સુવિચાર :- "ન એને ચવાલેયો ઈતિહાસ આપીએ, દિશાઓ ખૂલે એવો અજવાસ આપીએ,આપણી સીમાઓ ન દેખાડીએ એમને, એ તો વિદ્યાર્થી છે, એને તો આકાશ આપીએ.

સુવિચાર :- "સમય પણ શીખવે છે અને શિક્ષક પણ શીખવે છે,પણ બન્નેમાં ફર્ક એ છે કે શિક્ષક શીખવીને પરીક્ષા લે છે જયારે સમય પરીક્ષા લઈને શીખવે છે."

Monday, October 22, 2012

શાળાકીય નાનો  પ્રવાસ
આનંદ માનતા બાળકો ..




Saturday, October 20, 2012

indik font mate input tools download karva mate cllik hear


fonitec key bord mate...

gujarati set karo 

 ગુજરાતી વધુ સરળ તા થી લખાવા માટે google tools download and install now  ઉપયોગ કરો 

ગુજરાતી ફોનેટીક કીબોર્ડ વાપરવું હોય તો પહેલાં વીન્ડોઝમાં ગુજરાતી ભાશા આધાર સ્થાપીત કરવો પડે છે. વાસ્તવમાં તો યુનિકોડ ફોન્ટ્સ થકી ગુજરાતી લખવું હોય તો પણ ગુજરાતી ભાશા આધાર સ્થાપીત કરવો પડે છે. નીચે છબીઓ દ્વારા બધાં જ પગલાં આપ્યાં છે.

વીન્ડોઝ 'XP'માં પહેલાં ગુજરાતી આધાર સ્થાપીત કરવો,પછી ઇચ્છા હોય તો ગુજરાતી ફોનેટીક કીબોર્ડ સ્થાપીત કરવુંઅને પછી ઇચ્છિત ગુજરાતી કીબોર્ડ લેન્ગવેજ બારમાં ઉમેરવું.
વીન્ડોઝ 'Vista'માં અને '7'માં ગુજરાતી આધાર સ્થાપીત કરાવાની આવશ્યકતા નથી કારણ કે સ્થાપીત હોય જ છે. કેવલ ઇચ્છા હોય તો ગુજરાતી ફોનેટીક કીબોર્ડ સ્થાપીત કરવુંઅને પછી ઇચ્છિત ગુજરાતી કીબોર્ડ લેન્ગવેજ બારમાં ઉમેરવું.

વીન્ડોઝ 'XP'માં ગુજરાતી ભાષા આધાર સ્થાપીત કરો

  1. પહેલાં કન્ટ્રોલ પેનલમાં Regional and Language Options ખોલો.
  2. Languages ટેબમાં Supplemental language support છે ત્યાં Install files for complex script and right-to-left languages (including Thai) છે તે ‌ઑપ્શનનું (option) બોક્ષ ચેક કરોચેક કર્યા પછી ડાયલોગ બોક્ષ આવશે તેમાં 'OK' ક્લિક કરવું પછી કૉમ્પ્યુટર ફરી ચાલું કરવું પડશેનોંધ કરો કે Install files for East Asian languages નથી ચેક કરવાનું.
  3. કૉમ્પ્યુટર ફરી ચાલું થાય ત્યારે Languages ટેબમાં જઈ અને Details ક્લિક કરો.
  4. Add ક્લિક કરો અને બીજું ડાયલોગ બોક્ષ આવશે.
  5. આ ડાયલોગ બોક્ષમાં ગુજરાતી ભાશા ખોળીને પસંદ કરોએક ભાશાને અનેક કીબોર્ડ લેઆઉટ હોય શકેજો આપે મારું ગુજરાતી ફોનેટીક કીબોર્ડ સ્થાપીત કર્યું હોય તો તે પસંદ કરોના કર્યું હોય તો અત્યારે સ્થાપીત કરીને પછી ફરી અહિથી શરું કરોબેથી વધારે પણ કીબોર્ડ લેઆઉટ પસંદ કરી શકાય છે અને જે પસંદ કરો તે લેન્ગવેજ બારમાં દેખાશે.
  6. ગુજરાતી કીબોર્ડ ઉમેર્યાં પછી પહેલાંનું સ્ક્રિન હતું તેમાં .
 


