હમણાં મુખ્યશિક્ષક માટેની જગ્યાઓ ઉભી થઇ છે. આ ભાઈ એ પણ પરિક્ષા આપીને મુખ્યશિક્ષક થવાનું વિચાર્યું. ફોર્મ ભર્યું, ફી ભરી, અમુક જ્ઞાતિનાં હોવાથી ફી ૨૦૦ ને બદલે ૧૦૦ રૂપિયા ! – છેલ્લાં ૧૦ વર્ષથી ભાઈ સરકારી નોકરિયાત છે, શું તેને સવર્ણોથી ઓછો પગાર મળે છે? શું સવર્ણોનું સમાનાર્થી ગર્ભશ્રીમંત છે ? સરખું કમાતા બે શિક્ષકોની ફી જાતિ ને આધારે અલગ અલગ ! – વાત આટલે થી ખતમ થઇ જાતિ હોત તો તો ઠીક. અમુક જ્ઞાતિનાં હોય એટલે અભિયોગ્યતા પણ ઓછી હોય તો ચાલે ! મુખ્યશિક્ષક અભિયોગ્યતા કસોટીમાં ૯૦ માર્કે પાસ થવાનું હતું, પણ અનામત કેટેગરી માટે ૮૨ ! બધેય ભણવાનાં મેરીટમાં પાછળ પણ જાતિનાં  મેરીટ માં આગળ !! હવે વાત આવી જીલ્લા પસંદગીની, એમાં પણ ભાઈ અત્યારે અનામતનાં લાભથી કોર્પોરેશન લઇને બેઠા છે !!
     ૬૨ વર્ષો, આશરે ત્રણ પેઢીઓ સુધી અનામતનો (ગેર!)લાભ આપવામાં આવ્યો છે. કેટલીક વાર, હારું કેટલીક વાર ! – જ્ઞાતિ એ જ લાયકાત !! ૬૨ વર્ષો પછી પણ અનામત પ્રથા પછાતોને વિકસિત નથી કરી શકી ?? શું આ સિસ્ટમવાળા એમ માને છે કે અનામતનો લાભ આપીને તેઓ સમાજસેવા કરે છે ?!? અરે, ઉલટાનું વૈમનસ્ય વધતું જાય છે !
     અનામત જે તે સમયે લેવાયેલું અત્યંત સરાહનીય પગલું હતું. સામાજિક, આર્થીક રીતે પછાત લોકો શૈક્ષણિક રીતે પછાત ન રહે, તેઓનું સમાજ નાં અન્ય વર્ગોની જેમ શિક્ષણ દ્વારા ઉત્થાન થાય એવો ઉમદા હેતુ હતો. પણ ૬૨ વર્ષો બાદ અનામતની વ્યાખ્યા બદલાવવાની જરૂર છે. ખરેખર તો શિક્ષિતો એ જ સામેથી આ પ્રથાનો લાભ લેવાનું ટાળવું જોઈએ ! મેં જે ભાઈની ઉપર વાત કરી તેના માતા પિતા બંને સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષક છે !શું તમને લાગે છે કે તેઓને ખરેખર અનામતની જરૂર હતી !!??
     એવું કહેવામાં આવતું હોય કે, કોઈને તેઓની જ્ઞાતિને આધારે ક્યારેય અપમાનિત ન કરવાં... તો અનામતપ્રથા એ સવર્ણોનું અપમાન છે.
તણખો :
         એક ગામમાં એક મજુરી કરતાં વાલીનાં છોકરાને શિષ્યવૃત્તિ ન મળે , અને એ જ ગામનાં ગાડીમાં ફરતાં સરપંચનાં છોકરાને શિષ્યવૃત્તિ મળે !!– આ ક્યાંનો ન્યાય ?? શું આ Discrimination નથી ??????

