સુવિચાર :- "ન એને ચવાલેયો ઈતિહાસ આપીએ, દિશાઓ ખૂલે એવો અજવાસ આપીએ,આપણી સીમાઓ ન દેખાડીએ એમને, એ તો વિદ્યાર્થી છે, એને તો આકાશ આપીએ.

સુવિચાર :- "સમય પણ શીખવે છે અને શિક્ષક પણ શીખવે છે,પણ બન્નેમાં ફર્ક એ છે કે શિક્ષક શીખવીને પરીક્ષા લે છે જયારે સમય પરીક્ષા લઈને શીખવે છે."

Saturday, January 19, 2013

મોબાઈલ કેમેરાનો વેબકેમ તરીકે ઉપયોગ કરો..

મોબાઈલ કેમેરાનો વેબકેમ તરીકે ઉપયોગ કરો..


મોબાઈલનો કેમેરો, વેબકેમ તરીકે ઉપયોગ કરો 

ઈન્ટરનેટનો વ્યાપ ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે. ઇન્ટરનેટનો શબ્દ સાંભળતાં પહેલા જ બે શબ્દો યાદ આવે chatting અને e-mail. એમાં પણ video અને voice chat ની મજા જ કંઇક અલગ છે. દેશ-વિદેશમાં રહેતા સગા-સંબધીઓ જોડે પહેલા ફોન પર વાત થતી હતી. ત્યારબાદ text chatting દ્વારા વાતો કરવાની નાણાંકીય રીતે સસ્તી પાડવા લાગી. હવે તો video અને voice chat દ્વારા કોઈ દૂર લાગતું જ નથી. Video chat કરવા માટે Webcam ની જરૂરીયાત રહે છે. હાલમાં પણ એવા ઘણા ઈન્ટરનેટ ઉપયોગકર્તા છે કે જેમની પાસે webcam નથી. પરંતુ આપણે એમ કહી શકીએ કે તે બધા પાસે કેમેરાવાળો મોબાઈલ ફોન જરૂરથી હશે. તો મિત્રો આજથી જ મોબાઈલ ફોનનો તમે webcam તરીકે ઉપયોગ કરી શકો છો. આ માટે Mobiola નામનું webcam સોફ્ટવેરને સૌપ્રથમ મોબાઈલમાં Install કરવામાં આવે છે. જ્યાં એનું Simple configuration કરવામાં આવે છે. ત્યારબાદ Mobiola નું Desktop version કમ્પ્યુટરમાં install કરવામાં આવે છે. ત્યારબાદ મોબાઈલના Mobiola સોફ્ટવેરને શરૂ કરતાં જ તે કમ્પ્યુટર સાથે Wi-Fi કે USB દ્વારા connect કરવું છે તે અંગેનું selection કરતાં જ Webcam શરૂ થઇ જશે. આટલું જ નહિ, આ સોફ્ટવેર દ્વારા ફોટો પણ પાડી શકાય છે. તેમજ નાના-મોટા image editing ની સગવડ પણ આ સોફ્ટવેર પૂરી પાડે છે. આ સોફ્ટવેરનું Demo Versionwww.mobiola.com પરથી ડાઉનલોડ કરી શકાય છે.


