સુવિચાર :- "ન એને ચવાલેયો ઈતિહાસ આપીએ, દિશાઓ ખૂલે એવો અજવાસ આપીએ,આપણી સીમાઓ ન દેખાડીએ એમને, એ તો વિદ્યાર્થી છે, એને તો આકાશ આપીએ.

સુવિચાર :- "સમય પણ શીખવે છે અને શિક્ષક પણ શીખવે છે,પણ બન્નેમાં ફર્ક એ છે કે શિક્ષક શીખવીને પરીક્ષા લે છે જયારે સમય પરીક્ષા લઈને શીખવે છે."

Thursday, September 6, 2012

રજાઓ વિશે સમજ part2

Part 2રજાઓ વિશે સમજ
રજાઓ અંગે સામાન્ય સમજ
રજા ની માંગણી
2.અસાધારણ રજા :
કોઇપણ રજા મળવાપાત્ર ન હોય ત્યારે કર્મચારીની માંગણીથી અસાધારણ રજા મંજૂર કરવામાં આવે છે.આ રજા રજા ના હિસાબમાં ઉધારવામાં આવતી નથી,પણ તેની નોંધ રાખવામાં આવે છે.આ રજા દરમ્યાન રજા નો પગાર મળવાપત્ર નથી.ટુંકમાં તેને કપાત પગારી રજા ગણી શકાય આ રજા બીજા કોઇ પ્રકારની રજા સાથે જોડીને મંજૂર કરી શકાય છે.આ રજા એકી સાથે ૪ માસકરતાં વધારે આપી શકાય નહી.
વેકેશન :
પ્રાથમિક શિક્ષકો વેકેશનલ કર્મચારી ગણાય છે.આવા કર્મચારીઓ ને પ્રાપ્ત રજા મળતી નથી,પણ વેકેશન નો લાભ લેવામાંથી બાકાત રાખવામાં આવે તો સુધારેલી રજા ના નિયમો પ્રમાણે પ્રાપ્ત રજા મળવાપાત્ર છે. વેકેશન સાથે આગળ કે પાછળજોડી ને રજાઓ ભોગવી શકાય છે,પણ કેજ્યુઅલ રજા વેકેશન ને જોડી ને મજૂંર કરી શકાય નહી.બે મુદત વચ્ચે વેકેશનની રજા જોડી શકાતી નથી.વેકેશન અને પ્રાપ્ત રજા બન્ને મળીને ૧૨૦ દિવસથી વધુ એકી સાથે જોડી શકાતી નથી અને તેજ પ્રમાણે વેકેશન,પ્રાપ્ત રજા અને રૂપાંતરીત રજા ત્રણેય મળેને ૨૪૦ દિવસથી વધુ એકી સાથે ભોગવી શકાય નહી.વેકેશનની આગળ અને પાછળ આવતી રજાઓ વેકેશનનો જ ભાગ ગણાય છે.વેકેશન દરમ્યાન હેડકવાટર ઉપર રહેવુ અનિવાર્ય નથી.
પ્રસુતીની રજાઓ ;
પ્રસુતીના કિસ્સામાં ૧૩૫ દિવસની સળંગ રજાઓ મંજૂર કરવામાં આવે છે.૧ વર્ષથી ઓછી નોકરીવાળાને આ રજા મળવાપાત્ર નથી.જ્યારે ૧ વર્ષથી વધારે નોકરી પણ બેવર્ષથી ઓછી નોકરીવાળા ને અર્ધપગારી રજા જેટલો પગાર મળવાપાત્ર છે.જ્યારે બે વર્ષથી વધુ નોકરીવાળાને પુરા પગારેરજા મળવાપાત્ર છે.પણ આ લાભ પ્રસુતીની રજા ની અરજીની તારીખે જે સ્ત્રી કર્મચારીને બે કે તેથી વધુ બાળકો જીવીત હોય તેને આ પ્રકાર ની રજા મળવાપાત્ર નથી. આ પ્રસુતી ની રજા હિસાબમાં ઉધારવામાં આવતી નથી.વેકેશનમાં પ્રસુતી થાય અને રજા પર ન હોય તેવા કિસ્સામાં પ્રસુતીની તારીખ થી રજા ની શરૂઆત ગણાય છે.વેકેશન પછી નહી.