ભાર વિનાનું ભણતર

ભાર વિનાનું ભણતર!
મિત્રો આજથી ત્રણ દાયકા પહેલાંનો વિદ્યાર્થી - ફાટેલી થીગડા વાળી ચડ્ડી  સુતરાઉ કાપડની કે ખાતરની થેલીની બેગ કે સામાન્ય કોથળી વાળુ દફ્તર  તેમાં દેશી હિસાબબે-એક પુસ્તકોસ્લેટ અને પેન. 
પ્રાથમિક શાળામાં નોટબુક ભાગ્યે જ વપરાતી. રૂટીન કામ સ્લેટમાં જ થતું. 
આજે વિદ્યાર્થીઓ  પ્રશ્ન કરે છે: સરસ્લેટ એટલે શું?” 
સ્લેટ એટલે લાકડાની ફ્રેમમાં જડેલો કાળા પથ્થરનો સપાટ , “flat piece”. તેની બંને બાજુની લીસી સપાટી પર તમે માટીની પેન વડે લખી શકો. સાઈઝ આશરે આઠ ઈંચ બાય દસ-બાર ઈંચ. 
ત્રણ દાયકા પહેલા સ્કૂલે જતા પહેલા વિદ્યાર્થીઓ ઘરના કંપાઉંડમાં પેનને અણી કાઢવા દોડતા. ક્યારાને કિનારે ગોઠવેલી ઈંટોની કરકરી સપાટી પર સંભાળીને પેનને ઘસતા. અણીદાર” બનાવતા. તે અણી જળવાઈ રહે તે માટે ક્યારાની ભીની માટીમાં પેનને હળવેથી ફેરવીએ અને પાક્કી” કરીએ. બસ, “મોતીના દાણા” જેવા સુંદર અક્ષર લખવા માટે પેન તૈયાર કરતા.  

સ્કૂલમાં સ્લેટ-પેન એજ સર્વસ્વ. ગુજરાતીના પાઠ હોયગણિતના દાખલા કે આંક કે વિજ્ઞાનના જવાબ .... બધું કામ સ્લેટ પર કરો. કામ કરો,શીખી લોભીના કપડાથી ભૂસી નાખો. 
ભીની સ્લેટ સૂકવવા થોડી રમત કરી લો .... ભીની સ્લેટને હાથમાં પકડી હલાવતા રહો અને ગાતા જાવ: 
ચકી ચકી પાણી પી .... બે પૈસાનો બરફ લાવ ...” 
ચકી પાણી પી જાય(!) અને સ્લેટ નવા કામ માટે કોરીકટ તૈયાર! 

ઘડિયા જ્ઞાન  ૩૦ એકા સુધીના ઘડિયા તો મોઢેજ હોય. શિક્ષક પ્રત્યે આદર-પ્રેમ.કુદરતી વાતારણમાં પ્રાયોગિક જ્ઞાન. કોઈ કેલ્ક્યુલેટર કે કમ્પ્યૂટર નહી છતાં વ્યવહારૂ કોયડા પલવારમાં ઉકેલાય.

આજના નાનકડા ભૂલકાઓને ઈન્ફર્મેશન એજમાં માહિતીના ભાર નીચે દબાયેલા જોઈને વેદના થાય છે. આપણે તેમના બાળપણને કચડી નાખ્યું છે. ફર્સ્ટ સ્ટાન્ડર્ડથી ચાર-પાંચ-સાત વિષયોઘડિયા દસ એકાથી આગળ આવડે નહી જ. સાદા સરવાળા માટે પણ પરાવલંબી. દરેક વિષયના એક-બે પુસ્તકોગાઈડો- વ્યાયામ વિષયની પણ વસાવે અને વળી વ્યાયામ વિષયના પણ ટ્યુશનના પાંચ હજાર આપતાં વાલી આનંદ અનુભવે. ધોરણ 1 થી જ ચશ્માના નંબરતો ખરાજ.  કંપાસમાં ચાર પાંચ પેન. દરેક વિષયની ક્લાસવર્ક અને હોમવર્ક અલગ નોટબુકસ ...કેટલીતો પોથીઓ(ચિત્રપોથી-નક્શાપોથી-ગ્રાફપોથી વગેરે વગેરે) આપણે બાળકોને બોજાથી બેવડ કરી દીધાં છે. આપણે બુક્સ-નોટબુક્સમાં માહિતી ઠાંસી ઠાંસીને ભરી દીધીતેમાં જ્ઞાન તો તલભારનું જ! આજનો કોલેજનો વિદ્યાર્થી બેંકમાં જતાં ગભરાય છે.મીટરને ફૂટમાં ફેરવતાં કે લાકડાનું ઘનફૂટ શોધતાં તેના મોતિયા મરી જાય છે.ઘરની ટાંકીમાં કેટલા લીટર પાણી સમાય છે તે ગણવું તેના માટે લોઢાના ચણા ચાવવા બરાબર છે. માતૃભાષામાં ૧૦૦ માંથી ૧૦ થી નીચે આવે છે. અંગ્રેજી બોલતાં આવડતું નથી. રાષ્ટ્રભાષા હિન્દી તો હવે નાશપ્રાય થઈ છે. ભારેખમ ગણિત પચાવવા દાખલા ગોખતો થયો છે.ગણિત વાંચતો જોવા મળે છે ત્યારે આજના બાળક પર દયા આવે છે.આજના બારમાનો કે ગુજરાતી વિષય સાથે MA થયેલ વિદ્યાર્થી વંદેમાતરમના ગાનમાં કે બારાખડી(કક્કો) માં પણ લોચા મારે છે.આજે   બાળકને આપણે શું આપીએ છીએ?
ભાર વગરનું ભણતર કે જીવનને રગડોળી નાખવાનું ભણતર