internet speed vadharo


ઇન્ટરનેટ સર્ફીંગ ની સ્પીડ વધારો.
હવે દરેક ના ઘરમાં ઈન્ટરનેટ સાથેનું જ કમ્પ્યુટર જોવા મળતું હોય છે, જો કે ઈન્ટરનેટ કનેક્શન દ્વારા ઈન્ટરનેટ સર્ફીગ નો લહાવો મળતો હોય છે પરંતુ લીધેલા કનેક્શન માં સ્પીડ ઓછી હોવાને કારણે મજા બગડી જતી હોય છે.જો તમારે કમ્પ્યુટરમાં પણ ઇન્ટરનેટ હોય અને તમારે તેની સ્પીડ માં વધારો કરવો હોય તો આ માટેની એક ઉપાય છે તો આ માટે નીચેની પ્રોસેસ કરો .
૧. Start > Run જઈ gpedit.msc ટાઇપ કરો અને એન્ટર પ્રેસ કરો.
૨. આમ કર્યા બાદ Group Policyની વિન્ડો ઓપેન થશે .
૩. આ વિન્ડોમાં સાબી પેનલમાંથી Computer Configuration > Administrative template > Network > QoS Packet Scheduleપર ક્લિક કરો
૪. આમ કરવાથી તમારી જમણી બાજુ એક લીસ્ટ ઓપન થશે તેમાંથી Limit Reversableપર ડબલ ક્લિક કરો
૫. જેથી એક બોક્સ ઓપન થશે તેમાં Enable નામનું રેડીયો બોક્સ ટીક કરો.
૬. ત્યાર બાદ નીચે Bandwidth limit (%) નું બોક્સ ઓપન થશે જેને ઘટાડીને ૦% કરી દો ( જો શૂન્ય જ હશે તો કોઈ ફરક નહિ પડે)
૭. આ પછી Apply પ્રેસ કરો અને OK કરી દો
૮. બસ, આટલું કર્યા પછી તમારી ઇન્ટરનેટ ની સ્પીડમાં વધારો જણાશે. બને તો એકવાર કમ્પ્યુટર Restart કરીને પણ ચેક કરી જુઓ.
જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરો તમારા મિત્રો સાથે અને કોમેન્ટ આપો. અભાર thanks all may friends.....

Wednesday, January 16, 2013

ઉત્તરાયણ ની ઉજવણી

શ્રી છાનાસરા પ્રાથમિક શાળા માં ઉતરાયણ ની સુંદર રીતે ઉજવણી કરવામાં આવી...

સૌના હૈયે ઉઠશે ખુશીયોની તરંગ,
આભમાં હશે રંગબેરંગી પતંગ,
“કાયપો છે” નો જામશે રંગ,
ચાલોને તહેવાર મનાવીએ આપણે સૌ એક સંગ
જેમાં શાળાના શિક્ષકો શ્રી ધવલકુમાર એમ. પંચાલ અને શ્રી રમેશભાઈ એમ. પટેલ તરફ થી શાળાના બાળકોને તિથીભોજન આપવામાં આવ્યું.






બાળકોને ભાવથી ભોજન પરોસી રહેલ શ્રી રમેશભાઈ.....



બાળકો જોડે બેસી તેમના ઉત્સાહ માં અનેરી હૂફ પ્રદાન કરી રહેલ શાળાના આચાર્ય શ્રી સોમાભાઈ . આર. દવે સાહેબ.



બાળકો જોડે બેસી પ્રેમથી બાળકોને જમાડતા શાળાના શિક્ષક શ્રી શૈલેશભાઈ અને રમણભાઈ ખાંટ.



