સુવિચાર :- "ન એને ચવાલેયો ઈતિહાસ આપીએ, દિશાઓ ખૂલે એવો અજવાસ આપીએ,આપણી સીમાઓ ન દેખાડીએ એમને, એ તો વિદ્યાર્થી છે, એને તો આકાશ આપીએ.

સુવિચાર :- "સમય પણ શીખવે છે અને શિક્ષક પણ શીખવે છે,પણ બન્નેમાં ફર્ક એ છે કે શિક્ષક શીખવીને પરીક્ષા લે છે જયારે સમય પરીક્ષા લઈને શીખવે છે."

Thursday, September 6, 2012

આજ નો શિક્ષક

 આજ નો શિક્ષક******
ચોક ને બોર્ડ વચ્ચે અટવાયેલો શિક્ષક,
સરકાર અને સમાજ વચ્ચે ગુચ્વાયેલો શિક્ષક,
મીટીંગ અને મેળા માં ખેચાતો શિક્ષક,
મોટા લોકો નાં સાચા ને ખોટા નો શિકાર છેશિક્ષક,
અપર ને લોઅર્ માં કોન્ફૂયુઝડ છે આ શિક્ષક,
નિયમો ન ખોટા અર્થઘટનો થી રીટ કરી કરી ને ઇન્સાફ માંગતો શિક્ષક,
જ્ઞાની હોવા છતાં ડગલે ને પગલે છેતરાતો શિક્ષક,
વિન્ડોસ નો જાણકાર પણ લીન્ક્ષ માં ગોથા ખાતો શિક્ષક,
રામ અને કૃષ્ણ માં ગુચ્વાયેલો શિક્ષક
રામક્રિષ્ના અને ચાણક્ય માં પોતાને શોધતો શિક્ષક,
રોજે રોજ આશા નું કિરણ લઈ શાળા એ પોહ્ચતો શિક્ષક,
ગણિત અને ભાષા ને કોર્નેર માં મુકતો શિક્ષક, (સમજ્યા કે નહિ?)
શાળાબહારના ફાલતું કામોથી બાળક ને અન્યાયનો રંજ કરનારો શિક્ષક,
પ્રિન્ટ નાં જમાના માં ચોક બાજુ મૂકી સરકારી કાગળો લખ લખ કરતો શિક્ષક,
રીબાઈ રીબાઈ ને પણ નિષ્ઠા થી નોકરી કરતોશિક્ષક,
રોજે સવારે છાપામાંફૂલ-પે નાં સમાચાર શોધતો શિક્ષક,

No comments:

Post a Comment