સુવિચાર :- "ન એને ચવાલેયો ઈતિહાસ આપીએ, દિશાઓ ખૂલે એવો અજવાસ આપીએ,આપણી સીમાઓ ન દેખાડીએ એમને, એ તો વિદ્યાર્થી છે, એને તો આકાશ આપીએ.

સુવિચાર :- "સમય પણ શીખવે છે અને શિક્ષક પણ શીખવે છે,પણ બન્નેમાં ફર્ક એ છે કે શિક્ષક શીખવીને પરીક્ષા લે છે જયારે સમય પરીક્ષા લઈને શીખવે છે."

Sunday, December 9, 2012

postal vote


ટપાલ મતપત્ર

જે મિત્રોને ટપાલથી મતપત્ર મળેલ છે તેમને નીચે મુજબની પ્રક્રિયા કરવાની છે.

  1. તમને જે કવર મળ્યું છે. તેમાં એક એકરારનામું હશે તેમાં જરૂરી વિગતો જેમ કે તમારું નામ સહી ,ઓળખ આપનારનું નામ અને સહી વગેરે વિગતો ભરી ત્યારબાદ કોઈપણ ગેઝેટેડ અધિકારી ( વર્ગ - ૨ ) નાં અધિકારી પાસે એકરાર માં સહી કરાવવી.
  2. ત્યારબાદ તમને જે બેલેટ પેપર આપવામાં આવ્યું છે તેમાં તમારે જેને મત આપવો છે તેમના નામ ની આગળ ખરાની નિશાની કરવી. અને આ મતપત્રને નાના ગુલાબી રંગના કવરમાં નાખી ગુંદર વડે બંધ કરી દો.
  3. ત્યારબાદ એકરારનામું અને નાનું ગુલાબી કવર આ બંનેને મોટા ગુલાબી રંગના કવરમાં મૂકીને ગુંદર લગાવી દો.
  4. આ મોટા ગુલાબી કવરને પોસ્ટ ઓફીસના પોસ્ટ બોક્ષમાં નાખી દો. ટીકીટ લગાવવાની જરૂર નથી. ફ્રી માં તમારો મત પહોચી જશે.  
  5. મિત્રો મત જરૂરથી આપશો...............

No comments:

Post a Comment