કેજ્યુઅલ રજા(પ્રાસંગિક રજા);
આ રજા આમ જોઇએ તો તે માન્ય સ્વરૂપની નથી.અને કોઇ નિયમને આધીન નથી.કેજ્યુઅલ રજા નો હેતુ કર્મચારી ની અંગત કારણોસર ની પ્રાસંગિક ગેરહાજરી આવરી લેવાનો તેનો આશય છે.આ રજા ને અન્ય કોઇ રજા કે હાજર થવાના સમય સાથે જોડી શકાતી નથી.
વર્ષ દરમ્યાન બાર કેજ્યુઅલ રજા મળવાપાત્ર છે. અને કેજ્યુઅલ રજા રવીવાર કે જાહેરરજાની આગળ કે પાછળ જોડવા હરકત નથી.આ રજા ની સાથે જોડાતા રવીવાર કે અન્ય જાહેરરજા ના દિવસો રજા ના ભાગ તરીકે ગણાશે નહી.પ્રાથમિક શાળાઓમાં મદદનીશ શિક્ષકની કે.રજા મુ.શિ. મંજૂર કરે છે.જ્યારે મુખ્યશિક્ષક ની કે.રજા ગ્રુપશાળાના આર્ચાય મંજૂર કરી શકે છે.કે.રજા વેકેશનને જોડી ને મંજૂર કરી શકાતી નથી.૧/૨ કે.રજા પણ ભોગવી શકાય છે.
કે.રજા પ્રમાણસર જ આપવી જોઇએ તેવુ નથીઆ બાબત રજા મંજૂર કરનાર અધિકારી ઉપર છોડવામાં આવે છે.
મરજિયાત રજા ;
સરકારે જાહેર કરેલી મરજિયાત રજા ની યાદીમાંથી કર્મચારી પોતાની પસંદગી પ્રમાણે વધુમાંવધુ બે રજાઓ ધાર્મિક બાધ વિના ભોગવી શકે છે.મદદનીશ શિક્ષક મરજિયાત રજા મુ.શિ.મંજૂર કરી શકે છે.આ રજા હિસાબમાં ઉધારવા માં આવતી નથી.મરજિયાત રજા,કેજ્યુઅલરજા કે જાહેરરજા ના દિવસોમાં સાથે જોડીને ભોગવી શકાય છે.
વળતર રજા ;
આ રજા માટે શિક્ષકોમાં ઘણી ભુલો સર્જાય છે.વેકેશન માં કરેલી કામગીરી બદલ મળતી રજા હક્કરજા(પ્રાપ્ત રજા) છે.જ્યારે વેકેશન સિવાયના માન્ય જાહેરરજા ના દિવસે જો બીન રાજ્યપત્રીત કર્મચારીને કચેરીમાં સરકારી કામ માટે હાજરી આપવી પડે તો આવી માન્ય જાહેર રજાન ભોગવી શકવા બદલ તેને વળતર રજા મળે છે.
આ વળતર રજા એકી વખતે ફકત એક જ મંજૂર કરી શકાય છે.૩.૫ કલાક કે તેથી ઓછા પણ ૨ કલાક થી ઓછી નહી તેટલી હાજરી આપે તો ૧/૨ વળતર રજા મળે છે.જ્યારે ૩.૧/૨ કલાક થી વધુ પણ પાંચ કલાક થી ઓછા નહી તેટલા કલાક ની હાજરી માટે ૧ વળતર રજા મળે છે.આવળતર રજા જેતે કેલેન્ડર વર્ષમાં ભોગવી લેવાની હોય છે.

No comments:

Post a Comment