સુવિચાર :- "ન એને ચવાલેયો ઈતિહાસ આપીએ, દિશાઓ ખૂલે એવો અજવાસ આપીએ,આપણી સીમાઓ ન દેખાડીએ એમને, એ તો વિદ્યાર્થી છે, એને તો આકાશ આપીએ.

સુવિચાર :- "સમય પણ શીખવે છે અને શિક્ષક પણ શીખવે છે,પણ બન્નેમાં ફર્ક એ છે કે શિક્ષક શીખવીને પરીક્ષા લે છે જયારે સમય પરીક્ષા લઈને શીખવે છે."

Tuesday, October 9, 2012

ભારતીય રેલ્વે 
ભારતીય રેલના અનોખા તથ્યો
વિશ્વની સૌથી મોટી અને સૌથી વ્યસ્ત રેલ્વેમાં ભારતીય રેલ અગ્રીમ સ્થાને છે. દરરોજ દોઢ કરોડ મુસાફરોને એક સ્થાનેથી બીજા સ્થાને લઈ જતી ભારતીય રેલ દેશની જીવાદોરી સમાન છે. દેશમાં દરરોજ દસ લાખ ટન જેટલો માલ-સામાન લાવવા લઈ જવા માટે માલગાડીઓના થતાં ઉપયોગને જોતાં રેલ્વે, ભારતના ઉધોગો માટે પ્રાણવાયુનુ કામ કરે છે. દુનિયાની સૌથી વધુ કામદારો રાખતી સંસ્થા તરીકે ભારતીય રેલનો જોટો જડે તેમ નથી. તેમાં લગભગ દોઢ કરોડ કર્મચારીઓ સેવા બજાવી રહ્યા છે. એક પરિવારમાં પાંચ વ્યક્તિઓની સરેરાશ સંખ્યા ગણીએ તો સાડાસાત કરોડ લોકો માત્ર રેલ્વે પર ગુજરાન ચલાવી રહ્યા છે. આ વાત માત્ર કર્મચારીઓની થઈ. પરંતુ,કુલીથી માંડીને ફેરિયાઓ સુધી દેશના બીજા કરોડો લોકોની આજીવીકાનુ સાધન માત્ર રેલ્વે જ છે.
દરરોજ 63,465 કિલોમીટર જેટલો મસમોટો રૂટ કવર કરતી વિવિધ ટ્રેનો દેશની નસોમાં રૂધીરની જેમ દોડી રહી છે. રેલ્વેની વિવિધ માલગાડીઓના અંદાજીત 2,22,379 જેટલા વેગનો છે અને પેસેન્જરટ્રેનોમાં 42,125 કોચ છે. દેશમાં દિવસદરમિયાન 14,444 ટ્રોનો દોડે છે જે પૈકીની 8702 પેસેન્જર ટ્રેનો છે. દેશમાં ટ્રેનોની શરૂઆત આજથી અંદાજે દોઢસો વર્ષ પૂર્વે થઈ હતી.
આપણો દેશ આઝાદ થયો તે સમયે 42 વિવિધ સંસ્થા દ્વારા અલગ-અલગ ટ્રેનોનુ સંચાલન થતુ હતુ. પરંતુ 1951માં તમામનુ અધિગ્રહણ કરવામાં આવ્યુ અને સંયુક્ત ઉપક્રમ તરીકે ભારતીય રેલ્વેની શરૂઆત કરવામાં આવી હતી. માત્ર 57 વર્ષના સમયગાળામાં યુદ્ધના ધોરણે વિકાસ પામેલી ભારતીય રેલ્વે દેશમાટે જ નહીં દુનિયા માટે પણ એક અજાયબી સ્વરૂપ છે.

No comments:

Post a Comment