સુવિચાર :- "ન એને ચવાલેયો ઈતિહાસ આપીએ, દિશાઓ ખૂલે એવો અજવાસ આપીએ,આપણી સીમાઓ ન દેખાડીએ એમને, એ તો વિદ્યાર્થી છે, એને તો આકાશ આપીએ.

સુવિચાર :- "સમય પણ શીખવે છે અને શિક્ષક પણ શીખવે છે,પણ બન્નેમાં ફર્ક એ છે કે શિક્ષક શીખવીને પરીક્ષા લે છે જયારે સમય પરીક્ષા લઈને શીખવે છે."

Thursday, September 6, 2012

ધર્મગ્રંથ

ધર્મગ્રંથ
તમે જે સારું કાર્ય કરો છો તે ધર્મ છે. પણ તમે જેમાંથી સારું કાર્ય કરવાનું શીખો છો તે ધર્મગ્રંથ છે.
જીવન
જીવન એવું જીવો કે માણસ તમને યાદ કરે
જીવન એવું ના જીવું કે માણસ તમને ફરિયાદ કરે
ચાવી
દ્રઢ નિશ્ચયથી કરેલો એક સંકલ્પ જીવનના સફળતાના દરવાજા પર લાગેલા તાળાને ખોલવા માટેની ચાવી છે
ભક્તિ
તું જ ભક્તિ નું પવિત્ર ઝરણું,
મુજ હૈયામાં વયાકરે,
સુષ્ટ્રી નિ આ માયા થી તારી ,
મુજ જીવને તું તરજે ,
હું અજ્ઞાની ગમાર ભક્ત તારો ,
શાસ્ત્રો જ્ઞાન ન સમજાય મુજને .
ભક્તિ કરિં પથ પર ,
હાથ જાલી તું લાવજે ,
મોહ-માયા કેરા કાંતા તારા ,
મુજ જીવથી દુર રાખજે ,
વૈરાગ્ય વૃતિ પ્રજલ્લિત કરિં,
દિવ્ય દર્શન તું આપજે .
ક્યાં સુધી ?
અટવાયેલા રહીએ ક્યાં સુધી ? રસ્તો જ ન સુજે ત્યાં સુધી…..
મ્રુત્યુનો ભય રહે ક્યાં સુધી ? જીવનનુ મમત્વ ન છુટે ત્યાં સુધી…..
ડર અને બીક રહે ક્યાં સુધી ? સત્ય ન જાણી શકીએ ત્યાં સુધી…..
બીમારી શરીરમા રહે ક્યાં સુધી ? શરીરને ન ઓળખીએ ત્યાં સુધી……
દુખના દિવસો ચાલે ક્યાં સુધી ? જ્ઞાનનો સંગાથ ન મલે ત્યાં સુધી……
સ્વાર્થી સ્વભાવ રહે ક્યાં સુધી ? પરોપકારની ભાવના ન જાગે ત્યાં સુધી…..
પોતાના પણ પારકા લાગે ક્યાં સુધી ? તેમનામા જીવ ન પરોવાય ત્યાં સુધી,,,,

No comments:

Post a Comment