મારા મતે નવી શિક્ષણનીતી

નવી શિક્ષણનીતિ : એક સંકલ્પના

 પ્રસ્તાવના :એકવીસમી સદીનું બીજું દશક શરુ થતાં ભારતીય શિક્ષણવ્યવસ્થા વિષે પુન:મૂલ્યાંકન કરવાનો સમય આવી ગયો છે- તેમાં ધરમૂળથી ફેરફારો કરવા એ સમયની જરૂરિયાત બની ગયેલ છે, ભારતીય ઇતિહાસ, સંસ્ક્રૂતિ, સમાજ, વ્યવસ્થા તથા વર્તમાન વૈશ્વિક પરિવર્તનોને ધ્યાને રાખીને નૂતન શિક્ષણનીતિ સ્વતંત્ર રીતે નિર્માણ કરવાની જરૂરીયાત ઉભી થયેલ છે, આથી તેના ઉપર સાર્વજનિક ચિંતન થાય તે માંથી ફળશ્રુતિ-રૂપ સાર પ્રાપ્ત થતાં એક સ્વતંત્ર વિદેશનીતિ દરેક દેશને હોય છે, તે રીતે એક સ્વાયત શિક્ષણનીતિ પણ દેશ માટે હોવી જોઈએ ; જે કોઈ સ્થાપિત હિતથી ગ્રસિત ન હોય એ બાબતે પણ ખાસ દક્ષતા રહે તે ધ્યાને લેવાય એ આવશ્યકતા છે.
ખરેખર રાઈટ ટુ એજ્યુકેશન(RTE) નું સ્વરૂપ કેવું હોવું જોઈએ:-
  • ૧) પ્રાથમિક, માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક, વિશ્વવિદ્યાલય એ ત્રણે સ્તરો નું શિક્ષણ RTE ACT હેઠળ સાંકાળી લેવાય.
  • ૨) શિક્ષણને સર્વોચ્ચ મહત્વ આપી દૂરદર્શી આયોજનરૂપ મુસદ્દાને તેમાં સામેલ કરવો કરવો જોઈએ.
  • ૩) નવો RTE ACT બનાવવા માટે નિષ્ણાતોની નીચે મુજબના કોષ્ટક પ્રમાણે ૨૪ –સભ્યોની એક વિસ્તૃત ટીમ બનાવવી જોઈએ : -
સભ્યનું ક્ષેત્ર
હોદો
સંખ્યા
સુપ્રીમ કોર્ટન્યાયાધીસ(નિવૃત)
હાઇકોર્ટન્યાયાધીસ
શિક્ષણ વિદો-
વિશ્વ વિદ્યાલયપ્રોફેસર
પ્રાથમિકશિક્ષક
માધ્યમિકશિક્ષક
પ્રાચીન ગુરુકુળ (વૈદિક)કુલપતિ /આચાર્ય
રમત-ગમત સંસ્થાડાયરેક્ટર
આર્મી ઓફિસરજનરલ/મેજર/કેપ્ટન
આઈ.આઈ.એમ.પ્રોફેસર
આઈ.આઈ.ટી.પ્રોફેસર
સમાજ સેવક-
કલા-
સાહિત્ય-
વૈજ્ઞાનિક-
કુલ
૨૪
