ધોરણ - 7
પાઠ 6 મધ્યયુગીન શાસન વ્યવસ્થા અને સ્થાપત્ય
હેમ્ચાન્દ્ર।ચાર્ય

તાંજોર નું મંદિર
પાઠ 6 મધ્યયુગીન શાસન વ્યવસ્થા અને સ્થાપત્ય
હેમ્ચાન્દ્ર।ચાર્ય
તાંજોર નું મંદિર
BH]ZFCM
D\lNZ
બેફામ તોયે કેટલું થાકી જવું પડ્યું
નહિ તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી
-બરકત વિરાણી બેફામ
રડ્યા બેફામ સૌ મારા મરણ પર એ જ કારણથી હતો મારો જ એ અવસર ને મારી હાજરી નહોતી -બરકત વિરાણી બેફામ આ બધાં બેફામ જે આજે રડે છે મોત પર એ બધાંએ જિંદગી આખી રડાવ્યો છે મને -બરકત વિરાણી બેફામ કદર શું માંગુ જીવનની એ જગત પાસે કે જ્યાંનાં લોકો સૌ કેવળ મરેલાને વખાણે છે -બરકત વિરાણી બેફામજીવ્યો છું ત્યાં સુધી કાંટા જ વેઠ્યા છે સદા બેફામ કબર પર ફુલ મૂકીને ન કરજો મશ્કરી મારી -બરકત વિરાણી બેફામ ઓ હૃદય તેં પણ ભલા કેવો ફસાવ્યો મને જે નથી મારાં બન્યાં એનો બનાવ્યો છે મને -બરકત વિરાણી બેફામ ખુદા તારી કસોટીની પ્રથા સારી નથી હોતી કે સારા હોય છે એની દશા સારી નથી હોતી -બરકત વિરાણી બેફામ દુઃખ ને સુખ અંતમાં તાસીરમાં સરખાં નીકળ્યા સાર તકદીર ને તદબીરમાં સરખાં નીકળ્યા કે મળ્યાં અશ્રુ ને પ્રસ્વેદ ઉભય નીર રૂપે સ્વાદ પણ બેયના એ નીરમાં સરખા નીકળ્યાં -બરકત વિરાણી બેફામ સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી ચણાયેલી ઈમારત એના નકશામાં નથી હોતી ગઝલમાં એ જ કારણથી હું મૌલિક હોઉં છું બેફામ પીડા મારાં દુઃખોની કોઈ બીજામાં નથી હોતી -બરકત વિરાણી બેફામ એક મારો અંશ મારાથી જે પર બની ગયો પાપી જગતની દ્રષ્ટિએ ઈશ્વર બની ગયો -બરકત વિરાણી બેફામ
મને આ જોઈને હસવું હજારો વાર આવે છે
પ્રભુ તારા બનાવેલા તને આજે બનાવે છે
-હરજી લવજી દામાણી શયદા
જેનાં કદમ અસ્થિર હો એને રસ્તો કદી નથી જડતો
અડગ મનના પ્રવાસીને હિમાલય પણ નથી નડતો
સદા સંસારીઓ પર શ્રાપ છે સંતાપ સહેવાનો
ધરાથી દૂર ઉડનારાને પડછાયો નથી નડતો
-શૂન્ય પાલનપુરી

હો રંગ રસિયા!
