સુવિચાર :- "ન એને ચવાલેયો ઈતિહાસ આપીએ, દિશાઓ ખૂલે એવો અજવાસ આપીએ,આપણી સીમાઓ ન દેખાડીએ એમને, એ તો વિદ્યાર્થી છે, એને તો આકાશ આપીએ.

સુવિચાર :- "સમય પણ શીખવે છે અને શિક્ષક પણ શીખવે છે,પણ બન્નેમાં ફર્ક એ છે કે શિક્ષક શીખવીને પરીક્ષા લે છે જયારે સમય પરીક્ષા લઈને શીખવે છે."

Monday, November 12, 2012


જીવન  ઉપાસનાની  સદા ધૂન  છે  મને
હું   જિંદગીનો  એક  નવો  દ્રષ્ટિકોણ  છું
મારી વિચાર જ્યોત  મને  માર્ગ  આપશે
છું  એકલવ્ય  હું  જ અને  હું જ  દ્રોણ છું
-મનહરલાલ ચોકસી

લઈ  રસાલો  રૂપનો,  કન્યા  મંદિર  જાય
'ઓ હો,દર્શન થઈ ગયા',બોલે જાદવરાય
-ઉદયન  ઠક્કર

કઈ  તરકીબથી  પથ્થરની કેદ તોડી છે
કૂંપણની પાસે શું કુમળી કોઈ હથોડી છે
-ઉદયન ઠક્કર

હોઠ હસે તો ફાગુન ગોરી  આંખ ઝરે તો સાવન
મોસમ મારી તું જ કાળની મિથ્યા આવનજાવન
-હરીન્દ્ર દવે

તરસની માંડ  પડે  ટેવ  ને  અચાનક ત્યાં
વસંત   જેવું   મળી   જાય   કોઈ  વેરાને
કોઈ એકાન્તમાં ધરબાઈ જવા નીકળ્યો'તો
તમે મળી ગયા  કેવા  અવાવરુ   સ્થાને !
-હરીન્દ્ર દવે

રે મન ચાલ મહોબત કરીએ
નદી  નાળામાં  કોણ  મરે ?
ચલ  ડૂબ  ઘૂઘવતે દરિએ !
-હરીન્દ્ર દવે

રાતદિવસનો રસ્તો વ્હાલમ નહિ તો ખૂટે કેમ
તમે  કરજો  પ્રેમની  વાતો અમે કરીશું  પ્રેમ
-સુરેશ દલાલ

મૈત્રી  ભાવનું  પવિત્ર ઝરણું   મુજ  હૈયામાં વહ્યા કરે
શુભ થાઓ આ સકળ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે
-ચિત્રભાનુ

બચાવીને રહો નહિ જાતને જગના અનુભવથી
પ્રહારો યે જરૂરી છે  જીવનના શિલ્પ ઘડતરમાં
-જયંત શેઠ

અમે બરફનાં પંખી રે ટહુકે ટહુકે પીગળ્યા
-અનિલ જોશી

છે પ્રસંગો  પાનખરના  ચાલશે
ને તરુ  પર્ણો વગરના  ચાલશે
લાગણીની એટલી લાગી તરસ
કે  હશે  આંસુ  મગરના ચાલશે
-કરસનદાસ લુહાર

સાવ નાનું ઘર હશે તો ચાલશે  મોકળું  ભીતર હશે તો ચાલશે
ધરતી કોરીકટ રહે તે કરતાં તો છાપરે ગળતર હશે તો ચાલશે
હાથ  લંબાવું  ને તું  હોય  ત્યાં  એટલું  અંતર હશે તો ચાલશે
પ્રાણ પૂરવાનું છે મારા હાથમાં એ ભલે પથ્થર હશે તો ચાલશે
હેમાંગ જોશી

અહીં આપણે બે અને વરસાદ ભીંજવે
મને  ભીંજવે તું  તને વરસાદ ભીંજવે
-રમેશ પારેખ

હવે   પાંપણોમાં  અદાલત  ભરાશે
મેં સ્વપ્ન નિરખવાના ગુના કર્યા છે
-રમેશ પારેખ

સ્પર્શ  દઈ  પાણી  વહી   જાતું   હશે
ત્યારે આ પત્થરોને કંઈક તો થાતું હશે
-રમેશ પારેખ

મીરાં કેપ્રભુ અરજી થઈને ઊભાં છીએ લ્યો વાંચો
વડી  કચેરી  તમે  હરિવર હુકમ  આપજો   સાચો
-રમેશ પારેખ

ટપાલની જેમ તમે  ઘર ઘર પ્હોંચો પણ
સમસ્ત શહેરના લોકો અભણ મળે તમને
-રમેશ પારેખ

તબક્કો જુદા પડવાનો જુદાઈમાં ય ના આવ્યો
તમે જુદા હતા ક્યાં કે તમારાથી જુદા પડીએ?
-રમેશ પારેખ

