સુવિચાર :- "ન એને ચવાલેયો ઈતિહાસ આપીએ, દિશાઓ ખૂલે એવો અજવાસ આપીએ,આપણી સીમાઓ ન દેખાડીએ એમને, એ તો વિદ્યાર્થી છે, એને તો આકાશ આપીએ.

સુવિચાર :- "સમય પણ શીખવે છે અને શિક્ષક પણ શીખવે છે,પણ બન્નેમાં ફર્ક એ છે કે શિક્ષક શીખવીને પરીક્ષા લે છે જયારે સમય પરીક્ષા લઈને શીખવે છે."

Wednesday, September 12, 2012


સમય અને સંજોગો જ માણસોનુ ઘડતર કરે છે, બાકી, આ દુનિયામા……..
ક્યાં કોઈને ફુરસદ હોય છે, કોઈને ઘડવાની?



કહું છું ક્યાં કે પયગમ્બર બની જા,
વધારે ચાંદથી સુંદર બની જા;
જગે પુજાવું જો હોય તારે
મટી જા માનવી પથ્થર બની જા.
- જલન માતરી


સુવીચાર
* સાચવવા પડે એ સંબંધો કદી સાચા નથી હોતા,
અને જો સંબંધો સાચા હોય તો એને સાચવવા નથી પડતા..
* સંજોગો બદલાય છે,વ્યવહાર નથી બદલાતા માણસ નથી બદલાતા ખાલી તેમના અભીગમ બદલાય છે…
* માણસને સાચા સ્વરૂપમાં ઓળખવો હોય તો તેને સતાસ્થાને બેસાડો.
* જીવન માં એટલી બધી ભૂલો ના કરવી કે પેન્સિલ પેહલા જ રબર ઘસાઈ જાય !!
* જીવન માં ફક્ત એક સારી વ્યક્તિ નો સાથ હોય તો આખી જિંદગી જીવી શકાય છે, પણ ક્યારેક ફક્ત એ એક સારી વ્યક્તિ ની શોધ માં આખી જિંદગી વીતી જાય છે. !!
* દરેક માણસ પાસે એક એવું મોટું કબ્રસ્તાન હોવું જોઇએ, કે જેમાં એ પોતાના મિત્રોના દોષો દફનાવી શકે
* મિત્ર એ એવી વ્યક્તિ છે કે જે તમારા હ્દય મા ગુંજ્તા ગીત ને જાણે છે, અને એ જ ગીત ને યાદ કરાવે છે જ્યારે તમે ગીત ના શબ્દો ભુલી જાઓ છો.

કઠપુતળી ન હોઉં એવું જીવન મને જીવવા મળે તો – હું વૃધ્ધોને બતાવીશ કે ઉમ્મર વધવાના કારણે નહીં પણ જીવનને ભુલી  જવાના કારણે મૃત્યુ નજીક આવતું હોય છે –  ગેબ્રીયલ માર્ક્વેઝ સાભાર : શ્રી. સુરેશ શાહ 

હું એ શીખ્યો છું કે બધાને પર્વતની ટોચ પર જીવવું હોય છે પણ બધા એ ભુલી જાય છે કે, ચઢવામાં જ ખરી મજા હોય છે –  ગેબ્રીયલ માર્ક્વેઝ સાભાર : શ્રી. સુરેશ શાહ

સાભાર – શ્રી, વિનુભાઈ સોની – મેન્સફિલ્ડ , ટેક્સાસ સ્રોત – અજ્ઞાત  ———————————————————- દીકરો વારસ છે દીકરી પારસ છે! દીકરો વંશ છે દીકરી અંશ છે! દીકરો આન છે દીકરી શાન છે! દીકરો તન છે દીકરી મન છે! દીકરો માન છે દીકરી સ્વમાન છે! દીકરો સંસ્કાર છે દીકરી સંસ્કૃતિ છે! દીકરો આગ છે દીકરી બાગ છે! દીકરો દવા છે દીકરી દૂવાં છે! દીકરો ભાગ્ય છે દીકરી વિધાતા છે! દીકરો શબ્દ છે દીકરી અર્થ છે! દીકરો ગીત છે દીકરી સંગીત છે! દીકરો પ્રેમ છે દીકરી પૂજા છે! દીકરો વાદળ છે અને વરસે છે દીકરી ધરતી છે અને તરસે છે! દીકરો એક પરિવારને તારે છે  દીકરી દસપરિવારને તારે છે!!  

ગરીબ માણસ મંદિર ની બહાર ભીખ માંગે છે જયારે અમીર માણસ મંદિર ની અંદર ભીખ માંગે છે.

No comments:

Post a Comment