વીન્ડોઝ 'VISTA'માં અથવા '7'માં ગુજરાતી ભાષા આધાર સ્થાપિત કરો


'XP'નાં પગલાં છે તેમ જ 'Vista'નાં અથવા '7'નાં સરખાં છે. કન્ટ્રોલ પેનલનો દેખાવ જરાક જુંદો છે. બીજું ગુજરાતી ભાશા આધાર સ્થાપીત કરેલો જ હોય છે. ફક્ત ગુજરાતી કીબોર્ડ ઉમેરવાનું હોય છે. જો ગુજરાતી ફોનેટીક કીબોર્ડ વાપરવું હોય તો અત્યારે સ્થાપીત કરીને આ પગલાં ભરો.
  1. F'Vista'ના કન્ટ્રોલ પેનલમાં Regional and Language Options ક્લિક કરો અથવા 'Windows 7'ના કન્ટ્રોલ પેનલમાંRegion and Language ક્લિક કરો.
  2. Change keyboards... ક્લિક કરોઅહિયાં આપણે કીબોર્ડ નહિ બદલીએ પણ કીબોર્ડ ઉમેરીશું.
  3. પછી Add ક્લિક કરો.
  4. 'ગુજરાતીભાષા શોધી અને જે કીબોર્ડ લેઆઉટ ઉમેરવું હોય તે ચેક કરોગુજરાતી ફોનેટીક કીબોર્ડ સ્થાપીત કર્યું હોય તો દેખાશેના દેખાતુ હોય તો સ્થાપીત કરીને અહિયાંથી પગલાં અનુસરોબેથી વધારે કીબોર્ડ લેઆઉટ ઉમેરી શકાય છે.
    ..
  5. કીબોર્ડ લેઆઉટ ઉમેર્યા પછી પહેલાનું સ્ક્રિન હતું તેમાં દેખાશે.
     

ગુજરાતી ફોનેટીક કીબોર્ડ લેઆઉટ સ્થાપીત કરો


વીન્ડોઝ 'Vista'માં અને '7'માં ગુજરાતી ફોનેટીક કીબોર્ડની ફાઈલ ડાઉનલોડ કરીને ડબલ-ક્લિક કરીને સ્થાપીત કરવું.

વાન્ડોઝ 'XP'માં પહેલાં ગુજરાતી આધાર સ્થાપીત કરીને પછી ફાઈલ ડાઉનલોડ કરીને સ્થાપીત કરવું.

  1. 1.ગુજરાતી ફોનેટીક કીબોર્ડ લેઆઉટ ડાઉનલોડ કરો :Downloads.
  2. 2.'Winzip' અથવા 'Winrar' થકી સંકુચિત ફાઈલો કૉમ્પ્યુટરના એક ફોલ્ડરમાં અસંકુચિત કરો(uncompress).
  3. 3.'Setup.exe' ડબલ-ક્લિક કરો'Vista'માં અથવા '7'માં 'UAC prompt' ક્લિક કરવું પડશે.
  4. 4.કંન્ટ્રોલ પેનલનાRegion and Language Optionsમેનુમાં જઈનેGujarati Phoneticકીબોર્ડ લેઆઉટ ઉમેરો.

લેન્ગવેજ બાર

 

ગુજરાતી કીબોર્ડ લેઆઉટ ઉમેર્યા પછી Alt+Shift બટન દબાવવાથી ગુજરાતી ભાશા અક્ટિવ કરાશે. લેન્ગવેજ બારને દ્રશ્ય રાખશો તો 'EN'ના બદલે 'GU' થઈ જશે. ગુજરાતીને અક્ટિવ કરવા માટે માઉસથી પણ લેન્ગવેજ બારમાં ક્લિક કરી શકાય.


Language bar on desktopLanguage bar in taskbar
ટેસ્કબારમાં લેન્ગવેજ બારને રાખી હોય તો ગુજરાતી ભાશા માટે 'GU'દેખાશેજો આપે બેથી વધારે કીબોર્ડ લેઆઉટ ઉમેર્યા હોય તો કીબોર્ડનું આઈકોન દેખાશે અને તે ક્લિક કરવાથી કીબોર્ડ લેઆઉટ બદલી શકાય.કીબોર્ડ આઈકોન ક્લિક કરવાથી તે ભાશાના કીબોર્ડ લેઆઉટ જોવા મળે છેઉપરની છબીમાં 'ગુજરાતી' (જે વીન્ડીઝમાં સ્થાપીત કરેલું આવે છેઅને 'ગુજરાતી ફોનેટીકકીબોર્ડ લેઆઉટ ઉમેર્યા છે.

