સુવિચાર :- "ન એને ચવાલેયો ઈતિહાસ આપીએ, દિશાઓ ખૂલે એવો અજવાસ આપીએ,આપણી સીમાઓ ન દેખાડીએ એમને, એ તો વિદ્યાર્થી છે, એને તો આકાશ આપીએ.

સુવિચાર :- "સમય પણ શીખવે છે અને શિક્ષક પણ શીખવે છે,પણ બન્નેમાં ફર્ક એ છે કે શિક્ષક શીખવીને પરીક્ષા લે છે જયારે સમય પરીક્ષા લઈને શીખવે છે."

Thursday, October 11, 2012


સોફ્ટવેર વગર તમારા કમ્પ્યુટરની સ્પીડ વધારો
કમ્પ્યુટર નોલેજ
સામાન્ય રીતે બહુ વધારે ફાઇલ તેમજ સોફ્ટવેરના કારણોસર અથવા વાયરસના કારણે કમ્પ્યુટર સ્લો પડી જાય છે. કોઈ ફાઇલ પર ડબલ ક્લિક કર્યા પછી પણ જો ફાઇલ ખૂલવામાં સમય લાગે તો સમજવું કે તમારા કમ્પ્યુટરની ગતિ ધીમી પડી ગઈ છે.
આમ તો ઘણાં એવાં સોફ્ટવેર છે , જેની મદદ વડે કમ્પ્યુટરની સ્પીડમાં વધારો કરી શકાય છે , પરંતુ મિત્રો એક એવી તરકીબ છે જેમાં વગર સોફ્ટવેરે પણ તમે તમારા કમ્પ્યુટરની સ્પીડ વધારી શકો છો. તમારા કમ્પ્યુટરમાં બે પ્રોગ્રામ્સ એવા હોય છે જેની મદદથી કમ્પ્યુટર સ્પીડ વધારી શકાય છે.
સૌ પ્રથમ તમારે Start પર ક્લિક કરવાનુંરહેશે. તેમાં All Programs પરથી Accessories પર જશો એટલે System tools દેખાશે અને તેના પર ક્લિક કરતાં જ તમને Disk cleanup લખેલું નજરે પડશે. તેના પર ક્લિક કરો. ક્લિક કરતાં જ તમને એક આઇકોન દેખાશે. જેમાં તમારે ડ્રાઇવ સિલેક્ટ કરવાની રહેશે. જેમાં તમને પૂછવામાં આવશે કે , Are you sure you want to perform these actions? હવે તમારે yes ઉપર ક્લિક કરવાનું રહેશે. આવી રીતે તમારી સ્ક્રિન ઉપર એક બોક્ષ ખૂલ
શે જેમાં તમારે ok કરવાનું રહેશે. ત્યારબાદ તે કામ શરૂ કરી દેશે. હવે તમારી સામે એક આઇકોન આવશે એટલે કે તમનેટૂલ કામ કરતું નજરે પડશે. જ્યારે તેનુંકાર્ય પૂર્ણ થઈ જશે ત્યારે તે આપોઆપ બંધ થઈ જશે.
મિત્રો , હવે તમારા કમ્પ્યુટરની સ્પીડ ચેક કરી લો , પહેલાં કરતાં સ્પીડ વધી ગઈ હશે.
ડિસ્ક ક્લીનઅપ
આ ડિસ્ક ક્લીનઅપની મદદથી કમ્પ્યુટરમાં રહેલી ફાઇલ કમ્પ્રેસ થાય છે અને ટેમ્પરરી ફાઇલ્સને આપોઆપ ડીલિટ કરી નાખે છે તેમજ કમ્પ્યુટરની સફાઈ કરી દે છે , જેના કારણે કમ્પ્યુટરની સ્પીડમાં વધારો થાય છે

No comments:

Post a Comment