હો રંગ રસિયા! ક્યાં રમી આવ્યા રાસ જો આંખલડી રાતી ને ઉજાગરો ભારે કીધો આજ અમે ગ્યા’તા સોનીડાને હાટ જો આ ઝાલઝૂમણા વહોરતાંને, વ્હાણલાં વાહી ગયાં હો રંગ રસિયા! ક્યાં રમી આવ્યા રાસ જો આંખલડી રાતી ને ઉજાગરો ભારે કીધો આજ અમે ગ્યા’તા મણિયારાને હાટ જો આ ચૂડલડો ઉતરાવતાં, વ્હાણલાં વાહી ગયાં હો રંગ રસિયા! ક્યાં રમી આવ્યા રાસ જો આંખલડી રાતી ને ઉજાગરો ભારે કીધો આજ અમે ગ્યા’તાં કસુંબીને હાટ જો આ ચૂંદલડી વહોરતાંને, વ્હાણલાં વાહી ગયાં હો રંગ રસિયા! ક્યાં રમી આવ્યા રાસ જો આંખલડી રાતી ને ઉજાગરો ભારે કીધો આજ અમે ગ્યા’તાં મોચીડાને હાટ જો આ મોજડિયું મૂલવતાંને, વ્હાણલાં વાહી ગયાં હો રંગ રસિયા! ક્યાં રમી આવ્યા રાસ જો આંખલડી રાતી ને ઉજાગરો ભારે કીધોક્લીક કરો અને સાંભળોઃ Ho_Rang_Rasia- Hemu_Gadhavi&Chorus.mp3હો મારવાડા તમે એક વાર મારવાડ જાજો રે મારવાડા તમે મારવાડથી મેંદી લાવજો રે મારવાડા તમે ઓલું લાવજો, પેલું લાવજો પાન સોપારી પાનના બીડાં, એલચી દાણા હોં કે પેલું લાવજો રે, મારવાડા તમે એક વાર જામનગર જાજો રે મારવાડા તમે જામનગરથી લેરિયું લાવજો રે મારવાડા તમે ઓલું લાવજો, પેલું લાવજો પાન સોપારી પાનના બીડાં, એલચી દાણા હોં કે પેલું લાવજો રે, મારવાડા તમે કચકડાની બંગડી લાવજો રે મારવાડા તમે એક વાર ઘોઘા જાજો રે મારવાડા તમે ઘોઘાના ઘૂઘરા લાવજો રે મારવાડા તમે ઓલું લાવજો, પેલું લાવજો પાન સોપારી પાનના બીડાં, એલચી દાણા હોં કે પેલું લાવજો રે, મારવાડા તમે કચકડાની ડાબલી લાવજો રે મારવાડા તમે એક વાર પાટણ જાજો રે મારવાડા તમે પાટણથી પટોળા લાવજો રે મારવાડા તમે ઓલું લાવજો, પેલું લાવજો પાન સોપારી પાનના બીડાં, એલચી દાણા હોં કે પેલું લાવજો રે, મારવાડા તમે કચકડાની કાંસકી લાવજો રે મારવાડા તમે એક વાર ચિત્તળ જાજો રે મારવાડા તમે ચિત્તળથી ચૂંદડી લાવજો રે મારવાડા તમે ઓલું લાવજો, પેલું લાવજો પાન સોપારી પાનના બીડાં, એલચી દાણા હોં કે પેલું લાવજો રે, મારવાડા તમે એક વાર મારવાડ જાજો રે મારવાડા તમે મારવાડથી મેંદી લાવજો રે મારવાડા
ક્લીક કરો અને સાંભળોઃ Tame_Ek_Var_Marvad.mp3