Friday, January 11, 2013

ધર્મ અને વિજ્ઞાન

ધર્મ સારો કે વિજ્ઞાન?
આ જગત માં હાલ સુખ ભોગવવુ સારુ કે પરલોકમાં (સ્વર્ગલોકમાં) જવા
આ લોકમાં તપ કરી દુ:ખ ભોગવવુ સારુ?
છેલ્લા થોડાક વર્ષો થી આપણે વિજ્ઞાન ને ધર્મ કરતા વધુ મહત્વ આપતા થયા છીએ.
શ્ચિમ જગતે આવુ ઘણા સમય પહેલા શરુ કર્યુ હતુ.   તેના ફળ તેઓને અત્યારે આ જગતમા મળી રહ્યા છે.
ધર્મ અને વિજ્ઞાન
અંધશ્રદ્ધા છે આંધળી, વહેમને વંટોળે વહે;
તિશ્રદ્ધા છે અવળચંડી, વેવલાપણાંનાં વાવેતર કરે.
યુરોપે અટપટાં યંત્રો શોધી ફીટ કર્યાં ફૅક્ટરીમાં;
આપણે સિધ્ધીયંત્રો બનાવી, ફીટ કર્યાં ફોટામાં.
શ્ચિમે ઉપગ્રહ બનાવી, ગોઠવી દીધા અંતરીક્ષમાં;
આપણે ગ્રહોના નંગ બનાવી, મઢી દીધા અંગુઠીમાં.
જાપાન વીજાણુ યંત્રો થકી, સમૃદ્ધ બન્યું જગમાં;
આપણે વૈભવલક્ષ્મીનાં વ્રતો કરી, ગરીબી રાખી ઘરમાં.
અમેરીકા વૈજ્ઞાનિ અભીગમથી બળવાન બન્યો વિશ્વમાં;
આપણે ધાર્મિક કર્મકાંડો થકી, કંગાળ બન્યા દેશમાં.
શ્ચિમે પરીશ્રમ થકી, સ્વર્ગ ઉતાર્યું લોકમાં;
આપણે પુજાપાઠભક્તી કરી, સ્વર્ગ રાખ્યું પરલોકમાં.
ઍડવર્ડ જેનરે રસી શોધી, શીતળા નાબુદ કર્યા જગમાં;
આપણે શીતળાનાં મંદીર બાંધી, મુર્ખ ઠર્યા આખા જગમાં.
પર્યાવરણપ્રદુષણથી જયારે જગત આખું છે ચીંતામાં;
આપણે વૃક્ષો જંગલો કાપી, લાકડાં ખડક્યાં ચીતામાં..
વાસ્તુશાસ્ત્રનો દંભ ને વળગાડ, લોકોને પીડે દેશમાં;
ફાલતુશાસ્ત્ર છે , છેતરાશો નહીં, ઠગનારા ઘણા છે દેશમાં.
સાયંટીફીકલી બ્લડ ચૅક કરી, ઍંગેજમેન્ટ કરે પશ્ચીમમાં
સંતાનોને ફસાવી જન્મકુંડળીમાં, લગ્નકુંડાળાં થાય દેશમાં.
લસણડુંગળીબટાકા ખાવાથી પાપ લાગે દેશમાં,
આખી ને આખી બેન્ક ખાવા છતાં પાપ લાગે દેશમાં

hindu dharm jano



kakko juao to shu kahe chhe ???


slide13-300x225
કહે છે કલેશ કરો.
કહે છે ખરાબ કરો.
કહે છે ગર્વ કરો.
કહે છે ઘમંડ કરો
કહે છે ચિંતા કરો.
કહે છે છળથી દૂર રહો.
કહે છે જવાબદારી નિભાવો.
કહે છે ઝઘડો કરો.
કહે છે ટીકા કરો.
કહે છે ઠગાઇ કરો.
કહે છે કયારેય ડરપોક બનો.
કહે છે કયારેય બનો.
કહે છે બીજાને તુચ્છકારો નહીં.
કહે છે થાકો નહીં.
કહે છે દીલાવર બનો.
કહે છે ધમાલ કરો.
કહે છે નમ્ર બનો.
કહે છે પ્રેમાળ બનો.
કહે છે ફુલાઇ જાઓ.
કહે છે બગાડ કરો.
કહે છે ભારરૂપ બનો.
કહે છે મધૂર બનો.
કહે છે યશસ્વી બનો.
કહે છે રાગ કરો.
કહે છે લોભી બનો.
કહે છે વેર રાખો.
કહે છે કોઇને શત્રુ માનો.
કહે છે હંમેશા સાચુ બોલો.
કહે છે હંમેશા ષટ્કાયના જીવની રક્ષા કરો.
કહે છે હંમેશા હસતા રહો.
ક્ષકહે છે ક્ષમા આપતા શીખો.
જ્ઞકહે છે જ્ઞાની બનો.

Tuesday, January 1, 2013

મનને મુજવતા કેટલા સવાલ ના જવાબ


મનને મુજવતા કેટલા સવાલ ના જવાબ......