  • ૪) ઉપરોક કોઠા -૩ મુજબ ૨૪ –સભ્યોની નિમણુંક પ્રધાનમંત્રી , વિપક્ષના નેતા ,શિક્ષણમંત્રીની સહમતી થી રાષ્ટ્રપતિ દ્વારા થાય તથા તેને એક વટહુકમ દ્વારા વિશેષ શક્તિ પ્રદાન કરવામાં આવે જેથી એ સમિતિ પોતાનું કાર્ય કોઈ પણ જાતની બાધા વગર કરી શકે .
  • ૫) સમિતિ પોતાનો અહેવાલ છ માસમાં આપે , તેનો અમલ ત્રણ માસમાં થાય તે બાબતે યોગ્ય થાય. તેના માટે સરકાર કટ્ટીબદ્ધ બને એ જરૂરી છે.
  • ૬) સમિતિનો અહેવાલ આવ્યા બાદ એક ચુંટણીપંચની મારફતે સ્વાયત શિક્ષણ પંચ બને જેના હેઠળ સમગ્ર દેશની શિક્ષણ વ્યવસ્થા ને મુકવામાં આવે .
શિક્ષણ માટે તાત્કાલિક શું કરવું જોઈએ ?
  • ૧) નીચેના કોષ્ટક મુજબના પગલાં તત્કાલ ભરી શકાય: -
ક્રમ
વિગત
શાળાનો સમય (સમગ્ર દેશમાં એકજ સમય સવારનો)શિક્ષક માટેસવારે : ૮ થી ૧:૩૦
શિક્ષણ કાર્ય૮:૩૦ થી ૧૨:૩૦
રીશેષ૧૦:૦૦ થી ૧૦: ૩૦
આયોજન૧૨:૩૦ થી ૧:૩૦
તાસઆઠ૩૦-મીનીટનો એક
શૈક્ષણીક  કેલેન્ડરસમગ્ર વર્ષનુંરાજ્ય કક્ષા એ એકજ હોય જેમાં શિક્ષણ કાર્ય, તાલીમ,કાર્યક્રમો,ઉજવણી, અન્ય —એ રીતે દિવસોનું વિભાજન કરવું…
દરેક શાળામાં ભૌતિક સુવિદ્યાઓપુસ્તકાલયટેબલ ,ખુરસી, બેંચ , પુસ્તકો
લેબોરેટરી
સ્ટાફ રૂમ
કોમ્પુટર રૂમઈન્ટરનેટ જોડાણ સાથે
આચાર્ય રૂમ
 ક્લાસ રૂમદરેક વર્ગ માટે અલગ
મેદાનરમતનું
બાગપાણીની સુવિદ્યા સાથે
શિક્ષક સજ્જતાલેપટોપસરકારે ૯૦% સબસીડી આપવી.
એવોર્ડનવી રીતેશિક્ષક ફાઈલ બનાવી સામેથી એવોર્ડ માગે તેના કરતા , સરકાર તેને સામેથી એવોર્ડ આપે તેવી નીતિ બનાવવી.
શિક્ષણ કાર્યમાત્ર શિક્ષણશિક્ષણ શિવાયની અન્ય કોઈ વધારાની કામગીરી ન આપવી.
પાઠ્યક્રમઆયોજનરાજ્યની દરેક શાળામાં એકજ દિવસે એજ પાઠ ચાલતો હોય….(જેનું આયોજન રાજ્ય કક્ષાએ શિક્ષકોની એક ટીમ દ્વારા દર વર્ષે થાય