સોના વાટકડી રે સોના વાટકડી રે કેસર ઘોળ્યાં વાલમિયા લીલો તે રંગનો છોડ રંગમાં રોળ્યાં વાલમિયા નાક પરમાણે નથડી સોઈ રે વાલમિયા ટીલડીની બબ્બે તારે જોડ રંગમાં રોળ્યાં વાલમિયા કાન પરમાણે ઠોળીયાં સોઈ રે વાલમિયા વેળિયાની બબ્બે તારે જોડ રંગમાં રોળ્યાં વાલમિયા ડોક પરમાણે હારલાં સોઈ રે વાલમિયા તુળસીની બબ્બે તારે જોડ રંગમાં રોળ્યાં વાલમિયા હાથ પરમાણે ચૂડલાં સોઈ રે વાલમિયા ગુજરીની બબ્બે તારે જોડ રંગમાં રોળ્યાં વાલમિયા કેડ પરમાણે ઘાઘરો સોઈ રે વાલમિયા ઓઢણીની બબ્બે તારે જોડ રંગમાં રોળ્યાં વાલમિયા પગ પરમાણે કડલાં સોઈ રે વાલમિયા કાબિયુંની બબ્બે તારે જોડ રંગમાં રોળ્યાં વાલમિયા સોના વાટકડી રે કેસર ઘોળ્યાં વાલમિયા લીલો તે રંગનો છોડ રંગમાં રોળ્યાં વાલમિયા
ક્લીક કરો અને સાંભળોઃ Sona_Vatakadi_Re-
હે રંગલો જામ્યો હે રંગલો જામ્યો કાલિંદરીને ઘાટ છોગાળા તારા હો રે છબીલા તારા હો રે રંગીલા તારા રંગભેરુ જુએ તારી વાટ રંગલો જામ્યો કાલિંદરીને ઘાટ હે હાલ્ય હાલ્ય હાલ્ય વહી જાય રાત વાતમાં ને, માથે પડશે પરભાત છોગાળા તારા હો રે છબીલા તારા હો રે રંગીલા તારા રંગભેરુ જુએ તારી વાટ રંગલો જામ્યો કાલિંદરીને ઘાટ હે રંગરસીયા હે રંગરસીયા તારો રાહડો માંડી ને, ગામને છેવાડે બેઠાં કાના તારી ગોપલીએ, તારે હાટુ તો કામ બધા મેલ્યાં હેઠાં હે તને બરકે તારી જશોદા તારી માત છોગાળા તારા હો રે છબીલા તારા હો રે રંગીલા તારા રંગભેરુ જુએ તારી વાટ રંગલો જામ્યો કાલિંદરીને ઘાટ મારા પાલવનો છેડલો મેલ, છોગાળા ઓ છેલ કે મન મારું મલકે છે એ હું મોરલો ને તું તો મારી ઢેલ હું છોડવો તું વેલ કે મન મારું ધડકે છે રંગલો જામ્યો કાલિંદરીને ઘાટ છોગાળા તારા હો રે છબીલા તારા હો રે રંગીલા તારા રંગભેરુ જુએ તારી વાટ સ્વરઃ પુરુષોત્તમ ઉપાધ્યાય ગીત-સંગીતઃ અવિનાશ વ્યાસક્લીક કરો અને સાંભળોઃ Hey_Ranglo_Jamyo.mp3મણિયારો તે હલું હલું હાં…મણિયારો તે મણિયારો તે હલુ હલુ થઈ રે વિયો રે… મુઝા દલડાં ઉદાસીમાં હોય રે છેલ મુઝો, વરગાણી મણિયારો હે છેલ મુઝો, પરદેશી મણિયારો… મણિયારો હાં……..મણિયારો તે કળાયેલ મોરલો રે કાંઈ હું રે ઢળકતી ઢેલ રે છેલ મુઝો, વરગાણી મણિયારો…. મણિયારો હાં……..મણિયારો તે મહેરામણ મીઠડો કંઈ હું તો સમદરિયાની લહેર રે હેલ મુઝો, હાલારી મણિયારો… મણિયારો હાં……..મણિયારો જી અષાઢી મેહુલો રે કાંઈ હું તો વાદળ કેરી વીજ રે હેલ મુઝો, હાલારી મણિયારો… મણિયારો હાં……..અણિયાળી રે ગોરી તારી આંખડી રે હાં રે આંજેલ એમાં મેશ રે હેલ મુઝો, વરણાગી મણિયારો હેલ મુઝો, હાલારી મણિયારો… મણિયારો હાં……..મણિયારો તે અડાબીડ આંબલો ને કાંઈ હું રે કોયલડીનો કંઠ રે છેલ મુઝો, હાલારી મણિયારો હે છેલ મુઝો, પરદેશી મણિયારો… મણિયારો હાં……..