[1] બે કીડી સામસામે પોતાના મોં કેમ અડકાડે છે ? કીડીના રાફડામાં બધું જ કામકાજ ગંધના આધારે થાય છે. કીડીને કોઈ જગ્યાએ ખોરાકનો મોટો જથ્થો મળી જાય તો પહેલું કામ તે ખોરાક પર ગંધ છાંટવાનું કરે છે. એ પછી રાફડાની અન્ય કીડીઓને સમાચાર આપવા માટે પાછી વળતી વખતે રસ્તામાં પણ ઠેકઠેકાણે ગંધ છોડતી જાય છે. જેથી ખોરાક શોધવા નીકળતી દરેક કીડી ગંધ પારખીને એજ રસ્તે ચાલે. આશ્ચર્યની વાત એ છે કે કીડીના દરેક રાફડાને પોતાની ચોક્કસ ગંધ હોય છે. માટે રસ્તામાં ક્યારેક સામી મળતી કીડી પોતાના જ રાફડાની છે કે કેમ તે જાણવા એકબીજીને અચૂક સૂંઘી લે છે. કોઈની ગંધ જુદી હોય તો એ કીડીને દુશ્મન રાફડાની હુમલાખોર સમજી તેનો અંત લાવી દે છે. પણ એ જ રાફડાની એકાદ કીડીને પાણીમાં બરાબર સ્નાન કરાવી બિલકુલ ગંધરહિત બનાવી તેના જ રાફડામાં મુકો તો તેમાં ગંધ ન જણાતાં રાફડાની અન્ય કીડીઓ તેને પારકી ગણી તેનો અંત લાવી દે છે. એટલે દરેક કીડીએ પોતાના રાફડાની ગંધ લાયસન્સની જેમ સાથે રાખવી પડે છે. 


[2] એલ્યુમિનિયમ ફોઈલમાં વસ્તુ ગરમ કેમ રહે છે ?
એલ્યુમિનિયમ ધાતુ ગરમીની સુવાહક ગણાય છે. તેમ છતાં એલ્યુમિનિયમ ફોઈલમાં મૂકેલી ખાદ્યસામગ્રી લાંબા સમય સુધી ગરમ રહી શકે છે. એલ્યુમિનિયમ ધાતુ ગરમીની સુવાહક હોવાથી એવું માનવાને મન થાય કે આંતરિક ગરમીને તેની આરપાર નીકળી ખુલ્લી હવામાં ભળી જતાં વાર ના લાગે. આમ છતાં પોલિશ કરેલી એલ્યુમિનિયમ ફોઈલનો ગુણધર્મ જુદો છે. ગરમીને તે પરિવર્તિત કરી જાણે છે. ગરમીનાં મોજાંને તે પરાવર્તિત કરી પાછા મોકલે છે. ફોઈલના બંધ પેકેટમાં કેદ પુરાયેલી ગરમી તેને કારણે બહાર નીકળી શક્તી નથી. એટલે ખાદ્યસામગ્રી પણ જલદી ઠંડી પડી જતી નથી.
 
[3] માણસને બગાસાં કેમ આવે છે ? 

બગાસું આવવાનું વૈજ્ઞાનિક કારણ હજુ પણ સંશોધનનો વિષય છે. છતાં અત્યાર સુધીનાં શોધનમાં અમુક તથ્યો બહાર આવ્યા છે. દિવસના અંતે માણસ થાકે ત્યારે તેના સ્નાયુઓ શિથિલ થતાં શ્વાસોશ્વાસ આપમેળે ધીમો પડે છે. પુખ્ત વયના માણસને દર મિનિટે છ લીટર હવા જોઈએ. તેમાંની 15% હવા એકલું મગજ વાપરી નાખે છે. માટે એ હવાનો પુરવઠો તેને પહોંચાડવા દર મિનિટે 0.85 લીટર જેટલું લોહી મગજમાં ફરી વળે છે. શ્વાસોચ્છવાસનો દર ઘટી જતાં મગજને ગૂંગળામણ થાય એટલે તે બગાસાનો સંકેત આપે છે. અને ઊંડો શ્વાસ લેવા માટે ફેફસાને આદેશ મોકલે છે. ત્યાર બાદ આવતું સરેરાશ બગાસું 5.5 સેકન્ડ સુધી ચાલુ રહે છે. જો એક બગાસાથી મગજને રાહત ન થાય તો બીજું, ત્રીજું અને ચોથું બગાસું પણ આવે છે. ઉપરાઉપરી બગાસાં ખાવા પડે તે ઊંઘ આવવાનો સંકેત છે. ઊંઘ આવ્યા પછી શરીરનું તંત્ર વધારે ઑક્સિજન માગતું નથી. એટલે સામાન્ય રીતે દિવસના સમયમાં બગાસાં આવતાં નથી. સિવાય કે કોઈ કામ કંટાળાજનક લાગતું હોય. 

