સુવિચાર :- "ન એને ચવાલેયો ઈતિહાસ આપીએ, દિશાઓ ખૂલે એવો અજવાસ આપીએ,આપણી સીમાઓ ન દેખાડીએ એમને, એ તો વિદ્યાર્થી છે, એને તો આકાશ આપીએ.

સુવિચાર :- "સમય પણ શીખવે છે અને શિક્ષક પણ શીખવે છે,પણ બન્નેમાં ફર્ક એ છે કે શિક્ષક શીખવીને પરીક્ષા લે છે જયારે સમય પરીક્ષા લઈને શીખવે છે."

Tuesday, September 11, 2012

11 septmber  આજથી ........ગુટકા પ્રતિબન્ધ આજથી--શાળામા બાળકોને કહો----
-કાયદાનો ભંગ થશે તો છ માસ સુધી જેલ, રૂ.૫ લાખ દંડ

રાજ્ય સરકારે આજથી રાજ્યભરમાં ગુટખા,પેકિંગમાં વેચાતા તમાકુયુકત પાન-મસાલા ઉપર લદાયેલા પ્રતિબંધનો કડક અમલ શરૂ કરવાની જાહેરાત કરી દીધી છે.‘દિવ્ય ભાસ્કર’ દ્વારા ગુટખા ઉપર પ્રતિબંધ મૂકાય તે માટેની ઝુંબેશ શરૂ કરી હતી. જેના અનુસંધાને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ૧૫મી ઓગસ્ટે,જુનાગઢ ખાતેની સ્વાતંત્ર્ય દિનની રાજ્યકક્ષાની ઉજવણી વખતે રાજ્યમાં ગુટખા પર પ્રતિબંધ લાવવાની જાહેરાત કરી હતી. જોકે,તેનો અમલ ૧૧મી,સપ્ટેમ્બરે કરવાનું નક્કી કર્યું હતું.


રાજ્ય સરકારે ગુટખા ઉપરના પ્રતિબંધના અમલીકરણની જવાબદારી આરોગ્ય વિભાગને સુપરત કરી હતી. તેના પરિણામ સ્વરૂપે રાજ્યના ફૂડ સેફ્ટી કમિશનર ડૉ.એચ.જી.કોશિયાની સહીથી ૨૮મી,ઓગસ્ટે આ અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું હતું.જેમાં કહેવાયું હતું કે,સરકારે ‘ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-૨૦૦૬’ની જોગવાઈ હેઠળ ગુટખા પરના પ્રતિબંધ અંગેના અમલની જવાબદારી ફૂડ સેફટી કમિશનર તથા તેમના તંત્રને સુપરત કરી છે.

આજના ઐતિહાસિક દિવસે ગુજરાતને ગુટખામાંથી આઝાદી મળીશેના પર પ્રતિબંધ

ગુટખા,પેકિંગવાળી તમાકુ (નિકોટીન) યુક્ત પાનમસાલાના ઉત્પાદન, સંગ્રહ, વિતરણ અને વેચાણ ઉપર પ્રતિબંધ.

જો,પ્રતિબંધનો ભંગ થશે તો શું થશે ?

ગુટખાબંધીનો અમલ ‘ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-૨૦૦૬’હેઠળ થતો હોવાથી તેનો ભંગ કરનારને આ કાયદાની કલમ મુજબ ભંગકર્તા સામે ફોજદારી ગુનો દાખલ થશે અને સાબિત થતાં છ મહિના સુધીની સજા,રૂપિયા ૫ લાખ સુધીનો દંડ થઈ શકશે. જો જથ્થો નાનો હશે તો વિભાગના જિલ્લા કક્ષાએ ડેઝિગ્નેટેડ ઓફિસર પોતાની વિવેકબુદ્ધિ પ્રમાણે રૂ. ૨ લાખ સુધીનો દંડ કરી શકશે.

તમે પણ મિસ કોલ્સ કરો

ગુજરાતને ગુટખા મુકત કરવા તથા નવા કાયદાને અનુમોદન આપવા આ નંબર પર મિસ કોલ્સ કરો. ૮૦૦૦૯૮૦૦૦૯

No comments:

Post a Comment