સુવિચાર :- "ન એને ચવાલેયો ઈતિહાસ આપીએ, દિશાઓ ખૂલે એવો અજવાસ આપીએ,આપણી સીમાઓ ન દેખાડીએ એમને, એ તો વિદ્યાર્થી છે, એને તો આકાશ આપીએ.

સુવિચાર :- "સમય પણ શીખવે છે અને શિક્ષક પણ શીખવે છે,પણ બન્નેમાં ફર્ક એ છે કે શિક્ષક શીખવીને પરીક્ષા લે છે જયારે સમય પરીક્ષા લઈને શીખવે છે."

Thursday, September 6, 2012

રજાઓ વિશે સમજ

રજાઓ વિશે સમજ
રજાઓ અંગે સામાન્ય સમજ
રજા ની માંગણી
રજા પછી તે ગમે તે પ્રકારની હોય,રજા માંગણી માટે ખાતા એ ઠરાવેલ નમુના માં માંગણી કરવી જોઇએ.પ્રાથમિક શિક્ષકો નીરજાઓ સામાન્યત તાલુકા કે જિલ્લા પંચાયત ની શિક્ષણ શાખા દ્વારા મંજુર થાય છે.
અત્રે નોંધવુ જરૂરી છે કે રજા નકારવાનો હક સતા અધિકારી ને છે પણ રજા નો પ્રકાર બદલવાનો અધિકાર નથી..ટુંકમાં માંગણીવાળી રજા મંજુર કરવી જોઇએ અથવા નકારવી જોઇએ.રજા સામાન્ય રીતે સિલકમાં હોય તો નકારવામાં આવતી નથી.આમ છતાં હકની રીતે રજાની માંગણી કરી શકાતી નથી.જાહેર હિત માં પોતાની વિવેકબુધ્ધી પ્રમાણે અધિકારી પોતાની રીતે નિર્ણય લઇ શકે છે.શાળાના સંખ્યાબળને અસર પડે તેવા સંજોગોમાં પણ રજા નામંજુર કરી શકાય છે.
નિયમ -૬૨૨ હેઠળ કર્મચારી અવારનવાર તબીબી પ્રમાણપત્ર રજૂ કરી રજા ઉપર ઉતરી જતા હોય તો તેમને સંપુર્ણ સાજા થવા માટે પુરતી રજાની મુદત આપવા સિવીલ સર્જન\સરકારી તબીબી અધિકારીનું ધ્યાનદોરી શકાય છે.
વળી રજાઓનો લાભ લેવા માટે પણ હાજર થઇ ફરીથી રજાની માંગણીનો ઇરાદો હોય તો તેવી છુટ આપી શકાતી નથી.(નિયમ-૬૨૮)
રજાની શરૂઆત તથા સમાપ્તિ ;
રજાના કારણે જે દિવસ થી ચાર્જ છોડ્યા તે દિવસથી રજાની શરૂઆત ગણાય છે.અને હાજર થયાના આગળના દિવસ સુધીની રજા ભોગવી ગણી શકાય છે.રવીવાર તથા માન્ય રજાઓને આગળ અથવા પાછળ જોડી શકાય છે.પણ જો રજા કામકાજના દિવસે પુરી થતી હોય તોતે પ્રમાણે કર્મચારીએ હાજર થવુ પડે છે.કર્મચારીએ હાજર થઇ પોતાન અધિકારીને હાજર રીપોર્ટ પણ કરવાનો રહે છે.રજા દરમ્યાન તેમના વર્ગની વ્યવસ્થા માટે ચાર્જ ધારણ કરનાર શિક્ષક ની સહી પણ લેવી જોઇએ.
રજા પુરી થતાં પહેલા હાજર થઇ શકાય નહી.જો હાજર થવુ હોય તો રજા મંજૂર કરનાર અધિકારીની પરવાનગી મેળવી હાજર થઇ શકાય છે.રજાની માંગણી કરતાં વધુ દિવસો સુધી ગેરહાજર રહેનાર આ ગેરહાજરીના સમય માટે પગાર માટે હક્કદાર થતા નથી.આ સમય ઇજાફાપાત્ર પણ ગણાતો નથી.જો અધિકારી પરવાનગી આપે તો અર્ધપગારી રજા મંજૂર કરી શકાય છે.રજા પુરી થયા પછી ફરજ માંથી ઇરાદાપૂર્વકનીગેરહાજરી બી.સી.એસ.રુલ્સના ૨૨ ના હેતુ માટે ગેરવર્તણુંક તરીકે ગણી શકાય છે.આથી રજાઓ પુરી થાય અને વધુ રજાઓ ની જરૂર જણાય તો અધુકારી ને રિપોર્ટ કરી શકાય છે.