Sunday, October 14, 2012

RTI 2005


સરેરાશ શિક્ષક માત્ર જણાવે છે, સારો શિક્ષક સમજાવે છે, ઉચ્ચ કક્ષાનો શિક્ષક છણાવટ પર કરે છે પણ 

શ્રેષ્ઠ શિક્ષક પ્રેરિત કરે છે.                   
- વિલિયમ આર્થર વૉર્ડ



Thursday, October 11, 2012


સોફ્ટવેર વગર તમારા કમ્પ્યુટરની સ્પીડ વધારો
કમ્પ્યુટર નોલેજ
સામાન્ય રીતે બહુ વધારે ફાઇલ તેમજ સોફ્ટવેરના કારણોસર અથવા વાયરસના કારણે કમ્પ્યુટર સ્લો પડી જાય છે. કોઈ ફાઇલ પર ડબલ ક્લિક કર્યા પછી પણ જો ફાઇલ ખૂલવામાં સમય લાગે તો સમજવું કે તમારા કમ્પ્યુટરની ગતિ ધીમી પડી ગઈ છે.
આમ તો ઘણાં એવાં સોફ્ટવેર છે , જેની મદદ વડે કમ્પ્યુટરની સ્પીડમાં વધારો કરી શકાય છે , પરંતુ મિત્રો એક એવી તરકીબ છે જેમાં વગર સોફ્ટવેરે પણ તમે તમારા કમ્પ્યુટરની સ્પીડ વધારી શકો છો. તમારા કમ્પ્યુટરમાં બે પ્રોગ્રામ્સ એવા હોય છે જેની મદદથી કમ્પ્યુટર સ્પીડ વધારી શકાય છે.
સૌ પ્રથમ તમારે Start પર ક્લિક કરવાનુંરહેશે. તેમાં All Programs પરથી Accessories પર જશો એટલે System tools દેખાશે અને તેના પર ક્લિક કરતાં જ તમને Disk cleanup લખેલું નજરે પડશે. તેના પર ક્લિક કરો. ક્લિક કરતાં જ તમને એક આઇકોન દેખાશે. જેમાં તમારે ડ્રાઇવ સિલેક્ટ કરવાની રહેશે. જેમાં તમને પૂછવામાં આવશે કે , Are you sure you want to perform these actions? હવે તમારે yes ઉપર ક્લિક કરવાનું રહેશે. આવી રીતે તમારી સ્ક્રિન ઉપર એક બોક્ષ ખૂલ
શે જેમાં તમારે ok કરવાનું રહેશે. ત્યારબાદ તે કામ શરૂ કરી દેશે. હવે તમારી સામે એક આઇકોન આવશે એટલે કે તમનેટૂલ કામ કરતું નજરે પડશે. જ્યારે તેનુંકાર્ય પૂર્ણ થઈ જશે ત્યારે તે આપોઆપ બંધ થઈ જશે.
મિત્રો , હવે તમારા કમ્પ્યુટરની સ્પીડ ચેક કરી લો , પહેલાં કરતાં સ્પીડ વધી ગઈ હશે.
ડિસ્ક ક્લીનઅપ
આ ડિસ્ક ક્લીનઅપની મદદથી કમ્પ્યુટરમાં રહેલી ફાઇલ કમ્પ્રેસ થાય છે અને ટેમ્પરરી ફાઇલ્સને આપોઆપ ડીલિટ કરી નાખે છે તેમજ કમ્પ્યુટરની સફાઈ કરી દે છે , જેના કારણે કમ્પ્યુટરની સ્પીડમાં વધારો થાય છે

Tuesday, October 9, 2012

 . આ સઘળા ફૂલોને કહી દો યુનિફૉર્મમાં આવે,
પતંગિયાઓને પણ કહી દો સાથે દફતર લાવે .
મનફાવે ત્યાં માછલીઓને આમ નહીં તરવાનું,
સ્વીમીંગપુલના સઘળા નિયમોનું પાલન કરવાનું .
દરેક કુંપળોને કૉમ્પ્યુટર ફરજિયાત શીખવાનું ,
લખી જણાવો વાલીઓને તુર્ત જ ફી ભરવાનું .
આ ઝરણાઓને સમજાવો સીધી લીટી દોરે ,
કોયલને પણ કહી દેવું ના ટહુકે ભરબપ્પોરે .
અમથું કૈં આ વાદળીઓને ઍડ્મિશન દેવાનું?
ડોનેશનમાં આખ્ખે આખ્ખું ચોમાસું લેવાનું !
એક નહીં પણ મારી ચાલે છે અઠ્ઠાવન સ્કૂલો,
આઉટડેટ થયેલો વડલો મારી કાઢે ભૂલો !!

