સુવિચાર :- "ન એને ચવાલેયો ઈતિહાસ આપીએ, દિશાઓ ખૂલે એવો અજવાસ આપીએ,આપણી સીમાઓ ન દેખાડીએ એમને, એ તો વિદ્યાર્થી છે, એને તો આકાશ આપીએ.

સુવિચાર :- "સમય પણ શીખવે છે અને શિક્ષક પણ શીખવે છે,પણ બન્નેમાં ફર્ક એ છે કે શિક્ષક શીખવીને પરીક્ષા લે છે જયારે સમય પરીક્ષા લઈને શીખવે છે."

Friday, December 20, 2013

મંથન


ત્યારે દુ:ખની શરુઆત થાય

તહેવાર કરતા વહેવાર વધી જાય ત્યારે દુ:ખની શરૂઆત થાય,

દરકાર કરતા શણગાર વધી જાય ત્યારે દુ:ખની શરૂઆત થાય.

સંસાર કરતા જંજાળ વધી જાય ત્યારે દુ:ખની શરૂઆત થાય,

સહકાર કરતા પડકાર વધી જાય ત્યારે દુ:ખની શરૂઆત થાય.

આવક કરતા જાવક વધી જાય ત્યારે દુ:ખની શરૂઆત થાય,

વર્તમાન કરતા ભૂતકાળ વધી જાય ત્યારે દુ:ખની શરૂઆત થાય.

કામ કરતા કારભાર વધી જાય ત્યારે દુ:ખની શરૂઆત થાય,

કરનાર કરતા ગણનાર વધી જાય ત્યારે દુ:ખની શરૂઆત થાય.

ગ્રાહક કરતા દુકાનદાર વધી જાય ત્યારે દુ:ખની શરૂઆત થાય,

મિલકત કરતા વારસદાર વધી જાય ત્યારે દુ:ખની શરૂઆત થાય.

મિત્રો કરતા સલાહકાર વધી જાય ત્યારે દુ:ખની શરૂઆત થાય,

ઈમાનદાર કરતા માલદાર વધી જાય ત્યારે દુ:ખની શરૂઆત થાય.

Sunday, December 1, 2013

Saturday, November 30, 2013

  ગુણોત્સવ ની  તૈયારી માટે બનાકાંઠા નો  પરિપત્ર

Friday, November 29, 2013

શિક્ષકો ની કામગીરી અંગે નો  બનાસકાંઠા જીલ્લા નો પરિપત્ર


Wednesday, October 23, 2013

ચિંતન

એક સરસ પ્રેરણાદાયક વાર્તા !!
એક વાર એક ગામમાં અમુક પર્યટકો ફરવા ગયા હતાં. એ ગામમાં માછીમારોની વસ્તી હતી. એકવારે એક પર્યટકે અને એક માછીમાર વચ્ચે અમુક ચર્ચા થઈ જે નીચે પ્રમાણે હતી…
પર્યટક – “તમે દિવસમાં કેટલી પાછલી પકડો છો અને કેટલાં સમયમાં?”
માછીમાર – “હું ત્રણ-ચાર કલાકના ગાળામાં જેટલી માછલી પકડાય એટલી માછલી પકડું છુ”….

