સુવિચાર :- "ન એને ચવાલેયો ઈતિહાસ આપીએ, દિશાઓ ખૂલે એવો અજવાસ આપીએ,આપણી સીમાઓ ન દેખાડીએ એમને, એ તો વિદ્યાર્થી છે, એને તો આકાશ આપીએ.

સુવિચાર :- "સમય પણ શીખવે છે અને શિક્ષક પણ શીખવે છે,પણ બન્નેમાં ફર્ક એ છે કે શિક્ષક શીખવીને પરીક્ષા લે છે જયારે સમય પરીક્ષા લઈને શીખવે છે."

Monday, September 23, 2013

અભ્યાસક્રમ ધો ૧ થી ૫

અભ્યાસક્રમ ધો ૧ થી ૫
ધો.૧થી ૫ના નવા પુસ્તકો ૨૦૧૪થી અમલમાં આવશે
અમદાવાદ,તા.૨૩
નેશનલ ક્યોરિક્યુલમ ફ્રેમવર્ક -૨૦૦૫ અનુસાર ગુજરાતમાં ધોરણ ૧ થી ૧૨ સુધીના અભ્યાસક્રમ તૈયાર કરાયા છે. ૨૦૧૪ના શૈક્ષણિક સત્રથી ગુજરાતમાં ધોરણ ૧ થી ૫ સુધી તૈયાર કરાયેલ અભ્યાસક્રમના નવા પાઠયપુસ્તકો અમલમાં મૂકાશે.
*.રાજ્યના ૨૫ તાલુકાના વિદ્યાર્થીઓને પ્રાયોગિક ધોરણે આ પાઠયપુસ્તકો ભણાવાયા બાદ નિર્ણય
ગુજરાતના દરેક જિલ્લાના એક તાલુકામાં પ્રાયોગિક ધોરણે જ ધો.૧ થી ૫ના નવા અભ્યાસક્રમને આધારે તૈયાર કરાયેલાં પાઠયપુસ્તકો અમલમાં મૂકાયા હતાં. આ પાઠયપુસ્તકોના ફીડબેક પણ આ તાલુકાઓના વાલીઓ,શિક્ષકો અને તજજ્ઞો પાસેથી મંગાવવામાં આવ્યા હતાં. આ માટે ગુજરાત રાજ્ય પાઠયપુસ્તક મંડળ અને અભ્યાસક્રમ તૈયાર કરનાર જીસીઈઆરટીના સભ્યોની ત્રિ-દિવસીય સમીક્ષા બેઠક અડાલજ સ્થિત ત્રિમંદિર ખાતે યોજાઈ હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે પ્રાયોગિક ધોરણે પાઠયુપુસ્તકો અમલમાં મુકાયા હતાં તેમાં ખાસ કરીને શિક્ષકો દ્વારા કેટલાક સૂચનો કરાયા હતાં. જેમાં મોટાભાગન સૂચનો જોડણીલક્ષી ભૂલો તરફ અંગુલી નિર્દેશ કરતાં હતાં. જોકે,પાઠયુપુસ્તકોના કન્ટેન્ટ અંગે મોટા ભાગના સૂચનો હકારાત્મક આવ્યા હતાં.
રાજ્યના દરેક જિલ્લાના તજજ્ઞો,વાલીઓ અને શિક્ષકો દ્વારા જે સૂચનો આવ્યા છે તે સૂચનોને પણ ધ્યાનમાં લેવાશે. ઉપરાંત પાઠયપુસ્તકનો કન્ટેન્ટ મજબૂત બને અને વિદ્યાર્થી અને શિક્ષકોને સરળતા રહે તે પ્રકારના તમામ સૂચનોનો અમલ પાઠયપુસ્તકની નવી આવૃતિમાં કરાશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે,ધોરણ ૬ થી ૮ના પાઠયપુસ્તકો નવા અભ્યાસરક્રમ પ્રમાણે અમલમાં મુકાઈ ગયા છે.