સુવિચાર :- "ન એને ચવાલેયો ઈતિહાસ આપીએ, દિશાઓ ખૂલે એવો અજવાસ આપીએ,આપણી સીમાઓ ન દેખાડીએ એમને, એ તો વિદ્યાર્થી છે, એને તો આકાશ આપીએ.

સુવિચાર :- "સમય પણ શીખવે છે અને શિક્ષક પણ શીખવે છે,પણ બન્નેમાં ફર્ક એ છે કે શિક્ષક શીખવીને પરીક્ષા લે છે જયારે સમય પરીક્ષા લઈને શીખવે છે."

Tuesday, October 9, 2012

મા તે મા
મા નો અર્થ દુનિયાની બધીજ ભાષાઓમાં મા જ થાય છે. રવિન્દ્રનાથ ટાગોર
જો તારા આકાશની કવિતા છે, તો માતા પૃથ્વીની કવિતા છે. દારગ્રેવ
તારું સ્વર્ગ તારી માતાના ચરણોની નીચે છે. હઝરત મહંમદ પયગંબર
માનવે ઈશ્વરને પૃથ્વી પર અવતરવા પ્રાર્થના કરી અને ઈશ્વરે માને મોકલી. બલ્વર લિટન
યૌવન ચાલી જાય છે, પ્રેમ ઓસરી જાય છે, મિત્રતા ખરી પડે છે, પણ માતાનો પ્રેમ સદા વધતો ને વધતો રહે છે. શેકસપિયર
માતા સમાન બીજી કોઈ છાયા નથી. માતા તુલ્ય કોઈ રક્ષક નથી તથા માતા સમાન બીજી કોઈ પ્રિય વસ્તુ નથી. મહાભારત
બાળકની ઉન્નતિ કે અવનતિનો આધાર તેની માતા પર જ હોય છે. નેપોલિયન
જિંદગી પણ કેવી કમાલ છે ! પહેલાં આંસુ આવતાં ત્યારે મા યાદ આવતી, ને આજે મા યાદ આવે છે ને આંસુ આવી જાય છે. રમેશ જોષી
માતા કદી મરતી નથી અને બાળક કદી મોટો થતો નથી. બેફામ
માનવજાતિના હોઠ પરનો સૌથી સુંદર શબ્દ છે મા અને સૌથી સુંદર સાદ હોય તો તે છે, મારી મા. ખલિલ જિબ્રાન
બીમાર પડતો કોઈ પણ માણસ સૌથી પહેલો શબ્દ અને વારંવાર જે શબ્દ બોલે છે તે મા છે. સ્વામી રામતીર્થ
હું આજે જે કંઈ કરી શકું છું અને ભવિષ્યમાં જે કંઈ પણ કરી શકું તેમ છું તે મારી દિવ્ય માતાની પ્રસાદી છે. અબ્રાહમ લિંકન
માનવતા અને સંસ્કૃતિનું મહાવિદ્યાલય માતાના ચરણોમાં છે. ફેડરિલ હેસ્ટન
માતા ધન, પ્રતિષ્ઠા, સંપત્તિ, સુખસગવડ આપી દેવા તૈયાર થશે પણ પુત્રને કદી નહિ આપે. હેલન કેલર
બચપણમાં જે દીકરાને મા-બાપે બોલતાં શીખવાડયું હતું એ દીકરા ઘડપણમાં મા-બાપને ચૂપ રહેતાં શીખવાડે છે

No comments:

Post a Comment