પર્યટક – “બસ ત્રણ-ચાર કલાક! તો તમે ઘર કેવી રીતે ચલાવો છો અને બાકીના સમયમાં તમે શું કરો?”
માછીમાર – “મારું ઘર આટલામાં બરાબર રીતે ચાલે છે અને બાકીના સમયમાં અમે થોડો આરામ કરીયે, અમારા બાળકો સાથે રમીયે, થોડો સમય અમે અમારી પત્નિ સાથે ગાળીયે અને સાંજે બધાં મિત્રો સાથે મળી નવા ગીત ગાઈયે અને ગીતાર વગાડીયે અને જિંદગીનો આનંદ લુટીયે”.
પર્યટક – “જો હું એમ.બી.એ. ભણેલો છું અને શહેરમાં મારી પાસે મારો બંગલો છે, ગાડી છે અને તમામ સુખ હાજર છે, જો તું પણ આવી રીતે સમય બગાડે એના કરતાં તું વધારે સમય માછલી પકડ અને તેને વેચીને વધારે પૈસા કમાવવાનું ચાલુ કર”.
માછીમાર – “વધારે પૈસા કમાઈ ને હું શું કરું?”.
પર્યટક – “વધારે પૈસા કમાઈને તું બીજી બોટ ખરીદી કર એટલે તું હજું વધારે માછલી પકડી શકીશ અને હજું વધારે પૈસા કમાઈ શકીશ”.
માછીમાર – “પણ હું એટલાં બધાં પૈસા કમાઈને શું કરું?”
પર્યટક – “અરે તું વધારે પૈસા કમાઈ ને તું બે ની ત્રણ અને ત્રણની ચાર બોટ અને એમ કરતાં કરતાં તારી પાસે એટલાં બધાં પૈસા થઈ જશે કે તું આ નાના ગામડાંની બહાર નીકળી મોટા શહેરમાં રહેવા આવી શકીશ અને તારી પારે ગાડી-બંગલા બધુ થઈ જશે અને પછી તું તારા પરિવાર સાથે આનંદની જિંદગી વિતાવી શકીશ”.
માછીમાર – “આ બધું કરવા માટે મને કેટલો સમય લાગશે?”.
પર્યટક – “અંદાજે ૨૦ થી ૨૫ વરસ”.
માછીમાર – “સાહેબ, મારા પરિવાર સાથે અત્યારના જ આનંદની જિંદગી વિતાવી રહ્યો છું તો શા માટે હું મારા ૨૦ થી ૨૫ વરસ બરબાદ કરું?”
આ સાંભળી પર્યટક વિચારતો રહી ગયો અને તેની પાસે આને માટે કોઈ જવાબ નહતો.
બોધ – તમે કયાં છો તે પહેલાં જુઓ કદાચ તમારી મંજીલ તમારી સાથેજ હોય અને તમે તેને બીજે શોધવામાં પડયાં હોઈ શકો

Tuesday, October 15, 2013

ગુજરાત સરકાર ની વિવિધ વેબસાઈટ

મિત્રો અહિયા ગુજરાત સરકારના મોટાભાગના વિભાગોની વેબસાઇટસ ની લીન્કસ છે.જે મારા મતે બધાને ઉપયોગી થશે..બની શકે તો વધુમાં વધુ શેર કરજો..કોપી કરો તો info by- guruji ki fb pathsala લખશો તો આભાર...
• કૃષિ અને સહકારી પ્રવૃત્તિ વિભાગ 
http://agri.gujarat.gov.in/

• શિક્ષણ વિભાગ
http://gujarat-education.gov.in/

• ઊર્જા અને પેટ્રો કેમિકલ્સ વિભાગ
http://guj-epd.gov.in/

• નાણા વિભાગ
http://financedepartment.gujarat.gov.in/

• અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ
http://www.fcsca.gujarat.gov.in/

• વન અને પર્યાવરણ વિભાગ
http://gujenvfor.gswan.gov.in/

• સામાન્ય વહિવટી વિભાગ
http://gad.gujarat.gov.in/

• ગૃહ – વિભાગ
http://home.gujarat.gov.in/

• આરોગ્ય અને કુટુંબ કલ્યાણ વિભાગ
http://www.gujhealth.gov.in/

• ઉદ્યોગ અને ખાણ વિભાગ
http://imd-gujarat.gov.in/

• માહિતી વિભાગ
http://www.gujaratinformation.net/

• શ્રમ અને રોજગાર વિભાગ
http://labourandemployment.gov.in/

• કાયદા વિભાગ
http://www.gujlegal.gov.in/

• વિધાનસભા અને સંસદીય કાર્ય વિભાગ
http://lpd.gujarat.gov.in/

• નર્મદા જળ સંસાધન જળ પૂર્વઠા અને કલ્પસર વિભાગ
http://guj-nwrws.gujarat.gov.in/
• પંચાયતો ગ્રામીણ આવાસ અને ગ્રામીણ નિવાસ વિભાગ
http://panchayat.gujarat.gov.in/
• બંદરો અને પરિવહન વિભાગ
http://pnt.gujarat.gov.in/