પનિહારીનું ઢળકતું બેડલું રે કાંઈ હું રે, છલકતું એમાં નીર રે છેલ મુઝો, વરણાગી મણિયારો છેલ મુઝો, હાલારી મણિયારો… મણિયારોક્લીક કરો અને સાંભળોઃ Maniyaro-Harshida_Rawal&Prafull_Dave.mp3તું કાળી ને કલ્યાણી રે મા તું કાળી ને કલ્યાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા તું ચારે યુગમાં ગવાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા તને પહેલાં તે યુગમાં જાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા તું શંકરની પટરાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા તું ભસ્માસુર હરનારી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા તને બીજા તે યુગમાં જાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા તું હરિશ્ચંદ્ર ઘરે પટરાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા તને ત્રીજા તે યુગમાં જાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા તું રામચંદ્ર ઘેર પટરાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા તું રાવણને રોળનારી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા તને ચોથા તે યુગમાં જાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા તું પાંડવ ઘેર પટરાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા તું કૌરવકુળ હણનારી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા તું કાળી ને કલ્યાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા
ક્લીક કરો અને સાંભળોઃ Kali_Ne_Kalyani.mp3હે મારે મહિસાગરને આરે હે મારે મહિસાગરને આરે ઢોલ વાગે સે વાગે સે, ઢોલ વાગે સે હે મારે મહિસાગરને આરે ઢોલ વાગે સે ગામ ગામનાં સોનીડા આવે સે એ આવે સે, હુ લાવે સે મારા માની નથણીયું લાવે સે મારે મહિસાગરને આરે ઢોલ વાગે સે ગામ ગામનાં સુથારી આવે સે એ આવે સે, હુ લાવે સે મારી માનો બાજોઠીયો લાવે સે મારે મહિસાગરને આરે ઢોલ વાગે સે ગામ ગામનાં દોશીડા આવે સે એ આવે સે, હુ લાવે સે મારી માની ચુંદડીયો લાવે સે મારે મહિસાગરને આરે ઢોલ વાગે સે હે મારે મહિસાગરને આરે ઢોલ વાગે સે વાગે સે, ઢોલ વાગે સે હે મારે મહિસાગરને આરે ઢોલ વાગે સેક્લીક કરો અને સાંભળોઃ Mare_Mahisagar_Ne_Are.mp3અમે મૈયારા રે…ગોકુળ ગામનાં અમે મૈયારા રે… ગોકુળ ગામનાં મારે મહિ વેચવાને જાવા મૈયારા રે… ગોકુળ ગામનાં મથુરાની વાટ મહિ વેચવાને નીસરી નટખટ એ નંદકિશોર માગે છે દાણ જી હે… મારે દાણ દેવા, નઇ લેવા મૈયારા રે… ગોકુળ ગામના