મા તે મા
મા નો અર્થ દુનિયાની બધીજ ભાષાઓમાં મા જ થાય છે. રવિન્દ્રનાથ ટાગોર
જો તારા આકાશની કવિતા છે, તો માતા પૃથ્વીની કવિતા છે. દારગ્રેવ
તારું સ્વર્ગ તારી માતાના ચરણોની નીચે છે. હઝરત મહંમદ પયગંબર
માનવે ઈશ્વરને પૃથ્વી પર અવતરવા પ્રાર્થના કરી અને ઈશ્વરે માને મોકલી. બલ્વર લિટન
યૌવન ચાલી જાય છે, પ્રેમ ઓસરી જાય છે, મિત્રતા ખરી પડે છે, પણ માતાનો પ્રેમ સદા વધતો ને વધતો રહે છે. શેકસપિયર
માતા સમાન બીજી કોઈ છાયા નથી. માતા તુલ્ય કોઈ રક્ષક નથી તથા માતા સમાન બીજી કોઈ પ્રિય વસ્તુ નથી. મહાભારત
બાળકની ઉન્નતિ કે અવનતિનો આધાર તેની માતા પર જ હોય છે. નેપોલિયન
જિંદગી પણ કેવી કમાલ છે ! પહેલાં આંસુ આવતાં ત્યારે મા યાદ આવતી, ને આજે મા યાદ આવે છે ને આંસુ આવી જાય છે. રમેશ જોષી
માતા કદી મરતી નથી અને બાળક કદી મોટો થતો નથી. બેફામ
માનવજાતિના હોઠ પરનો સૌથી સુંદર શબ્દ છે મા અને સૌથી સુંદર સાદ હોય તો તે છે, મારી મા. ખલિલ જિબ્રાન
બીમાર પડતો કોઈ પણ માણસ સૌથી પહેલો શબ્દ અને વારંવાર જે શબ્દ બોલે છે તે મા છે. સ્વામી રામતીર્થ
હું આજે જે કંઈ કરી શકું છું અને ભવિષ્યમાં જે કંઈ પણ કરી શકું તેમ છું તે મારી દિવ્ય માતાની પ્રસાદી છે. અબ્રાહમ લિંકન
માનવતા અને સંસ્કૃતિનું મહાવિદ્યાલય માતાના ચરણોમાં છે. ફેડરિલ હેસ્ટન
માતા ધન, પ્રતિષ્ઠા, સંપત્તિ, સુખસગવડ આપી દેવા તૈયાર થશે પણ પુત્રને કદી નહિ આપે. હેલન કેલર
બચપણમાં જે દીકરાને મા-બાપે બોલતાં શીખવાડયું હતું એ દીકરા ઘડપણમાં મા-બાપને ચૂપ રહેતાં શીખવાડે છે
ભારતીય રેલ્વે 
ભારતીય રેલના અનોખા તથ્યો
વિશ્વની સૌથી મોટી અને સૌથી વ્યસ્ત રેલ્વેમાં ભારતીય રેલ અગ્રીમ સ્થાને છે. દરરોજ દોઢ કરોડ મુસાફરોને એક સ્થાનેથી બીજા સ્થાને લઈ જતી ભારતીય રેલ દેશની જીવાદોરી સમાન છે. દેશમાં દરરોજ દસ લાખ ટન જેટલો માલ-સામાન લાવવા લઈ જવા માટે માલગાડીઓના થતાં ઉપયોગને જોતાં રેલ્વે, ભારતના ઉધોગો માટે પ્રાણવાયુનુ કામ કરે છે. દુનિયાની સૌથી વધુ કામદારો રાખતી સંસ્થા તરીકે ભારતીય રેલનો જોટો જડે તેમ નથી. તેમાં લગભગ દોઢ કરોડ કર્મચારીઓ સેવા બજાવી રહ્યા છે. એક પરિવારમાં પાંચ વ્યક્તિઓની સરેરાશ સંખ્યા ગણીએ તો સાડાસાત કરોડ લોકો માત્ર રેલ્વે પર ગુજરાન ચલાવી રહ્યા છે. આ વાત માત્ર કર્મચારીઓની થઈ. પરંતુ,કુલીથી માંડીને ફેરિયાઓ સુધી દેશના બીજા કરોડો લોકોની આજીવીકાનુ સાધન માત્ર રેલ્વે જ છે.
દરરોજ 63,465 કિલોમીટર જેટલો મસમોટો રૂટ કવર કરતી વિવિધ ટ્રેનો દેશની નસોમાં રૂધીરની જેમ દોડી રહી છે. રેલ્વેની વિવિધ માલગાડીઓના અંદાજીત 2,22,379 જેટલા વેગનો છે અને પેસેન્જરટ્રેનોમાં 42,125 કોચ છે. દેશમાં દિવસદરમિયાન 14,444 ટ્રોનો દોડે છે જે પૈકીની 8702 પેસેન્જર ટ્રેનો છે. દેશમાં ટ્રેનોની શરૂઆત આજથી અંદાજે દોઢસો વર્ષ પૂર્વે થઈ હતી.
આપણો દેશ આઝાદ થયો તે સમયે 42 વિવિધ સંસ્થા દ્વારા અલગ-અલગ ટ્રેનોનુ સંચાલન થતુ હતુ. પરંતુ 1951માં તમામનુ અધિગ્રહણ કરવામાં આવ્યુ અને સંયુક્ત ઉપક્રમ તરીકે ભારતીય રેલ્વેની શરૂઆત કરવામાં આવી હતી. માત્ર 57 વર્ષના સમયગાળામાં યુદ્ધના ધોરણે વિકાસ પામેલી ભારતીય રેલ્વે દેશમાટે જ નહીં દુનિયા માટે પણ એક અજાયબી સ્વરૂપ છે.