મને સદભાગ્ય કે શબ્દો મળ્યા તારે નગર જાવા
ચરણ લઈ દોડવા બેસું તો વરસોનાં વરસ લાગે
-મનોજ ખંડેરિયા

બધાનો  હોઈ  શકે   સત્યનો વિકલ્પ નથી
ગ્રહોની  વાત  નથી  સૂર્યનો વિકલ્પ નથી
કપાય કે ન બળે  ના ભીનો યા થાય જૂનો
કવિનો શબ્દ છે  એ  શબ્દનો વિકલ્પ નથી
હજારો  મળશે   મયૂરાસનો   કે  સિંહાસન
નયનનાં આંસુજડિત તખ્તનો વિકલ્પ નથી
લડી જ  લેવું  રહ્યું  મારી  સાથે  ખુદ મારે
હવે તો  દોસ્ત  આ સંઘર્ષનો  વિકલ્પ નથી
-મનોજ ખંડેરિયા

વતનની ધૂળથી માથું ભરી લઉં આદિલ
અરે આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે
-આદિલ મન્સુરી

અંધશ્રદ્ધાનો   ન   એને   દોષ  દો
અંધને  શ્રદ્ધા ન હોય  તો  હોય  શું
જ્યાં  ગુનાહો  સાથ શ્રદ્ધા પણ વધે
ત્યાં ભલા ગંગા ન હોય તો હોય શું
-નઝીર ભાતરી

એકલવ્યને  અંગુઠેથી  લોહી વહ્યાં'તાં  રાતા
સદીઓથી તપવે છે સૂરજ તોય નથી સૂકાતાં
-ભગુભાઈ રોહડિયા

કિસ્સો  કેવો  સરસ  મઝાનો છે
બેઉં  વ્યક્તિ  સુખી  થયાનો છે
પલ્લું તારી તરફ નમ્યાનો તને
મુજને આનંદ  ઊંચે ગયાનો છે
-મુકુલ ચોકસી

મુહોબ્બતના  સવાલોના  કોઈ  ઉત્તર નથી હોતા
અને જે  હોય  છે  તે   એટલા  સદ્ધર નથી હોતા
મળે છે કોઈ એક જ પ્રેમીને સાચી લગન દિલની
બધાય  ઝેર   પીનારા  કંઈ  શંકર  નથી  હોતા
-શેખાદમ આબુવાલા

અમને નાખો જિંદગીની આગમાં
આગને  પણ  ફેરવીશું  બાગમાં
સર  કરીશું આખરે  સૌ  મોરચા
મોતને પણ આવવા દો લાગમાં
-શેખાદમ આબુવાલા

મરીશું  તો  અમે  ખુદ મોત માટે જાન થઈ જાશું
રહીશું  બાગમાં  તો  આગનો  સામાન થઈ જાશું
ઉછાળા મારીને અમને ન પાછા વાળ ઓ સાગર
કિનારો આવશે તો ખુદ અમે  તોફાન થઈ  જાશું
-શેખાદમ આબુવાલા

શી રીતે મન ડામશે  રંગ અદભુત જામશે
બ્રહ્મચારી  સ્વર્ગમાં  અપ્સરાઓ પામશે !
-શેખાદમ આબુવાલા

કોણ   ભલાને  પૂછે   છે   અહીં   કોણ  બૂરાને  પૂછે છે
મતલબથી બધાંને નિસ્બત છે  અહીં કોણ ખરાને પૂછે છે
અત્તરને  નીચોવી  કોણ  પછી  ફૂલોની  દશાને  પૂછે છે
સંજોગ   ઝૂકાવે   છે  નહિતર   કોણ    ખુદાને  પૂછે છે
-કૈલાસ પંડિત

જે મસ્તી હોય આંખોમાં સુરાલયમાં નથી હોતી
અમીરી  કોઈ  અંતરની મહાલયમાં નથી હોતી
શીતળતા  પામવાને  માનવી તું  દોટ  કાં મૂકે
જે માની ગોદમાં છે એ હિમાલયમાં નથી હોતી
-સુરેન ઠાકર મેહુલ

દાસત્વ
કમળની  કમનસીબી કે  રવિ  દાસત્વ  સ્વીકાર્યું
વિકસવાની  તમન્નામાં  અરે   એ  જિંદગી  હાર્યું
થઈને  ઓશિયાળું   એ  પ્રભાતે  ભીખ  માંગે છે
રવિ નિજ તેજ કિરણો દઈ કેવો ગર્વિષ્ઠ લાગે છે
-સુશીલા ઝવેરી

મનની  સાથે   વાત  કરી મેં
પસાર  આખી  રાત   કરી મેં
શું  કામ  એકલવાયા  ઝૂરવું
શમણાંની  બિછાત   કરી  મેં
એક   નજાકત   કોતર  કામે
દિલમાં દિલની ભાત કરી મેં
મેં  જ  વગાડ્યાં  મારા  ડંકા
મંદિર જેવી  જાત   કરી  મેં

No comments:

Post a Comment