યમુનાને તીર વા’લો વાંસળી વગાડતો ભુલાવી ભાન સાન ઉંઘતી જગાડતો હે… મારે જાગી જોવું ને જાવું મૈયારા રે… ગોકુળ ગામનાં માવડી જશોદાજી કાનજીને વાળો દુ:ખડા હજાર દીએ નંદજીનો લાલો હે… મારે દુ:ખ સહેવા, નઇ કેહવા મૈયારા રે… ગોકુળ ગામનાં નરસિંહનો નંદકિશોર નાનકડો કાનજી ઉતારે આતમથી ભવ ભવનો ભાર જી નિર્મળ હૈયાની વાત કહેવા મૈયારા રે… ગોકુળ ગામનાં અમે મૈયારા રે… ગોકુળ ગામનાં મારે મહિ વેચવાને જાવા મૈયારા રે… ગોકુળ ગામનાંક્લીક કરો અને સાંભળોઃ Ame_Maiyara_Re॥ માનો ગરબો રે રમે રાજ ને દરબાર ॥માનો ગરબો રે , રમે રાજને દરબાર રમતો ભમતો રે આવ્યો કુંભારીને દ્વાર એલી કુંભારીની નાર તું તો સુતી હોય તો જાગ માને ગરબે રે રૂડા કોડિયાં મેલાવ માનો ગરબો રે , રમે રાજને દરબાર રમતો ભમતો રે આવ્યો સોનીડાને દ્વાર એલી સોનીડાની નાર તું તો સુતી હોય તો જાગ માને ગરબે રે રૂડા જાળીયા મેલાવ માનો ગરબો રે , રમે રાજને દરબાર રમતો ભમતો રે આવ્યો ઘાંચીડાને દ્વાર એલી ઘાંચીડાની નાર તું તો સુતી હોય તો જાગ માને ગરબે રે રૂડા દિવેલીયા પુરાવ માનો ગરબો રે, રમે રાજને દરબારક્લીક કરો અને સાંભળોઃ Maan_No_Garbo-Sheela_Shethiya.mp3મારો સોનાનો, ઘડુલો રે
મારો સોનાનો, ઘડુલો રે હા, પાણીડાં છલકે છે હા,પાણીડાં છલકે છે હે ઘૂંઘટની ઓરકોર હે પાલવની ઓરકોર ગોરું મુખલડું મલકે છે હા, પાણીડાં છલકે છે હે પચરંગી પાઘડી વા'લાને બહુ શોભે રાજ હે નવરંગી ચૂંદડી ચટકે ને મન મોહે રાજ હે ઘૂંઘટની ઓરકોર હે પાલવની ઓરકોર ગોરું મુખલડું મલકે છે હા, પાણીડાં છલકે છે મારો સોનાનો, ઘડુલો રે હા, પાણીડાં છલકે છે હા,પાણીડાં છલકે છે હે અંગે અંગરખું વા'લાને બહુ શોભે રાજ હે રેશમનો ચણિયો ચટકે ને મન મોહે રાજ હે ઘૂંઘટની ઓરકોર હે પાલવની ઓરકોર ગોરું મુખલડું મલકે છે હા, પાણીડાં છલકે છે મારો સોનાનો, ઘડુલો રે હા, પાણીડાં છલકે છે હા,પાણીડાં છલકે છે હે માથડિયે ઝૂલફાં વા'લાને બહુ શોભે રાજ હે અંબોડે ફૂલડાં ચટકે ને મન મોહે રાજ હે ઘૂંઘટની ઓરકોર હે પાલવની ઓરકોર ગોરું મુખલડું મલકે છે હા, પાણીડાં છલકે છે મારો સોનાનો, ઘડુલો રે હા, પાણીડાં છલકે છે હા,પાણીડાં છલકે છેક્લીક કરો અને સાંભળોઃ Maro_Sona_No_Ghaduloઝૂલે ઝૂલે છે ગબ્બરની માત ઝૂલે ઝૂલે છે ગબ્બરની માત અંબા ઝૂલે છે ઝૂલે ઝૂલે છે ગબ્બરની માત અંબા ઝૂલે છે માને ઝૂલે તે ઝૂલવાની હોંશ ઘણી ભક્તો ઝૂલાવે ખમ્મા ખમ્મા કહી ભક્તો ગાયે ને ખુશી થાય અંબા ઝૂલે છે ઝૂલે ઝૂલે