Monday, October 8, 2012


 ઇકો કલબ ICO CLUB
 
શિક્ષકની ભૂમિકા:
સૌ પ્રથમ જે શાળાઓમાં આ કાર્યક્રમ અમલમાં મૂકાનાર છે તે શાળામાંથી એક શિક્ષકને પસંદ કરવામાં આવશે અને આ શિક્ષકોને ઓરિએન્ટેશન તાલીમ આપવામાં આવશે. સાથે ઇકો કલબના સભ્યોને પોતાની શાળામાં તેમજ અન્ય શાળાઓમાં પર્યાવરણની જાગૃતિના કાર્યક્રમો તથા પ્રવૃત્તિઓમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવાના રહેશે. શિક્ષક દ્વારા અઠવાડિયામાં ઓછામાં ઓછા એક કલાકમાટે ઇકો કલબના સભ્યોને ભેગા કરી કોઇ નેકોઇ પ્રવૃત્તિ કરાવવાની રહેશે. આવતા અઠવાડિયામાં કઇ પ્રવૃત્તિ કરાવવી તે અંગે વિઘાર્થીઓ અભિપ્રાય આપે તે રીતનુંપ્રોત્સાહન પૂરું પાડવાનું રહેશે. આચાર્ય સાથે ચર્ચા કરી તેના અમલ માટે જરૂરી તૈયારી કરવાની રહેશે.
પ્રવૃત્તિઓ:
પ્રાથમિક શાળાના બાળકોની બનેલી ઇકો કલબસમાજને વધુ ઉપયોગી બને એ માટે નીચેના જેવી બાબતો મુખ્ય છે.
ધન કચરાનો નિકાલ.
પ્રદૂષણ અટકાવવામાં મદદગારી.
પાણીની અછત નિવારણની કામગીરી.
નાગરિક સુવિધાઓમાં મદદગારી.
સ્કુલ, ગ્રામ્ય વિસ્તારમાં વૃક્ષારોપણ.
પાણીનો બગાડ અટકાવવાની જાગૃતિ.
જાહેર બાગ - બગીચાની જાળવણી.
લોકોમાં પર્યાવરણની સુધારણાનો મૈત્રીભર્યો અભિગમ અને વલણ તથા અભિરૂચિકેળવવી.
જમીન અને ભેજ સંરક્ષણ અંગેની જાગૃતિ કેળવવી.
ઇકો કલબ અંતર્ગત શાળાકીય પ્રવૃતિઓ
સ્વસ્થ જમીનની રચના.
શાળા ઔષધબાગની રચના કરવી.
શાકભાજીના બગીચા કરવા.
કચરાનાં કંપોઝ ખાડા કરવાં.
પર્યાવરણની દ્રષ્ટિએ અગત્યના સ્થળો જેવાકે વન્યપ્રાણી ઉઘાનો, અભ્યારણ્યો તથા પ્રદૂષણ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત ગોઠવવી. જાગૃતિ માટે શિબિરોનુંઆયોજન કરવું.
શાળાઓમાં કે જાહેર જગ્યાઓમાં વૃક્ષોના વાવેતરની કામગીરી તેમજ શાળા, કૉલોની, જાહેર સ્થળો અને તેમની આસપાસની જગ્યાએ સ્વચ્છતાની પ્રવૃત્તિ કરવી. વ્યકિતગત સ્વચ્છતા પ્રત્યે સભાનતા ઉભી કરવી. જેમકે જમતાં પહેલાં હાથ ધોવા, ડોયાથી પાણી પીવું, નખ કાપવા, ખોરાક - પાણીને ઢાંકીને રાખવા, ગંદકી કરવી નહિં.