[4] રેસિંગની કાર અવાજ કેમ વધુ કરે છે ?
 
રેસિંગની કારનો અવાજ અન્ય કારો કરતાં અનેકગણો વધુ હોય છે. સામાન્ય મિકેનિક એવું કારણ આપશે કે રેસિંગની કારનું 700-800 હૉર્સ પાવરનું એન્જિન સામાન્ય મોટર કરતાં સાત-આઠગણું બળવાન હોવાથી બહુ ઘોંઘાટ કરે. પણ ખરો મુદ્દો સાયલન્સરનો છે. મોટરના એન્જિનમાં પેટ્રોલ કે ડીઝલ જેમ બળે તેમ નકામો ગરમ વાયુ એક્ઝોસ્ટ વાટે બહાર ફેંકાતો રહે છે. જોકે, મોટાભાગની રેસિંગ કારમાં મિથાનોલ વપરાય છે. આ ઝંઝાવાતી વાયુ સખત દબાણ સાથે બહાર નીકળી ઘોંઘાટમય અવાજ પેદા કરે છે. જેને શાંત કરવા દરેક મોટરમાં સાયલેન્સર ફીટ કરવું પડે છે. સાયલેન્સરમાં અનેક ખાના હોય છે. જેમાંથી સખત વાયુના પ્રવાહને પસાર થવું પડે છે. અને સાયલેન્સરમાંના ખાના આ વાયુની ગતિને ધીમી પાડે છે. અને બહાર નીકળતો અવાજ એકદમ ઘટી જાય છે. પણ રેસિંગની કાર માટે સાયલેન્સરનો ગેરફાયદો એ બને કે એન્જિનની કાર્યક્ષમતા થોડીક ઘટે. કેમ કે રીવર્સમાં વાયુનું જે દબાણ થાય તેના ધક્કાનો એન્જિને સામનો કરવો પડે છે. એટલે મોટરની સ્પીડ જરાક ઘટી જાય. પણ રેસમાં ભાગ લેતી કારનો મહત્તમ વેગ સહેજ પણ ઓછો થાય તે ન ચાલે. એટલે રેસિંગની કારના એકઝોસ્ટ જોડે સાયલેન્સર ફીટ કરવામાં આવતું નથી. 


[5] આંખ સતત પલકારા કેમ માર્યા કરે છે ? 
કુદરતે આંખનાં પોપચાંને અનેક કામ સોંપ્યા છે. પહેલું કામ લેન્સ જેવા ડોળાને ચોખ્ખા રાખવાનું છે. કેમેરામાં સ્પષ્ટ દ્રશ્ય ઝીલવા માટે જેમ કાચના લેન્સને સ્વચ્છ રાખવો પડે છે તેમ આંખનો કુદરતી લેન્સ પણ હંમેશાં ચોખ્ખો રહેવો જોઈએ. આથી પોપચાનો દરેક પલકારો ડોળા પર બાઝતા રજકણો જેવા કચરાને સાફ કરે છે. બીજું એ કે જો ડોળા ભીનાં ન રહે તો હવાના ઑક્સિજનને શોષી શકે નહિ. શરીરના બધા અવયવોમાં માત્ર આંખનાં ડોળાને લોહી દ્વારા ઑક્સિજન મળતો નથી. એટલે તે પુરવઠો બારોબાર હવા દ્વારા મેળવવો પડે છે. ઈજા થવાનું કે ઝાપટ વાગવાનું જોખમ હોય ત્યારે પણ ઘડીના છઠ્ઠા ભાગમાં બીડાઈ જતા પોપચાં આંખોને રક્ષણ આપે છે. આવાં કાર્યૉ માટે જ કુદરતે પોપચાંને આપોઆપ પલકારા માર્યા કરે એવાં બનાવ્યા છે. માણસની આંખનાં પોપચાં સરેરાશ પાંચ સેકન્ડે 1 પલકારો કરે છે. 

