સુવિચાર :- "ન એને ચવાલેયો ઈતિહાસ આપીએ, દિશાઓ ખૂલે એવો અજવાસ આપીએ,આપણી સીમાઓ ન દેખાડીએ એમને, એ તો વિદ્યાર્થી છે, એને તો આકાશ આપીએ.

સુવિચાર :- "સમય પણ શીખવે છે અને શિક્ષક પણ શીખવે છે,પણ બન્નેમાં ફર્ક એ છે કે શિક્ષક શીખવીને પરીક્ષા લે છે જયારે સમય પરીક્ષા લઈને શીખવે છે."

Sunday, September 16, 2012


બેફામ  તોયે    કેટલું    થાકી   જવું  પડ્યું 
નહિ તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી
-બરકત વિરાણી બેફામ

રડ્યા બેફામ સૌ  મારા મરણ પર એ જ કારણથી
હતો મારો જ  એ અવસર ને મારી હાજરી નહોતી
-બરકત વિરાણી બેફામ

આ બધાં બેફામ  જે આજે રડે છે મોત પર
એ બધાંએ  જિંદગી  આખી રડાવ્યો છે મને
-બરકત વિરાણી બેફામ

કદર  શું  માંગુ  જીવનની  એ  જગત  પાસે
કે જ્યાંનાં લોકો સૌ કેવળ મરેલાને વખાણે છે
-બરકત વિરાણી બેફામ

જીવ્યો છું ત્યાં સુધી કાંટા જ
વેઠ્યા    છે   સદા   બેફામ
કબર   પર   ફુલ    મૂકીને
ન   કરજો   મશ્કરી   મારી
-બરકત વિરાણી બેફામ

ઓ હૃદય  તેં પણ ભલા  કેવો ફસાવ્યો મને
જે નથી મારાં બન્યાં એનો બનાવ્યો છે મને
-બરકત વિરાણી બેફામ

ખુદા તારી કસોટીની પ્રથા  સારી નથી હોતી
કે સારા હોય છે એની દશા સારી નથી હોતી
-બરકત વિરાણી બેફામ

દુઃખ ને  સુખ અંતમાં તાસીરમાં સરખાં નીકળ્યા
સાર   તકદીર   ને  તદબીરમાં સરખાં નીકળ્યા
કે  મળ્યાં  અશ્રુ  ને  પ્રસ્વેદ   ઉભય  નીર  રૂપે
સ્વાદ પણ  બેયના એ  નીરમાં સરખા નીકળ્યાં
-બરકત વિરાણી બેફામ

સફળતા    જિંદગીની    હસ્તરેખામાં નથી  હોતી
ચણાયેલી  ઈમારત  એના નકશામાં  નથી  હોતી
ગઝલમાં એ જ કારણથી હું મૌલિક હોઉં છું બેફામ
પીડા  મારાં  દુઃખોની  કોઈ  બીજામાં નથી  હોતી
-બરકત વિરાણી બેફામ

એક મારો અંશ મારાથી જે પર બની ગયો
પાપી જગતની  દ્રષ્ટિએ  ઈશ્વર બની ગયો
-બરકત વિરાણી બેફામ


 --   બંધ ઘડિયાળ પણ દિવસ માં બે વાર સાચો સમય બતાવે છે માટે કોઈ માનસ ને     
       નકામો ના ગણવો કારણ કે માનસ નહિ માનસ નો સમય ખરાબ હોય છે. 


મને આ જોઈને હસવું હજારો વાર આવે છે
પ્રભુ તારા બનાવેલા  તને આજે બનાવે છે
-હરજી લવજી દામાણી શયદા 

--- ડાળ પર બેઠેલા પક્ષી ને ડાળ પર વિશ્વાસ નથી હોતો. એને એના પાંખ પર વિશ્વાસ હોય છે. એટલે પોતાની જાત પર જો વિશ્વાસ રાખશો તો જીવન માં ક્યારેય ડાળ તૂટવાની ભીતિ નહિ રહે. 



જેનાં કદમ અસ્થિર હો એને રસ્તો કદી નથી જડતો
અડગ મનના પ્રવાસીને હિમાલય પણ નથી નડતો
સદા  સંસારીઓ  પર  શ્રાપ  છે  સંતાપ  સહેવાનો
ધરાથી   દૂર   ઉડનારાને  પડછાયો  નથી  નડતો
-શૂન્ય પાલનપુરી






                                    

No comments:

Post a Comment