સુવિચાર :- "ન એને ચવાલેયો ઈતિહાસ આપીએ, દિશાઓ ખૂલે એવો અજવાસ આપીએ,આપણી સીમાઓ ન દેખાડીએ એમને, એ તો વિદ્યાર્થી છે, એને તો આકાશ આપીએ.

સુવિચાર :- "સમય પણ શીખવે છે અને શિક્ષક પણ શીખવે છે,પણ બન્નેમાં ફર્ક એ છે કે શિક્ષક શીખવીને પરીક્ષા લે છે જયારે સમય પરીક્ષા લઈને શીખવે છે."

Sunday, September 16, 2012

ras


નટવર નાનો રે
 
નટવર  નાનો  રે  કાનો  રમે  છે  મારી  કેડમાં

નંદકુંવર         શ્યામકુંવર          લાલકુંવર 
ફુલકુંવર નાનો રે  ગેડીદડો   કાનાના    હાથમાં
નટવર  નાનો  રે  કાનો  રમે  છે  મારી  કેડમાં

ક્યો  તો ગોરી  ચિત્તળની ચૂંદડી  મંગાવી  દઉં
ચૂંદડીનો વહોરનાર રે કાનો રમે છે મારી કેડમાં
નટવર  નાનો  રે  કાનો  રમે  છે  મારી  કેડમાં

ક્યો  તો ગોરી  નગરની  નથડી  મંગાવી  દઉં
નથડીનો વહોરનાર રે કાનો રમે છે મારી કેડમાં
નટવર  નાનો  રે  કાનો  રમે  છે  મારી  કેડમાં

ક્યો  તો ગોરી   ઘોઘાના  ઘોડલા  મંગાવી  દઉં
ઘોડલાનો વહોરનાર રે કાનો રમે છે મારી કેડમાં
નટવર  નાનો  રે  કાનો  રમે  છે  મારી  કેડમાં

ક્યો  તો ગોરી  હાલારના  હાથીડા મંગાવી  દઉં
હાથીડાનો વહોરનાર રે કાનો રમે છે મારી કેડમાં
નટવર  નાનો  રે  કાનો  રમે  છે  મારી  કેડમાં

નટવર  નાનો  રે  કાનો  રમે  છે  મારી  કેડમાં
નટવર  નાનો  રે  કાનો  રમે  છે  મારી  કેડમાં

ક્લીક કરો અને સાંભળોઃ Natawar_Nano_Re.mp3
આસો માસો શરદ પૂનમની રાત 

આસો માસો શરદ પૂનમની રાત જો
	ચાંદલિયો ઊગ્યો રે સખી મારા ચોકમાં

સસરો મારો ઓલા જનમનો બાપ જો
	સાસુ રે ઓલા જનમની માવડી

જેઠ મારો અષાઢીલો મેઘ જો
	જેઠાણી ઝબૂકે વાદળ વીજળી

દેર મારો દેરાસરનો દેવ જો
	દેરાણી દેરાસર કેરી પૂતળી

નણંદ મારી વાડી માયલી વેલ જો
	નણદોઈ મારો પારસ પીપળો

પરણ્યો મારો સગી નણંદનો વીર જો
	તાણીને બાંધે નવરંગ પાઘડી

આસો માસો શરદ પૂનમની રાત જો
	ચાંદલિયો ઊગ્યો રે સખી મારા ચોકમાં

ક્લીક કરો અને સાંભળોઃ Aaso_Maso_Sharad_Punam_Ni_Raat.mp3
ઘોર અંધારી રે રાતલડીમાં 

ઘોર અંધારી રે  રાતલડીમાં નીકળ્યા ચાર અસવાર
ઘોર અંધારી રે  રાતલડીમાં નીકળ્યા ચાર અસવાર

લીલે  ઘોડે   રે  કોણ  ચડે  મા  રાંદલનો અસવાર
રાંદલ માવડી રે રણે ચડ્યાં મા સોળ સજી શણગાર
સવા  મણનું  રે   સુખલડું  મા  અધમણની  કુલેર
રમજો રમજો રે  ગોરણિયું  તમે રમજો  સારી રાત

ઘોર અંધારી રે  રાતલડીમાં નીકળ્યા ચાર અસવાર

કાળે  ઘોડે   રે   કોણ  ચડે  મા  કાળકાનો અસવાર
કાળકા માવડી રે રણે ચડ્યાં મા સોળ સજી શણગાર
સવા  મણનું  રે   સુખલડું   મા  અધમણની  કુલેર
રમજો રમજો રે   ગોરણિયું  તમે  રમજો સારી રાત

ઘોર અંધારી રે  રાતલડીમાં નીકળ્યા ચાર અસવાર

ધોળે  ઘોડે   રે  કોણ  ચડે  મા  બહુચરનો અસવાર
બહુચર માવડી રે રણે ચડ્યાં મા સોળ સજી શણગાર
સવા  મણનું  રે   સુખલડું   મા  અધમણની  કુલેર
રમજો રમજો રે   ગોરણિયું  તમે રમજો  સારી રાત

ઘોર અંધારી રે  રાતલડીમાં નીકળ્યા ચાર અસવાર

રાતે  ઘોડે   રે  કોણ  ચડે  મા  હર્ષદનો  અસવાર
હર્ષદ માવડી રે રણે ચડ્યાં મા સોળ સજી શણગાર
સવા  મણનું  રે  સુખલડું  મા  અધમણની  કુલેર
રમજો રમજો રે  ગોરણિયું  તમે રમજો સારી રાત

ઘોર અંધારી રે  રાતલડીમાં નીકળ્યા ચાર અસવાર
ઘોર અંધારી રે  રાતલડીમાં નીકળ્યા ચાર અસવાર

ક્લીક કરો અને સાંભળોઃ Ghor_Andhari_Re.mp3
સાચી રે મારી સત રે ભવાની મા 

સાચી રે મારી સત રે ભવાની મા, અંબા ભવાની મા
હું તો તારી સેવા કરીશ  મૈયા લાલ
નવ નવ નોરતાં પૂજાઓ કરીશ મા
વિરાટનો ગરબો તારો ઝીલીશ મૈયા લાલ

સાચી રે મારી સત રે ભવાની મા, અંબા ભવાની મા

જ્યોતિમાં એક તારી છે જ્યોતિ
માતા સતનું ચમકે છે મોતી
માડી રે મારી શક્તિ ભવાની મા
હું તો તારી આરતી ઉતારું મૈયા લાલ

સાચી રે મારી સત રે ભવાની મા, અંબા ભવાની મા

શક્તિ રે તું તો જગની જનેતા મા
ભોળી ભવાની મા અંબા ભવાની માત
હું તો તારા પગલાં પૂજીશ મૈયા લાલ

સાચી રે મારી સત રે ભવાની મા, અંબા ભવાની મા

જગમાં તેં જ એક માયા રચાવી
દર્શન દેવા તું સામે રે આવી
માડી રે આવો રમવા ભવાની મા
હું તો તારાં વારણાં લઈશ મૈયા લાલ

સાચી રે મારી સત રે ભવાની મા, અંબા ભવાની મા

ક્લીક કરો અને સાંભળોઃ Sachi_Re_Mari_Ambe.mp3

No comments:

Post a Comment