પ્રાથમિક શિક્ષણમાં સુધારણા

પ્રાથમિક શિક્ષણ માં સુધારણા માટે નીચે મુજબના ઉપાયો કરવા આવશ્યક છે,
1.       શાળાના વિદ્યાર્થીઓની સંખ્યાના આધારે શાળા વિકાસ ગ્રાન્ટ ફાળવવી જોઈએ.
2.       શાળા રિપેરિંગ ગ્રાન્ટ શાળા ના ઉપયોગમાં લેવાતા ઓરડાઓની સંખ્યા ને આધારે મળવી જોઈએ.
3.       બે પાલીમાં ચાલતી શાળાઓને શાળા રીપેરીંગ ગ્રાન્ટ બે ગણી મળવી જોઈએ.
4.       આચાર્ય માટેની એક સ્પેશિયલ ગ્રાન્ટ હોવી જોઈએ, જેનો આચાર્ય પોતાની શાળા માટે ઈચ્છે તે રીતે ઉપયોગ કરી શકે.
5.      ============================
6.      ,/div>
7.   ,
8.
9.       SMC ના સભ્ય થવા માટે વાર્ષિક ફી નક્કી કરવી જોઈએ, જે ફી ના નાણા માંથી આચાર્ય શાળા હિતાર્થે વાપરી શકે,
10.   વાર્ષિક ધોરણે  ઓછામાં ઓછી સભ્ય ફી=૧૦૦૦ રૂપિયા હોવી જોઈએ.
11.  =============================+============================
13.   ૯૦ કે તેથી ઓછા બાળકો ભણે છે ત્યાં ઓછામાં ઓછા ૯ =વાલી હાજર હોવા જોઈએ.
14.   SMCનું એકાઉન્ટનો તમામ વ્યવહાર માત્ર આચાર્યશ્રી જ SMC વતી કરે તેવું પ્રાવધાન કરવું જોઈએ,
15.   આચાર્યશ્રી નું એક સ્પેશિયલ એકાઉન્ટ બેંક માં હોય જેમાં શાળા ને લગતો વહીવટી વ્યવહાર કરી શકે,
16.   SMC માત્ર વ્યવસ્થા માં આચાર્યશ્રી /શાળાને વ્યવસ્થા માં મદદ કરવી જોઈએ,
17.   RTI ના પ્રાવધાનો થી શિક્ષણ ને મુક્ત રાખવું જોઈએ,
18.   તમામ વ્યવહાર ઓનલાઈન –થવો જોઈએ,
19.   ખર્ચ અંગે નો વાર્ષિક હિસાબ ઓનલાઈન મુકવામાં આવે જે પણ વ્યક્તિ =૧૦૦૦/-ફી પ્રથમ ભરે તેને ઓનલાઈન મુકેલ માહિતી માંથી જે-તે ઓથોરીટી માહિતી આપે ,
20.   માહિતી માટે ના ફોરમેટ માં સુધારો કરવો જોઈએ,
21.   સરકારે માહિતી માટે એક પ્રોફેસનલ વ્યવહાર કરવો જોઈએ, જેમાંથી સરકાર ઈચ્છે તે નફો પ્રાપ્ત કરી શકે ,
22.   માહિતી ચાર થી વધુ બાબતો ની એક વખતે માંગી શકાય નહિ તે પ્રાવધાન હોવું જોઈએ,
23.   એકજ કાગળ માં એકજ બાજુ માહિતી માટે ના પ્રશ્નો શબ્દો ની સંખ્યા ૧૦૦ થી વધુ ન હોવા જોઈએ,
24.   પ્રથમ ૧૦૦=સબ્દો માહિતી આપવા નું બાધ્ય રહેશે નહિ ,તેમ છતાં ઓથોરીટીને લાગે તો વધુ ૫૦=શબ્દો સુધી ની માહિત પોતાની મનસુફી મુજબ આપી શકે છે,
25.   જે માહિતી ઓનલાઇન મુકેલી હોય તે માહિતી આપવી નહિ માત્ર ઓનલાઈન છે ,વેબસાઈટ નું નામ લખવું,
26.   ખરેખર તો પ્રાથમિક શાળા પાસે કલાર્ક , પટાવાળા , હિસાબનીશ વગેરે કોઈ કર્મચારી હોતા નથી.
27.   ઉપરોક્ત મુદા ૨૭-ને ધ્યાને લઇ પ્રાથમિક શાળાને RTI-2005 થી  મુક્તિ આપવી જોઈએ,
28.   જે દેશ ને તેના શિક્ષક/શિક્ષણ/આચાર્ય પર ભરોસો નહિ હોય તે નું ક્યારેય ભલું નહિ થાયછે,,
29.   ભરોસા નો પ્રશ્ન છે, સરકાર ને વિશ્વાસ ન હોય તો હિસાબી અધિકારી ઓ દ્વારા તપાસ કરાવી શકે, ૯૦% લોકો RTI -2009દુરુપયોગ કરી રહેલ છે,
30.   માહિતી આપવામાં જે સમય વ્યતીત થાય છે, તેનું સીધુ નુકશાન બાળકોને છે,
31.   માહિતી માટે મળનાર ફી એડ્વાસ માં શાળાને મળે  , કાગળદીઠ કીમત =૧૦ રૂપિયા હોવી જોઈએ, જેનો ઉપયોગ શાળા હિતાર્થે , અન્ય ખર્ચ બાદ થવો જોઈએ,
32.   એડવાન્સ ફી =૨૦૦૦ હોવી જોઈએ, ૨૦૦૦ થી વધુ ફી થાય તો મેળવવી , અન્યથા આપેલ ફી માંથી પરત આપવાની ન રહેવી જોઈએ,
33.   BPL સહિતના કોઈ માટે મફત માહિતી ન અપાવી જોઈએ, કારણ કે BPL ને ખરેખર માહિતી નહિ માર્ગ જોઈએ,રોજગારી જોઈએ, ખાવા સારું અનાજ જોઈએ.