છે ગબ્બરની માત અંબા ઝૂલે છે માને દરવાજે નોબત ગડ ગડે વળી શરણાયુંના સૂર સાથે ભળે રાસ મસ્તીના સૂર સંભળાય અંબા ઝૂલે છે ઝૂલે ઝૂલે છે ગબ્બરની માત અંબા ઝૂલે છે માએ સોળ આભૂષણ અંગે ધર્યાં ભાલે કુમકુમ કેસરના અર્ચન કર્યાં હાથે ખડગ ત્રિશુલ સોહાય અંબા ઝૂલે છે ઝૂલે ઝૂલે છે ગબ્બરની માત અંબા ઝૂલે છે માને તેજે ભાનુ દેવ ઝાંખા પડે બ્રહ્મા, વિષ્ણુ, સદાશીવ જેવા ભજે માની સૌ દેવો આરતી ગાય અંબા ઝૂલે છે ઝૂલે ઝૂલે છે ગબ્બરની માત અંબા ઝૂલે છે માજી ચાલે ત્યાં કુમકુમનાં પગલાં પડે માજી બોલે ત્યાં મુખડેથી ફૂલડાં ઝરે ભક્તો જોઈને વિસરે ભાન અંબા ઝૂલે છે ઝૂલે ઝૂલે છે ગબ્બરની માત અંબા ઝૂલે છે માના સોના-હીંડોળે રત્નો જડ્યાં માંએ સાચાં મોતીના તોરણ બાંધ્યાં મહીં ઝળકે છે તેજ અપાર અંબા ઝૂલે છે ઝૂલે ઝૂલે છે ગબ્બરની માત અંબા ઝૂલે છે આજ શોભા આરાસુરની નવલી બની આવો આવો સૌ નર નારી સાથે મળી ગરબો ગાયે ને મા ખુશી થાય અંબા ઝૂલે છે ઝૂલે ઝૂલે છે ગબ્બરની માત અંબા ઝૂલે છેક્લીક કરો અને સાંભળોઃ Zule_Zule_Chhe_Gabbar_Ni.mp3આસો માસો શરદ પૂનમની રાત આસો માસો શરદ પૂનમની રાત જો ચાંદલિયો ઊગ્યો રે સખી મારા ચોકમાં સસરો મારો ઓલા જનમનો બાપ જો સાસુ રે ઓલા જનમની માવડી જેઠ મારો અષાઢીલો મેઘ જો જેઠાણી ઝબૂકે વાદળ વીજળી દેર મારો દેરાસરનો દેવ જો દેરાણી દેરાસર કેરી પૂતળી નણંદ મારી વાડી માયલી વેલ જો નણદોઈ મારો પારસ પીપળો પરણ્યો મારો સગી નણંદનો વીર જો તાણીને બાંધે નવરંગ પાઘડી આસો માસો શરદ પૂનમની રાત જો ચાંદલિયો ઊગ્યો રે સખી મારા ચોકમાંક્લીક કરો અને સાંભળોઃ Aaso_Maso_Sharad_Punam_Ni_Raat.mp3
મેંદી તે વાવી માળવે ને, એનો રંગ ગયો ગુજરાત રે
મેંદી રંગ લાગ્યો
નાનો દિયરડો લાડકો જે, કંઇ લાવ્યો મેંદીનો છોડ રે
મેંદી રંગ લાગ્યો
વાટી ઘૂંટીને ભર્યો વાટકો ને, ભાભી રંગો તમારા હાથ રે
મેંદી રંગ લાગ્યો
હાથ રંગીને વીરા શું રે કરું? એનો જોનારો પરદેશ રે
મેંદી રંગ લાગ્યો
લાખ ટકા આલું રોકડા, કોઈ જાવ જો દરિયા પાર રે
મેંદી રંગ લાગ્યો
શોક્યના સાહ્યબાને જઈ એટલું કેજો તારી બેની પરણે ઘરે આવ્ય રે
મેંદી રંગ લાગ્યો
બેની પરણે તો ભલે પરણે એની ઝાઝા દી રોકજો જાન રે
મેંદી રંગ લાગ્યો
શોક્યના સાહ્યબાને જઈ એટલું કેજો તારો વીરો પરણે ઘરે આવ્ય રે
મેંદી રંગ લાગ્યો
વીરો પરણે તો ભલે પરણે એની જાડેરી જોડજો જાન રે
મેંદી રંગ લાગ્યો
શોક્યના સાહ્યબાને જઈ એટલું કેજો તારી માડી મરે ઘરે આવ્ય રે
મેંદી રંગ લાગ્યો
