સુવિચાર :- "ન એને ચવાલેયો ઈતિહાસ આપીએ, દિશાઓ ખૂલે એવો અજવાસ આપીએ,આપણી સીમાઓ ન દેખાડીએ એમને, એ તો વિદ્યાર્થી છે, એને તો આકાશ આપીએ.

સુવિચાર :- "સમય પણ શીખવે છે અને શિક્ષક પણ શીખવે છે,પણ બન્નેમાં ફર્ક એ છે કે શિક્ષક શીખવીને પરીક્ષા લે છે જયારે સમય પરીક્ષા લઈને શીખવે છે."

Monday, October 8, 2012


       બાળપણ
ખીસ્સામાં રાખી ચાંદ-સૂરજ ગગનમાં ઉડવુ,
કઈંક અંશે હતુ પાગલપણુ બાળપણમાં.
વાદળોને અથડાવી વીજળીના ચમકારા જોવા,
કઈંક અંશે હતુ પાગલપણુ બાળપણમાં.
મેઘધનુષની પૂછડી પકડીની મરોડવી મજાથી,

કઈંક અંશે હતુ પાગલપણુ બાળપણમાં.

દરિયામાં છબછબિયા કરી પૃથ્વીને ભીંજાવવી,

કઈંક અંશે હતુ પાગલપણુ બાળપણમાં.

ચાંદને આંગળીથી હડસેલી ખૂણે સરકાવવુ દૂર,

કઈંક અંશે હતુ પાગલપણુ બાળપણમાં.

સુર્યના પ્રકાશને ઢાંકી દેવો હથેળીથી આખો દિવસ,

કઈંક અંશે હતુ પાગલપણુ બાળપણમાં

No comments:

Post a Comment