જાહેર સ્થળોની સ્વચ્છતા જાળવવા શિક્ષણ આપવું.
શાળા કે બહારના જાહેર બાગ - બગીચાની સ્વચ્છતા અને જાળવણી માટે સભાનતા કેળવવી.
આ કાર્યક્રમ અંતર્ગત પર્યાવરણ અંગેની સ્પર્ધાઓ અને વાર્તાલાપ અંદરો અંદર યોજવા. દા.ત. ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધા.
ઉત્સવોની ઉજવણી કરવી. વિશ્વ પર્યાવરણ દિન, વનમહોત્સવ, વન દિવસ વગેરે.
તાલીમ:
આ સંદર્ભે રાજય કક્ષાએથી તાલીમનું આયોજન કરીને શાળા સુધી પહોંચવાનો અભિગમરહેલો છે. રાજય કક્ષાએ યોજાતી તાલીમ દરમ્યાન વિવિધ પર્યાવરણ અંગે કાર્ય કરતી સંસ્થાઓની પણ મુલાકાત કરાવવામા઼ આવે છે. રાજય કક્ષાએથી તૈયાર થયેલ તજજ્ઞો દ્વારા જિલ્લા કક્ષાએ અને શાળાઓના શિક્ષકોને તાલીમ આપવામાં આવે છે.
પ્રકાશનો:
આ કાર્યક્રમમાં સમાવિષ્ટ તમામ શાળાઓને આ અંતર્ગત કરવામાં આવતી પ્રવૃત્તિઓ અંગેનું જરૂરી સાહિત્ય તૈયાર કરી આપવામાં આવેલ છે. જેમાં સ્વસ્થ જમીનનું નિર્માણ કેવી રીતે કરવું, શાળામાં તથા બહાર વનસ્પતિ સંરક્ષણ કેવી રીતે કરવું, શાળામાં ઔષધબાગની રચના કેવી રીતે કરવી તથા અન્ય દિવસોની ઉજવણી તથા આ અંગે યોજવાની થતી સ્પર્ધાઓ વિશે પણ સાહિત્ય તૈયાર કરી શાળાઓને આપવામાં આવેલ છે.
અમલીકરણ:
પ્રાથમિક શાળાઓમાં આ કાર્યક્રમનું અમલીકરણ કરીએ ત્યારે શિક્ષકના માર્ગદર્શન હેઠળ વિઘાર્થીઓની ટુકડીઓ બનાવી આ અંતર્ગત પ્રવૃત્તિઓ કરાવી શકાય. જેથી પ્રાથમિક કક્ષાએથી વિઘાર્થીઓમાં પર્યાવરણ જાળવણી સંદર્ભેજાગૃતતા કેળવી શકાય. જયારે તાલીમી સંસ્થાઓમાં આ કાર્યક્રમનું અમલીકરણ કરીએ ત્યારે સંસ્થાના તાલીમાર્થીઓને પ્રોજેકટ વર્ક આપીને આ પ્રવૃત્તિઓ કરાવી શકાય. જેને મૂલ્યાંકન પ્રક્રિયા સાથે પણ જોડીને કાર્યક્રમને વધુ અસરકારક બનાવી શકાય. વર્ષ ૨૦૦૬થી અજમાયશી ધોરણે ૪૦૦૦ પ્રાથમિક શાળાઓ તથા૨૬ ડાયટમાં અમલીકરણ કરવામાં આવેલ હતુ. હકારાત્મક પ્રતિભાવોને આધારે વર્ષ ૨૦૦૭થી રાજયની તમામ પ્રાથમિક (૩૨૫૧૨) શાળાઓમાં અને ૨૬ ડાયટ તથા જીસીઇઆરટી સંચાલીત બી.એડ સંસ્થામાં અમલીકરણ કરવામાં આવેલ છે. શાળા દીઠ ગ્રાંટ આપવામાં આવે છે.