સુવિચાર :- "ન એને ચવાલેયો ઈતિહાસ આપીએ, દિશાઓ ખૂલે એવો અજવાસ આપીએ,આપણી સીમાઓ ન દેખાડીએ એમને, એ તો વિદ્યાર્થી છે, એને તો આકાશ આપીએ.

સુવિચાર :- "સમય પણ શીખવે છે અને શિક્ષક પણ શીખવે છે,પણ બન્નેમાં ફર્ક એ છે કે શિક્ષક શીખવીને પરીક્ષા લે છે જયારે સમય પરીક્ષા લઈને શીખવે છે."

Thursday, September 13, 2012

balpanni yaado


 આજે મને મારું નાનપણ યાદ આવ્યું,
એક હસતું રમતું નગર યાદ આવ્યું,
આજે ખોલ્યો મેં મારો બંધ પીટારો, ને,
નિર્દોષ, માસુમ નઝરાણું મળી આવ્યું,
ફાટેલું દફતર ને, તુટેલા રમકડાં,
નાની ઢીંગલી ને, પાંચ પાચીકા,
શંખ છીપલાં ને, મોર નું એક પીછું,
પુસ્તક માં રાખેલું એક ફૂલ સુકાયેલું,
ઉંમર નાં વહન માં ક્યાંક ખોવાયેલું,
મને મારું નાનપણ યાદ આવ્યું…..

No comments:

Post a Comment