સુવિચાર :- "ન એને ચવાલેયો ઈતિહાસ આપીએ, દિશાઓ ખૂલે એવો અજવાસ આપીએ,આપણી સીમાઓ ન દેખાડીએ એમને, એ તો વિદ્યાર્થી છે, એને તો આકાશ આપીએ.

સુવિચાર :- "સમય પણ શીખવે છે અને શિક્ષક પણ શીખવે છે,પણ બન્નેમાં ફર્ક એ છે કે શિક્ષક શીખવીને પરીક્ષા લે છે જયારે સમય પરીક્ષા લઈને શીખવે છે."

Friday, December 28, 2012

મફતમાં મળે છે


મફતમાં મળે છે 
પાણી ની માફક પૈસા વાપરનારને – મિત્રો મફત માં મળે છે.
સાસુને નણંદની સાથે રહેનાર વહુ ને – ઝગડા મફતમાં મળે છે.
કોલસા બાળનારને – રાખ મફતમાં મળે છે.
ઠોકર ખાનારને – જમીનનું ચુંબન મફતમાં મળે છે.
નેતા પાસેથી ભાષણ-સલાહ-સૂચનો – મફતમાં મળે છે.
પાંચ રૂપિયાની સિંગ ખરીદનારને એક કાગરનો ટુકડો – મફતમાં મળે છે.
ભૂલ કરનારને સલાહ – મફતમાં મળે છે
ક્રિકેટમાં મેચ ફિક્સિંગ કરનારને નામોશી – મફતમાં મળે છે.
અન્ના હઝારેને સાથ આપનારને હેરાનગતિ – મફતમાં મળે છે.
–Added by Megha Mukta –
રાતે અંધારું – મફતમાં મળે છે
દિવસે પ્રકાશ – મફતમાં મળે છે
શિયાળામાં ઠંડી, ઉનાળામાં ગરમી અને ચોમાસામાં વરસાદ – મફતમાં મળે છે.
વુક્ષનો છાયડો – મફતમાં મળે છે.
–Added  by Parshwa –
માં બાપ ના સંસ્કાર – મફતમાં મળે છે
ગુરુ પાસે થી વિધ્યા– મફતમાં મળે છે
સાચા મિત્ર પાસે થી મિત્રતા – મફતમાં મળે છે

No comments:

Post a Comment