સુવિચાર :- "ન એને ચવાલેયો ઈતિહાસ આપીએ, દિશાઓ ખૂલે એવો અજવાસ આપીએ,આપણી સીમાઓ ન દેખાડીએ એમને, એ તો વિદ્યાર્થી છે, એને તો આકાશ આપીએ.

સુવિચાર :- "સમય પણ શીખવે છે અને શિક્ષક પણ શીખવે છે,પણ બન્નેમાં ફર્ક એ છે કે શિક્ષક શીખવીને પરીક્ષા લે છે જયારે સમય પરીક્ષા લઈને શીખવે છે."

Friday, December 20, 2013

મંથન


ત્યારે દુ:ખની શરુઆત થાય

તહેવાર કરતા વહેવાર વધી જાય ત્યારે દુ:ખની શરૂઆત થાય,

દરકાર કરતા શણગાર વધી જાય ત્યારે દુ:ખની શરૂઆત થાય.

સંસાર કરતા જંજાળ વધી જાય ત્યારે દુ:ખની શરૂઆત થાય,

સહકાર કરતા પડકાર વધી જાય ત્યારે દુ:ખની શરૂઆત થાય.

આવક કરતા જાવક વધી જાય ત્યારે દુ:ખની શરૂઆત થાય,

વર્તમાન કરતા ભૂતકાળ વધી જાય ત્યારે દુ:ખની શરૂઆત થાય.

કામ કરતા કારભાર વધી જાય ત્યારે દુ:ખની શરૂઆત થાય,

કરનાર કરતા ગણનાર વધી જાય ત્યારે દુ:ખની શરૂઆત થાય.

ગ્રાહક કરતા દુકાનદાર વધી જાય ત્યારે દુ:ખની શરૂઆત થાય,

મિલકત કરતા વારસદાર વધી જાય ત્યારે દુ:ખની શરૂઆત થાય.

મિત્રો કરતા સલાહકાર વધી જાય ત્યારે દુ:ખની શરૂઆત થાય,

ઈમાનદાર કરતા માલદાર વધી જાય ત્યારે દુ:ખની શરૂઆત થાય.

No comments:

Post a Comment