[6] ડૉક્ટરો ઓપરેશન વખતે લીલા કપડાં કેમ પહેરે છે ?
હોસ્પિટલમાં ડૉક્ટર દરદીને તપાસતી વખતે સફેદ કપડાં પહેરે છે. પણ ઓપરેશન વખતે તે યોગ્ય નથી. કેમ કે સફેદ કપડાં પર ક્યારેક પડતો લોહીનો ડાઘ તરત નજરે ચઢે છે. ઓપરેશન પછી આવા લાલભડક ડાઘવાળા કપડાં સાથે ડૉક્ટર બહાર નીકળે ત્યારે દરદીના ચિંતાગ્રસ્ત પરિવારજનોને એ ના ગમે. જો લાલ કપડાં પહેરે તો આખો ડ્રેસ લોહીથી ખરડાયેલો લાગે. કાળા રંગના કપડાં મૃત્યુસૂચક શોકના હોવાથી યોગ્ય નથી. માત્ર ભૂરો-લીલો રંગ જ એવો છે જે લોહીના ડાઘને સહેજ ઘેરા ચોકલેટી જેવા બનાવે છે. તેથી ડૉક્ટરો માટે ઓપરેશન કરતી વખતે લીલા રંગના કપડાં પસંદ કરવામાં આવ્યા છે. 


[7] ડ્રાઈવિંગ વખતે મોબાઈલ પર પ્રતિબંધ કેમ છે ?
 
વાહન ચલાવતી વખતે મોબાઈલ પર પ્રતિબંધ મુકવા પાછળ વિજ્ઞાન પણ છે. વાહન ચલાવવાના અને મોબાઈલ પર વાત કરવાના એમ બે સંકેતો મગજને પ્રાપ્ત થાય છે. મગજ બંનેને સરખો ન્યાય આપી શકતું નથી. કેમ કે બંને કેસમાં અમલીકરણ પરસ્પર જુદી પ્રતિક્રિયા દ્વારા કરવાનું રહે છે. તકલીફ એ થાય છે કે ક્યા સંકેતને પ્રાધાન્ય આપવું એ વાહનચાલક નક્કી કરી શકતો નથી. પસંદગીનું કામ મગજનું છે અને મગજની પણ અમુક મર્યાદા છે. તેથી અકસ્માત સર્જાવાની શક્યતા જોતાં વૈજ્ઞાનિક રીતે પણ આ કાયદો જરૂરી ગણાય છે. એક પ્રયોગમાં જણાયું કે માત્ર એક જ કાર્ય ડ્રાઈવિંગ પર વ્યક્તિનું ધ્યાન કેન્દ્રીત રહે તો તેનો ‘રિએકશન ટાઈમ’ 0.186 સેકન્ડ હોય છે. પણ એ સમયે તે વ્યક્તિ મોબાઈલ પર વાત કરતી હોય ત્યારે શારિરીક પ્રતિક્રિયા દાખવવામાં તે 0.289 સેકન્ડ જેટલો સમય લે છે. આમ લગભગ 55% વધુ સમય લાગે. જેને લીધે અકસ્માત થવાની તક એટલા જ પ્રમાણમાં વધી જાય. ધારો કે 60 કિ.મી.ના વેગથી વાહન ચલાવતી વખતે મોબાઈલ પર વાત ચાલતી હોય તો અકસ્માત રોકવા બ્રેક પેડલ દબાતા સુધીમાં વાહન 1.8 મીટર જેટલું અંતર કાપી નાખે. અને રસ્તો ઓળંગતા રાહદારી અને વાહન વચ્ચે બહુ અંતર ના હોય તો આટલો નજીવો તફાવત પણ ક્યારેક અકસ્માતનું કારણ બની શકે. 

[8] ડૉક્ટરો પ્રિસ્ક્રિપ્શનના આરંભે Rx કેમ લખે છે ?
 