વરસાદ ના પ્રકાર

૧૨ પ્રકારના મેઘ

અંદરની ઊર્ધ્વમૂલ ખલેલ પામ્યા વિના વરસાદને નિહાળવાનું શક્ય ન હોય ત્યારે નછુટકે કલમને શરણે જવું પડે છે. 
આપણા ઋષિએ વરસાદને પર્જન્ય કહ્યો છે 
અને વળી એને પિતાને સ્થાને બેસાડ્યો છે.
વરસાદની જલધારાને પિતૃકૃપા ગણાવી શકાય તેમ છે.
જ્યારે ધરતી જળબંબાકાર બને અને હૈયું વરસાદમય બને ત્યારે એક એવી ઘટના બને છે,
જેમાં કામસૂત્ર, પ્રેમસૂત્ર અને બ્રહ્નસૂત્ર જેવાં ત્રણ ખાનાં ખરી પડે છે
અને રહી જાય છે
કેવળ મૌન!
એવી અવસ્થામાં ઊગેલા શબ્દો કવિતાની વંડી ઠેકીને પ્રાર્થનાની સીમમાં પહોંચી જતા જણાય છે.


આપણા ગુજરાતી લોકસાહિત્ય પ્રમાણે ૧૨ પ્રકારના મેઘ નું વર્ણન કરવામાં આવ્યું છે.

તેના ઉપરથી એક કહેવત પણ બનેલ છે કે "બારેય મેઘ ખાંગા"...

તો ચાલો આજે જાણીએ એ મેઘનાં ૧૨ પ્રકાર...

૧. ફરફરઃ જેનાથી માત્ર હાથપગના રૂંવાડા જ ભીના થાય તેવો નજીવો વરસાદ.
૨. છાંટાઃ ફરફરથી વધુ વરસાદ.
૩. ફોરાઃ છાંટાથી વધુ- મોટા ટીપાં.
૪. કરાઃ ફોરાથી વધુ પણ જેનું તરત જ બરફમાં રૂપાંતર થઈ જાય તેવો વરસાદ.
૫. પછેડીવાઃ પછેડી (ફેંટા જેવા સાથે રખાતા કપડાની ટુકડો)થી રક્ષણ થાય તેવો વરસાદ.
૬. નેવાધારઃ છાપરાના નેવા ઉપરથી (નળીયા ઉપરથી) પાણી વહે તેવો વરસાદ.
૭. મોલ મેહઃ મોલ એટલે પાકને જરૂરી હોય તેવો વરસાદ.
૮. અનરાધારઃ એક છાંટો, બીજા છાંટાને સ્‍પર્શી જાય અને ધાર પડે તેવો વરસાદ.
૯. મૂશળધારઃ અનારાધારથી તીવ્ર વરસાદ (મુશળ = સાંબેલું ). આ વરસાદને સાંબેલાધાર વરસાદ પણ કહેવામાં આવે છે.
૧૦. ઢેફાભાંગઃ વરસાદની તીવ્રતાથી ખેતરોમાં માટીના ઢેફા નરમ થઈ તૂટી જાય તેવો વરસાદ.
૧૧. પાણ મેહઃ ખેતરો પાણીથી છલોછલ ભરાઇ જાય અને કૂવાના પાણી ઉપર આવી જાય તેવો વરસાદ.
૧૨. હેલીઃ ઉપરના અગિયાર પ્રકારના વરસાદમાંથી કોઈને કોઈ વરસાદ સતત એક અઠવાડીયું ચાલે તેને હેલી કહેવામાં આવે છે.