માડી મરે તો ભલે મરે એને બાળજો બોરડી હેઠ રે
મેંદી રંગ લાગ્યો
શોક્યના સાહ્યબાને જઈ એટલું કેજો કે તારી માનેતીની ઊઠી આંખ રે
મેંદી રંગ લાગ્યો
હાલો સિપાઈઓ, હાલો બંધુડા, હવે હલકે બાંધો હથિયાર રે
મેંદી રંગ લાગ્યો
મેંદી તે વાવી માળવે ને, એનો રંગ ગયો ગુજરાત રે
મેંદી રંગ લાગ્યો રે
ગીતઃ ઈન્દુલાલ ગાંધી
ક્લીક કરો અને સાંભળોઃ
વાદલડી વરસી રે
વાદલડી વરસી રે સરોવર છલી વળ્યાં
હે સાસરિયામાં મ્હાલવું રે
પિયરીયાથી છુટાં પડ્યા
હે વાદલડી વરસી રે સરોવર છલી વળ્યાં
મારા પગ કેરાં કડલાં રે
વીરો મારો લેવા હાલ્યો
હે વીરા લઇને વેલો આવજે રે
સાસરિયા મારા ઘેરે બેઠા
હે વાદલડી વરસી રે સરોવર છલી વળ્યાં
મારા હાથ કેરી ચૂડલી રે
વીરો મારો લેવા હાલ્યો
હે વીરા લઇને વેલો આવજે રે
સાસરિયા મારા ઘેરે બેઠા
હે વાદલડી વરસી રે સરોવર છલી વળ્યાં
મારી ડોક કેરો હારલો રે
વીરો મારો લેવા હાલ્યો
હે વીરા લઇને વેલો આવજે રે
સાસરિયા મારા ઘેરે બેઠા
હે વાદલડી વરસી રે સરોવર છલી વળ્યાં
મારા નાક કેરી નથણી રે
વીરો મારો લેવા હાલ્યો
હે વીરા લઇને વેલો આવજે રે
સાસરિયા મારા ઘેરે બેઠા
હે વાદલડી વરસી રે સરોવર છલી વળ્યાં
વાદલડી વરસી રે સરોવર છલી વળ્યાં
હવે સાસરિયે જાવું રે
પિયરીયામાં મહાલી રહ્યાં
હે વાદલડી વરસી રે સરોવર છલી વળ્યાં
ક્લીક કરો અને સાંભળોઃ
Vadaladi_Varsi_Re-Hema_Desai.mp3
નટવર નાનો રે નટવર નાનો રે કાનો રમે છે મારી કેડમાં નંદકુંવર શ્યામકુંવર લાલકુંવર ફુલકુંવર નાનો રે ગેડીદડો કાનાના હાથમાં નટવર નાનો રે કાનો રમે છે મારી કેડમાં ક્યો તો ગોરી ચિત્તળની ચૂંદડી મંગાવી દઉં ચૂંદડીનો વહોરનાર રે કાનો રમે છે મારી કેડમાં નટવર નાનો રે કાનો રમે છે મારી કેડમાં ક્યો તો ગોરી નગરની નથડી મંગાવી દઉં નથડીનો વહોરનાર રે કાનો રમે છે મારી કેડમાં નટવર નાનો રે કાનો રમે છે મારી કેડમાં ક્યો તો ગોરી ઘોઘાના ઘોડલા મંગાવી દઉં ઘોડલાનો વહોરનાર રે કાનો રમે છે મારી કેડમાં નટવર નાનો રે કાનો રમે છે મારી કેડમાં ક્યો તો ગોરી હાલારના હાથીડા મંગાવી દઉં હાથીડાનો વહોરનાર રે કાનો રમે છે મારી કેડમાં નટવર નાનો રે કાનો રમે છે મારી કેડમાં નટવર નાનો રે કાનો રમે છે મારી કેડમાં નટવર નાનો રે કાનો રમે છે મારી કેડમાંક્લીક કરો અને સાંભળોઃ Natawar_Nano_Re.mp3