ડૉક્ટરો પોતાના દરદી માટે દવાનું નામ લખતા પહેલાં શુભેચ્છા વ્યક્ત કરવા Rx સંજ્ઞા વાપરે છે. પ્રાચીન સમયમાં રોમના પ્રજાજનો ગુરુને એટલે કે જ્યુપિટરને દેવ તરીકે પૂજતા અને ત્યાર પછી મધ્યયુગમાં તબીબો એવું માનતા થયા કે માણસના સ્વાસ્થ્ય પર જ્યુપિટર ગ્રહ બહુ મોટી અસર કરે છે. આથી રોમનોએ ગુરુ માટે જે સંજ્ઞા પસંદ કરેલી તે ડૉક્ટરો તેમના પ્રિસ્ક્રિપ્શનમાં લખવા માંડ્યા. એ પછી તો ‘ગુરુ તમને જલદી સાજા કરે.’ એવી શુભેચ્છા દર્શાવવા માટે Rx લખવાનો કાયમી ધારો પડી ગયો. જ્યુપિટરની મૂળ સંજ્ઞા સહેજ જુદી છે. જે ચિત્ર દોરવામાં મુશ્કેલી પડે. એટલે Rx લખીને તેઓ પોતાનું કામ સહેલું બનાવે છે. 


 

[9] કી-બોર્ડ પર મૂળાક્ષરો ક્રમ પ્રમાણે કેમ હોતા નથી ?ટાઈપરાઈટરની શોધ થઈ ત્યારે મૂળાક્ષરો એ, બી, સી, ડી ના ક્રમમાં જ ગોઠવાયેલા હતા. પણ તે ચાલે એમ ન હતું. કેમ કે ઘણા અંગ્રેજી શબ્દો ટાઈપ કરતી વખતે મૂળાક્ષરની દાંડી એકબીજા સાથે ટકરાતી હતી. અને પરસ્પર ચોંટી પણ જતી હતી. અને ટાઈપિંગનું કામ ધીમું પડી જતું હતું. પરિણામે અંગ્રેજી શબ્દોમાં વધુ ભાગે ક્યા મૂળાક્ષરો એક પછી એક રિપિટ થાય છે તેનું સંશોધન કરવામાં આવ્યું. આ જાતના મૂળાક્ષરોની દાંડીને એકબીજાથી જુદી રાખવા તેમની વચ્ચે અંતર રાખવામાં આવ્યું. અને કી-બોર્ડની ગોઠવણ સદંતર બદલવામાં આવી. પણ આ ગોઠવણ સગવડભરી ન હતી. કેમ કે વધુમાં વધુ કી દબાવવાનું કામ કમજોર આંગળીઓ પર આવતું હતું. તો પણ QWERTY એ જ કી-બોર્ડ દુનિયાભરમાં વપરાવા લાગ્યું. (આ કી-બોર્ડ પર શરૂઆતના મૂળાક્ષરો Q, W, E, R, T, Y વગેરેના ક્રમમાં ગોઠવેલા હોય છે, તેથી તેનું એવું નામ પડ્યું છે.) ટાઈપરાઈટર પછી કોમ્પ્યુટર શોધાયું. જેમાં દાંડી જેવું કશું ન હતું. આથી દરેક કીનું સ્થાન કોમ્પ્યુટર ઑપરેટરને માફક આવી શકે એવું રાખી શકાત. છતાં ટાઈપિસ્ટ પણ ફરી તાલીમ લીધા વગર કોમ્પ્યુટર પર કામ કરી શકે એટલે QWERTY નું અગવડભર્યું કી-બોર્ડ ચાલુ રાખવામાં આવ્યું, જે હવે બદલાય એમ નથી. 

 

