સુવિચાર :- "ન એને ચવાલેયો ઈતિહાસ આપીએ, દિશાઓ ખૂલે એવો અજવાસ આપીએ,આપણી સીમાઓ ન દેખાડીએ એમને, એ તો વિદ્યાર્થી છે, એને તો આકાશ આપીએ.

સુવિચાર :- "સમય પણ શીખવે છે અને શિક્ષક પણ શીખવે છે,પણ બન્નેમાં ફર્ક એ છે કે શિક્ષક શીખવીને પરીક્ષા લે છે જયારે સમય પરીક્ષા લઈને શીખવે છે."

Saturday, June 22, 2013

અનામત – સવર્ણોનું Discrimination !

આપણું બંધારણ ! – વિશ્વનું સૌથી મોટું લેખિત, ગૌરવશાળી બંધારણ !!
     સારું દેખાય એ બહુ ટકાઉ હોતું નથી,વેપારીલાઈનનો આ સિધ્ધાંત બંધારણને પણ અક્ષરશ: લાગુ પાડી શકાય એમ છે ! – છેલ્લાં ૬૨ વર્ષોમાં ૯૭ સંશોધનો કરવા પડ્યા છે !!
     હમણાં સત્યમેવ જયતે પ્રોગ્રામમાં એક સંવેદનશીલ મુદ્દો છેડવામાં આવ્યો, જ્ઞાતિપ્રથાનો. જ્ઞાતિને આધારે થતાં સામાજિક ભેદભાવનો.
     હાલની પરિસ્થિતિમાં આ મુદ્દાને જોવાની જરૂર છે.અત્યારે જ્ઞાતિને આધારે શૈક્ષણિક ભેદભાવ ચાલે છે !!
    હાલની પેઢીને શાળામાં સમાનતાનાં પાઠ ભણાવવામાં આવે છે,અને એનાથી ઉલટું એ જયારે શાળામાં ભણીને ઉચ્ચ અભ્યાસ કરે છે કે નોકરી મેળવે છે,ત્યારે ચોતરફ અસમાનતા! હું એવું સ્પષ્ટપણે માનું છું કે, આ બાબત સમાજના નવી પેઢીનાં નાગરિકોનાં મન પર ખંડનાત્મક અસરો કરે છે!
     ધોરણ ૧૨ પાસ કરીને એક વિદ્યાર્થીએ પી.ટી.સી. કરવાનું નક્કી કર્યું. ૧૨માં ટકા ઓછા હતા. તેમ છતાં તે અમુક જ્ઞાતિનો હોવાથી તેને શહેરી વિસ્તારની સરકારી કોલેજ માં એડમિશન મળી ગયું. પીટીસી કર્યું. ભાઈએ વિદ્યાસહાયક તરીકે ઉમેદવારી કરી. આમાં પણ મેરીટ ઓછું,પણ અનામતનો લાભ લેતાં નોકરી મળી ગઈ ! સારું ચાલો એક પરિવારને જરૂર હતી, અને નોકરી મળી ગઈ.
     હમણાં મુખ્યશિક્ષક માટેની જગ્યાઓ ઉભી થઇ છે. આ ભાઈ એ પણ પરિક્ષા આપીને મુખ્યશિક્ષક થવાનું વિચાર્યું. ફોર્મ ભર્યું, ફી ભરી, અમુક જ્ઞાતિનાં હોવાથી ફી ૨૦૦ ને બદલે ૧૦૦ રૂપિયા ! – છેલ્લાં ૧૦ વર્ષથી ભાઈ સરકારી નોકરિયાત છે, શું તેને સવર્ણોથી ઓછો પગાર મળે છે? શું સવર્ણોનું સમાનાર્થી ગર્ભશ્રીમંત છે ? સરખું કમાતા બે શિક્ષકોની ફી જાતિ ને આધારે અલગ અલગ ! – વાત આટલે થી ખતમ થઇ જાતિ હોત તો તો ઠીક. અમુક જ્ઞાતિનાં હોય એટલે અભિયોગ્યતા પણ ઓછી હોય તો ચાલે ! મુખ્યશિક્ષક અભિયોગ્યતા કસોટીમાં ૯૦ માર્કે પાસ થવાનું હતું, પણ અનામત કેટેગરી માટે ૮૨ ! બધેય ભણવાનાં મેરીટમાં પાછળ પણ જાતિનાં  મેરીટ માં આગળ !! હવે વાત આવી જીલ્લા પસંદગીની, એમાં પણ ભાઈ અત્યારે અનામતનાં લાભથી કોર્પોરેશન લઇને બેઠા છે !!
     ૬૨ વર્ષો, આશરે ત્રણ પેઢીઓ સુધી અનામતનો (ગેર!)લાભ આપવામાં આવ્યો છે. કેટલીક વાર, હારું કેટલીક વાર ! – જ્ઞાતિ એ જ લાયકાત !! ૬૨ વર્ષો પછી પણ અનામત પ્રથા પછાતોને વિકસિત નથી કરી શકી ?? શું આ સિસ્ટમવાળા એમ માને છે કે અનામતનો લાભ આપીને તેઓ સમાજસેવા કરે છે ?!? અરે, ઉલટાનું વૈમનસ્ય વધતું જાય છે !
     અનામત જે તે સમયે લેવાયેલું અત્યંત સરાહનીય પગલું હતું. સામાજિક, આર્થીક રીતે પછાત લોકો શૈક્ષણિક રીતે પછાત ન રહે, તેઓનું સમાજ નાં અન્ય વર્ગોની જેમ શિક્ષણ દ્વારા ઉત્થાન થાય એવો ઉમદા હેતુ હતો. પણ ૬૨ વર્ષો બાદ અનામતની વ્યાખ્યા બદલાવવાની જરૂર છે. ખરેખર તો શિક્ષિતો એ જ સામેથી આ પ્રથાનો લાભ લેવાનું ટાળવું જોઈએ ! મેં જે ભાઈની ઉપર વાત કરી તેના માતા પિતા બંને સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષક છે !શું તમને લાગે છે કે તેઓને ખરેખર અનામતની જરૂર હતી !!??
     એવું કહેવામાં આવતું હોય કે, કોઈને તેઓની જ્ઞાતિને આધારે ક્યારેય અપમાનિત ન કરવાં... તો અનામતપ્રથા એ સવર્ણોનું અપમાન છે.
તણખો :
         એક ગામમાં એક મજુરી કરતાં વાલીનાં છોકરાને શિષ્યવૃત્તિ ન મળે , અને એ જ ગામનાં ગાડીમાં ફરતાં સરપંચનાં છોકરાને શિષ્યવૃત્તિ મળે !!– આ ક્યાંનો ન્યાય ?? શું આ Discrimination નથી ??????

1 comment:

  1. bhai hu pan anamamt ma aavu chhu
    ano virodh pan karu chhu
    pan aatala prasno no jarur javab aapso plz
    1 anamat nahoy to su amne nokari male?
    2 tamara vistar ma raheva makan male?
    3 badha j saman hak m,ale
    4 gnatipratha dur thai
    5 gyati prathadur karo manma thi pan dur karo
    ana mat ni jarur j nathi
    pan pahela upar na prasno nu dil thi vichar karjo

    ReplyDelete