(સૌજન્ય : વિકીપીડિયા, ભગવદગોમંડલ )

Friday, January 11, 2013

ધર્મ અને વિજ્ઞાન

ધર્મ સારો કે વિજ્ઞાન?
આ જગત માં હાલ સુખ ભોગવવુ સારુ કે પરલોકમાં (સ્વર્ગલોકમાં) જવા
આ લોકમાં તપ કરી દુ:ખ ભોગવવુ સારુ?
છેલ્લા થોડાક વર્ષો થી આપણે વિજ્ઞાન ને ધર્મ કરતા વધુ મહત્વ આપતા થયા છીએ.
શ્ચિમ જગતે આવુ ઘણા સમય પહેલા શરુ કર્યુ હતુ.   તેના ફળ તેઓને અત્યારે આ જગતમા મળી રહ્યા છે.
ધર્મ અને વિજ્ઞાન
અંધશ્રદ્ધા છે આંધળી, વહેમને વંટોળે વહે;
તિશ્રદ્ધા છે અવળચંડી, વેવલાપણાંનાં વાવેતર કરે.
યુરોપે અટપટાં યંત્રો શોધી ફીટ કર્યાં ફૅક્ટરીમાં;
આપણે સિધ્ધીયંત્રો બનાવી, ફીટ કર્યાં ફોટામાં.
શ્ચિમે ઉપગ્રહ બનાવી, ગોઠવી દીધા અંતરીક્ષમાં;
આપણે ગ્રહોના નંગ બનાવી, મઢી દીધા અંગુઠીમાં.
જાપાન વીજાણુ યંત્રો થકી, સમૃદ્ધ બન્યું જગમાં;
આપણે વૈભવલક્ષ્મીનાં વ્રતો કરી, ગરીબી રાખી ઘરમાં.
અમેરીકા વૈજ્ઞાનિ અભીગમથી બળવાન બન્યો વિશ્વમાં;
આપણે ધાર્મિક કર્મકાંડો થકી, કંગાળ બન્યા દેશમાં.
શ્ચિમે પરીશ્રમ થકી, સ્વર્ગ ઉતાર્યું લોકમાં;
આપણે પુજાપાઠભક્તી કરી, સ્વર્ગ રાખ્યું પરલોકમાં.
ઍડવર્ડ જેનરે રસી શોધી, શીતળા નાબુદ કર્યા જગમાં;
આપણે શીતળાનાં મંદીર બાંધી, મુર્ખ ઠર્યા આખા જગમાં.
પર્યાવરણપ્રદુષણથી જયારે જગત આખું છે ચીંતામાં;
આપણે વૃક્ષો જંગલો કાપી, લાકડાં ખડક્યાં ચીતામાં..
વાસ્તુશાસ્ત્રનો દંભ ને વળગાડ, લોકોને પીડે દેશમાં;
ફાલતુશાસ્ત્ર છે , છેતરાશો નહીં, ઠગનારા ઘણા છે દેશમાં.
સાયંટીફીકલી બ્લડ ચૅક કરી, ઍંગેજમેન્ટ કરે પશ્ચીમમાં
સંતાનોને ફસાવી જન્મકુંડળીમાં, લગ્નકુંડાળાં થાય દેશમાં.
લસણડુંગળીબટાકા ખાવાથી પાપ લાગે દેશમાં,
આખી ને આખી બેન્ક ખાવા છતાં પાપ લાગે દેશમાં

hindu dharm jano



kakko juao to shu kahe chhe ???


slide13-300x225
કહે છે કલેશ કરો.
કહે છે ખરાબ કરો.
કહે છે ગર્વ કરો.
કહે છે ઘમંડ કરો
કહે છે ચિંતા કરો.
કહે છે છળથી દૂર રહો.
કહે છે જવાબદારી નિભાવો.
કહે છે ઝઘડો કરો.
કહે છે ટીકા કરો.
કહે છે ઠગાઇ કરો.
કહે છે કયારેય ડરપોક બનો.
કહે છે કયારેય બનો.
કહે છે બીજાને તુચ્છકારો નહીં.
કહે છે થાકો નહીં.
કહે છે દીલાવર બનો.
કહે છે ધમાલ કરો.
કહે છે નમ્ર બનો.
કહે છે પ્રેમાળ બનો.
કહે છે ફુલાઇ જાઓ.
કહે છે બગાડ કરો.
કહે છે ભારરૂપ બનો.
કહે છે મધૂર બનો.
કહે છે યશસ્વી બનો.
કહે છે રાગ કરો.
કહે છે લોભી બનો.
કહે છે વેર રાખો.
કહે છે કોઇને શત્રુ માનો.
કહે છે હંમેશા સાચુ બોલો.
કહે છે હંમેશા ષટ્કાયના જીવની રક્ષા કરો.
કહે છે હંમેશા હસતા રહો.
ક્ષકહે છે ક્ષમા આપતા શીખો.
જ્ઞકહે છે જ્ઞાની બનો.