[10] એરકન્ડિશનરનો કુલિંગ પાવર ટનમાં કેમ છે ?એરકન્ડિશનર એ ઉષ્મા (ગરમીને નાબૂદ કરતું યંત્ર છે. બંધ ઓરડામાં રહેલી હવાની ગરમીને શોષી લેવાનું તે કામ કરે છે. અને આ ગરમી બ્રિટીશ થર્મલ યુનિટ (બી.ટી.યુ.)માં મપાય છે. ધારો કે ઓરડામાં 1 ઘનફૂટ રાંધણ ગેસ બાળ્યો હોય તો એ દહન 1000 બી.ટી.યુ. બહાર કાઢે છે. આ ગરમી બરફના એક નાના ટુકડાને બહુ જલદી ઓગાળી નાખે. જો બરફનો ટુકડો 1 ટનનો હોય તો 24 કલાકમાં તેને ઓગાળી નાખવા માટે અંદાજે 288000 બી.ટી.યુ. જેટલી ગરમી જરૂરી છે. એટલે કે 1 કલાકના 12000 બી.ટી.યુ. થાય. એટલે એરકન્ડિશનરનું જે મોડેલ દર કલાકે ઓરડામાંની 12000 બી.ટી.યુ. ગરમીને ખેંચી બહાર ફેંકી શકે તે 1 ટનની ક્ષમતાનું ગણાય છે. જો 2 ટનનું એરકન્ડિશનર હોય તો એ દર કલાકે 24000 બી.ટી.યુ. ગરમી બહાર કાઢે.

coment copy

શું તમે બ્લોગ પર રાઈટ ક્લિક અને વર્ડ સિલેક્ટ બંધ કરવા માગો છો?
શું તમે તમારી બ્લોગ પોસ્ટ નકલ કરનાર થી બચાવા માગો છો?


સૌ પ્રથમ બ્લોગરમાં સાઈન ઇન કરો.
Dashboard > Layout > Aad a Gadget > HTML/Javascript પર ક્લિક કરો.
પછી નીચે આપેલ જાવાસ્ક્રિપ્ટ કોપી કરી પેસ્ટ કરી દો.

આ પોસ્ટ વિષે વધુ માહિતી મેળવવા માટે તમે ૯૭૧૪૨૬૫૧૪૨ પર કોલ કરી માહિતી મેળવી શકો છો.


અને હા મિત્રો આ બ્લોગર ટીપ્સ વિષે તમારો અભિપ્રાય કોમેન્ટબોક્ષમાં જરુર થી લખજો.



<script language="JavaScript">
var message="Do Not Copy This Blog Thanks.!";
///////////////////////////////////
function clickIE() {if (document.all) {alert(message);return false;}}
function clickNS(e) {if 
(document.layers||(document.getElementById&&!document.all)) {
if (e.which==2||e.which==3) {alert(message);return false;}}}
if (document.layers) 
{document.captureEvents(Event.MOUSEDOWN);document.onmousedown=clickNS;}
else{document.onmouseup=clickNS;document.oncontextmenu=clickIE;}

document.oncontextmenu=new Function("return false")
// --> 
</script>
<script type="text/javascript">

/***********************************************
* Disable select-text script- © Dynamic Drive (www.dynamicdrive.com)
* This notice MUST stay intact for legal use
* Visit http://www.dynamicdrive.com/ for full source code
* Modified here to exclude form tags properly, cross browser by jscheuer1
***********************************************/

//form tags to omit:
var omitformtags=["input", "textarea", "select"]

function disableselect(e){
for (i = 0; i < omitformtags.length; i++)
if (omitformtags[i]==(e.target.tagName.toLowerCase()))
return;
return false
}

function reEnable(){
return true
}

function noSelect(){
if (typeof document.onselectstart!="undefined"){
document.onselectstart=new Function ("return false")
if (document.getElementsByTagName){
tags=document.getElementsByTagName('*')
for (j = 0; j < tags.length; j++){
for (i = 0; i < omitformtags.length; i++)
if (tags[j].tagName.toLowerCase()==omitformtags[i]){
tags[j].onselectstart=function(){
document.onselectstart=new Function ('return true')
}
if (tags[j].onmouseup!==null){
var mUp=tags[j].onmouseup.toString()
mUp='document.onselectstart=new Function (\'return false\');\n'+mUp.substr(mUp.indexOf('{')+2,mUp.lastIndexOf('}')-mUp.indexOf('{')-3);
tags[j].onmouseup=new Function(mUp);
}
else{
tags[j].onmouseup=function(){
document.onselectstart=new Function ('return false')
}
}
}
}
}
}
else{
document.onmousedown=disableselect
document.onmouseup=reEnable
}
}

window.onload=noSelect;
</script>