• મહેસુલ વિભાગ
http://revenuedepartment.gujarat.gov.in/

• માર્ગ અને મકાન વિભાગ
http://rnbgujarat.org/

• ગ્રામીણ વિભાગ
http://ruraldev.gujarat.gov.in/

• વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક વિભાગ
http://dst.gujarat.gov.in/
• સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ
http://www.sje.gujarat.gov.in/

• રમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગ
http://www.sycd.gujarat.gov.in/

• આદિવાસી વિકાસ વિભાગ
http://guj-tribaldevelopment.gov.in/

• શહેરી વિકાસ વિભાગ
http://udd.gujarat.gov.in/
• મહિલા અને બાળ વિકાસ વિભાગ
http://www.wcd.gujarat.gov.in/

Monday, September 23, 2013

અભ્યાસક્રમ ધો ૧ થી ૫

અભ્યાસક્રમ ધો ૧ થી ૫
ધો.૧થી ૫ના નવા પુસ્તકો ૨૦૧૪થી અમલમાં આવશે
અમદાવાદ,તા.૨૩
નેશનલ ક્યોરિક્યુલમ ફ્રેમવર્ક -૨૦૦૫ અનુસાર ગુજરાતમાં ધોરણ ૧ થી ૧૨ સુધીના અભ્યાસક્રમ તૈયાર કરાયા છે. ૨૦૧૪ના શૈક્ષણિક સત્રથી ગુજરાતમાં ધોરણ ૧ થી ૫ સુધી તૈયાર કરાયેલ અભ્યાસક્રમના નવા પાઠયપુસ્તકો અમલમાં મૂકાશે.
*.રાજ્યના ૨૫ તાલુકાના વિદ્યાર્થીઓને પ્રાયોગિક ધોરણે આ પાઠયપુસ્તકો ભણાવાયા બાદ નિર્ણય
ગુજરાતના દરેક જિલ્લાના એક તાલુકામાં પ્રાયોગિક ધોરણે જ ધો.૧ થી ૫ના નવા અભ્યાસક્રમને આધારે તૈયાર કરાયેલાં પાઠયપુસ્તકો અમલમાં મૂકાયા હતાં. આ પાઠયપુસ્તકોના ફીડબેક પણ આ તાલુકાઓના વાલીઓ,શિક્ષકો અને તજજ્ઞો પાસેથી મંગાવવામાં આવ્યા હતાં. આ માટે ગુજરાત રાજ્ય પાઠયપુસ્તક મંડળ અને અભ્યાસક્રમ તૈયાર કરનાર જીસીઈઆરટીના સભ્યોની ત્રિ-દિવસીય સમીક્ષા બેઠક અડાલજ સ્થિત ત્રિમંદિર ખાતે યોજાઈ હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે પ્રાયોગિક ધોરણે પાઠયુપુસ્તકો અમલમાં મુકાયા હતાં તેમાં ખાસ કરીને શિક્ષકો દ્વારા કેટલાક સૂચનો કરાયા હતાં. જેમાં મોટાભાગન સૂચનો જોડણીલક્ષી ભૂલો તરફ અંગુલી નિર્દેશ કરતાં હતાં. જોકે,પાઠયુપુસ્તકોના કન્ટેન્ટ અંગે મોટા ભાગના સૂચનો હકારાત્મક આવ્યા હતાં.
રાજ્યના દરેક જિલ્લાના તજજ્ઞો,વાલીઓ અને શિક્ષકો દ્વારા જે સૂચનો આવ્યા છે તે સૂચનોને પણ ધ્યાનમાં લેવાશે. ઉપરાંત પાઠયપુસ્તકનો કન્ટેન્ટ મજબૂત બને અને વિદ્યાર્થી અને શિક્ષકોને સરળતા રહે તે પ્રકારના તમામ સૂચનોનો અમલ પાઠયપુસ્તકની નવી આવૃતિમાં કરાશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે,ધોરણ ૬ થી ૮ના પાઠયપુસ્તકો નવા અભ્યાસરક્રમ પ્રમાણે અમલમાં મુકાઈ ગયા છે.