આસો માસો શરદ પૂનમની રાત આસો માસો શરદ પૂનમની રાત જો ચાંદલિયો ઊગ્યો રે સખી મારા ચોકમાં સસરો મારો ઓલા જનમનો બાપ જો સાસુ રે ઓલા જનમની માવડી જેઠ મારો અષાઢીલો મેઘ જો જેઠાણી ઝબૂકે વાદળ વીજળી દેર મારો દેરાસરનો દેવ જો દેરાણી દેરાસર કેરી પૂતળી નણંદ મારી વાડી માયલી વેલ જો નણદોઈ મારો પારસ પીપળો પરણ્યો મારો સગી નણંદનો વીર જો તાણીને બાંધે નવરંગ પાઘડી આસો માસો શરદ પૂનમની રાત જો ચાંદલિયો ઊગ્યો રે સખી મારા ચોકમાંક્લીક કરો અને સાંભળોઃ Aaso_Maso_Sharad_Punam_Ni_Raat.mp3
ઘોર અંધારી રે રાતલડીમાં ઘોર અંધારી રે રાતલડીમાં નીકળ્યા ચાર અસવાર ઘોર અંધારી રે રાતલડીમાં નીકળ્યા ચાર અસવાર લીલે ઘોડે રે કોણ ચડે મા રાંદલનો અસવાર રાંદલ માવડી રે રણે ચડ્યાં મા સોળ સજી શણગાર સવા મણનું રે સુખલડું મા અધમણની કુલેર રમજો રમજો રે ગોરણિયું તમે રમજો સારી રાત ઘોર અંધારી રે રાતલડીમાં નીકળ્યા ચાર અસવાર કાળે ઘોડે રે કોણ ચડે મા કાળકાનો અસવાર કાળકા માવડી રે રણે ચડ્યાં મા સોળ સજી શણગાર સવા મણનું રે સુખલડું મા અધમણની કુલેર રમજો રમજો રે ગોરણિયું તમે રમજો સારી રાત ઘોર અંધારી રે રાતલડીમાં નીકળ્યા ચાર અસવાર ધોળે ઘોડે રે કોણ ચડે મા બહુચરનો અસવાર બહુચર માવડી રે રણે ચડ્યાં મા સોળ સજી શણગાર સવા મણનું રે સુખલડું મા અધમણની કુલેર રમજો રમજો રે ગોરણિયું તમે રમજો સારી રાત ઘોર અંધારી રે રાતલડીમાં નીકળ્યા ચાર અસવાર રાતે ઘોડે રે કોણ ચડે મા હર્ષદનો અસવાર હર્ષદ માવડી રે રણે ચડ્યાં મા સોળ સજી શણગાર સવા મણનું રે સુખલડું મા અધમણની કુલેર રમજો રમજો રે ગોરણિયું તમે રમજો સારી રાત ઘોર અંધારી રે રાતલડીમાં નીકળ્યા ચાર અસવાર ઘોર અંધારી રે રાતલડીમાં નીકળ્યા ચાર અસવારક્લીક કરો અને સાંભળોઃ Ghor_Andhari_Re.mp3
સાચી રે મારી સત રે ભવાની મા સાચી રે મારી સત રે ભવાની મા, અંબા ભવાની મા હું તો તારી સેવા કરીશ મૈયા લાલ નવ નવ નોરતાં પૂજાઓ કરીશ મા વિરાટનો ગરબો તારો ઝીલીશ મૈયા લાલ સાચી રે મારી સત રે ભવાની મા, અંબા ભવાની મા જ્યોતિમાં એક તારી છે જ્યોતિ માતા સતનું ચમકે છે મોતી માડી રે મારી શક્તિ ભવાની મા હું તો તારી આરતી ઉતારું મૈયા લાલ સાચી રે મારી સત રે ભવાની મા, અંબા ભવાની મા શક્તિ રે તું તો જગની જનેતા મા ભોળી ભવાની મા અંબા ભવાની માત હું તો તારા પગલાં પૂજીશ મૈયા લાલ સાચી રે મારી સત રે ભવાની મા, અંબા ભવાની મા જગમાં તેં જ એક માયા રચાવી દર્શન દેવા તું સામે રે આવી માડી રે આવો રમવા ભવાની મા હું તો તારાં વારણાં લઈશ મૈયા લાલ સાચી રે મારી સત રે ભવાની મા, અંબા ભવાની માક્લીક કરો અને સાંભળોઃ Sachi_Re_Mari_Ambe.mp3