તંદુરસ્તી માટે પ્રમાણપત્ર:
માંદગી ની રજાઓ માટે દાક્તરી પ્રમાણપત્રની આવશ્યકતા રહે છે.પ્રાથમિક શિક્ષકો માટે રજિસ્ટર મેડિકલ પ્રેકટિશનરનું પ્રમાણપત્ર હોયતો ચાલી શકે છે.પણ રજા મંજુર કરનાર અધિકારી ને શંકા જણાય તો સિવીલ સર્જન કે તબીબી અધિકારી પાસે તપાસ માટે હાજર થવા જણાવી શકાય છે.દાક્તરી પ્રમાણપત્રને આધારે પોતાની બીમારી માટે રજાઓની માંગણી કરવામાં આવી હોય તો યોગ્ય તંદુરસ્તી પ્રાપ્ત કર્યાના દાક્તરી પ્રમાણપત્ર સિવાય ફરજ ઉપર હાજર કરી શકતા નથી.
મળવાપાત્ર રજાઓ સાથે અન્ય પ્રકાર ની રજાઓ જોડી શકાય છે.કેજ્યુઅલ રજા( C.L.) કોઇપણ રજા જોડી શકાતી નથી.
રજાના પ્રકારો ;
પ્રાપ્ત રજા :
પ્રાથમિક શિક્ષકોને પ્રાપ્ત રજા લ્હેણી થતી નથી પણ વેકેશન માં અંગ્રેજી તાલીમ વર્ગો,મતદારયાદી કે ચુંટણીનું કાર્ય નવી શિક્ષણ નીતીના તાલીમવર્ગો વગેરે કારણે તથા વેકેશનમાં અન્ય વહીવટી કારણોસર રોકવામાં આવ્યા હોય ત્યારે વેકેશન ન ભોગવતાં તેની અવેજીમાં પ્રાપ્ત રજા(હક્ક રજા)મળે છે,જે સર્વિસ બુકે જમા થાય છે અને નિવ્રુતી વખતે તેનું રોકડમાં રૂપાંતર મળે છે.વેકેશન માં કોઇપણ કામગીરી કરવામાં આવે તો તે માટે લેખિત હુકમ ની આવશ્યકતા રહે છે અને તે કામગીરી પ્રમાણિત થયે થી નિયમાનુસાર હક્ક રજા ખાતા માં જમા થાય છે. આવી રજાઓવધુમાં વધુ ૩૦૦ જેટલી જમા થઇ શકે છે.
અર્ધપગારી રજા :
પ્રાથમિક શિક્ષકોની પુરી કરેલી નોકરીવર્ષ આધારે આ રજા મળવાપાત્ર છે.એક વર્ષની ૨૦ અર્ધપગારી રજા લ્હેણી થાય છે.આ રજાઓ ખાતામાં ગમે તેટલી જમા થાય તો પણ રદ થતી નથી.આ રજા ખાનગી કામે તથા દાક્તરી પ્રમાણપત્ર આધારે એમ બન્ને રીતે ભોગવી શકાય છે.
રૂપાંતરીત રજા :(કોમ્યુટેડ રજા)
આ પ્રકારની રજાની જોગવાઇ થી કર્મચારી અર્ધપગારી રજા ને બદલે પુરા પગારી રજાઓ મેળવી શકે છે.રૂપાંતરીત રજાની સંખ્યા સામે બેવડી અર્ધપગારી રજા સિલકમાંથી ઉધારવામાં આવે છે.આ રજા દાક્તર ના પ્રમાણપત્રને આધારે મળે છે.
બિનજમા રજા :
કર્મચારીના ખાતામાં રજા સિલકમાં ન હોયત્યાર્એ આવા પ્રકારની રજા મળવાપાત્ર છે. આ રજા કાયમી કર્મચારી ને જ મળી શકે છે.આ રજા એક પ્રકારની એડવાન્સમાં લીધેલી રજા જ છે.જેથી ફરજ ઉપર કર્મચારીપાછા હાજર થઇ ઉધારમાં લીધેલી રજા પૂરી કરવાની શક્યતા હોય તેને જ આ રજા આપી શકાય છે.અને તે બાબત નું પ્રમાણપત્ર અપાય તો જ રજા મંજૂર થઇ શકે છે.આ રજા દાક્તરી પ્રમાણપત્ર આધારે અને ખાનગી કામકાજ માટે એ બન્ને પ્રકારે આપી શકાય છે.પન આવી રજા આખી નોકરી દરમ્યાન ૩૬૦ દિવસથી વધુ આપી શકાતી નથી.જેમાં ૯૦ દિવસ થી વધુ નહી તેટલા અને બધા મળીને ૧૮૦ દિવસ ખાનગી કામકાજ માટે આપી શકાય છે.

No comments:

Post a Comment