સુવિચાર :- "ન એને ચવાલેયો ઈતિહાસ આપીએ, દિશાઓ ખૂલે એવો અજવાસ આપીએ,આપણી સીમાઓ ન દેખાડીએ એમને, એ તો વિદ્યાર્થી છે, એને તો આકાશ આપીએ.

સુવિચાર :- "સમય પણ શીખવે છે અને શિક્ષક પણ શીખવે છે,પણ બન્નેમાં ફર્ક એ છે કે શિક્ષક શીખવીને પરીક્ષા લે છે જયારે સમય પરીક્ષા લઈને શીખવે છે."

Sunday, September 16, 2012


હો રંગ રસિયા!

હો રંગ રસિયા! ક્યાં રમી આવ્યા રાસ જો આંખલડી રાતી ને ઉજાગરો ભારે કીધો આજ અમે ગ્યા’તા સોનીડાને હાટ જો આ ઝાલઝૂમણા વહોરતાંને, વ્હાણલાં વાહી ગયાં હો રંગ રસિયા! ક્યાં રમી આવ્યા રાસ જો આંખલડી રાતી ને ઉજાગરો ભારે કીધો આજ અમે ગ્યા’તા મણિયારાને હાટ જો આ ચૂડલડો ઉતરાવતાં, વ્હાણલાં વાહી ગયાં હો રંગ રસિયા! ક્યાં રમી આવ્યા રાસ જો આંખલડી રાતી ને ઉજાગરો ભારે કીધો આજ અમે ગ્યા’તાં કસુંબીને હાટ જો આ ચૂંદલડી વહોરતાંને, વ્હાણલાં વાહી ગયાં હો રંગ રસિયા! ક્યાં રમી આવ્યા રાસ જો આંખલડી રાતી ને ઉજાગરો ભારે કીધો આજ અમે ગ્યા’તાં મોચીડાને હાટ જો આ મોજડિયું મૂલવતાંને, વ્હાણલાં વાહી ગયાં હો રંગ રસિયા! ક્યાં રમી આવ્યા રાસ જો આંખલડી રાતી ને ઉજાગરો ભારે કીધો
ક્લીક કરો અને સાંભળોઃ Ho_Rang_Rasia- Hemu_Gadhavi&Chorus.mp3
હો મારવાડા 
 
તમે એક વાર મારવાડ જાજો રે મારવાડા
તમે મારવાડથી મેંદી લાવજો રે મારવાડા

તમે ઓલું લાવજો, પેલું લાવજો
પાન સોપારી પાનના બીડાં, એલચી દાણા
હોં કે પેલું લાવજો રે, મારવાડા

તમે એક વાર જામનગર જાજો રે મારવાડા
તમે જામનગરથી લેરિયું લાવજો રે મારવાડા

તમે ઓલું લાવજો, પેલું લાવજો
પાન સોપારી પાનના બીડાં, એલચી દાણા
હોં કે પેલું લાવજો રે, મારવાડા
તમે કચકડાની બંગડી લાવજો રે મારવાડા

તમે એક વાર ઘોઘા જાજો રે મારવાડા
તમે ઘોઘાના ઘૂઘરા લાવજો રે મારવાડા

તમે ઓલું લાવજો, પેલું લાવજો
પાન સોપારી પાનના બીડાં, એલચી દાણા
હોં કે પેલું લાવજો રે, મારવાડા
તમે કચકડાની ડાબલી લાવજો રે મારવાડા

તમે એક વાર પાટણ જાજો રે મારવાડા
તમે પાટણથી પટોળા લાવજો રે મારવાડા

તમે ઓલું લાવજો, પેલું લાવજો
પાન સોપારી પાનના બીડાં, એલચી દાણા
હોં કે પેલું લાવજો રે, મારવાડા
તમે કચકડાની કાંસકી લાવજો રે મારવાડા

તમે એક વાર ચિત્તળ જાજો રે મારવાડા
તમે ચિત્તળથી ચૂંદડી લાવજો રે મારવાડા

તમે ઓલું લાવજો, પેલું લાવજો
પાન સોપારી પાનના બીડાં, એલચી દાણા
હોં કે પેલું લાવજો રે, મારવાડા

તમે એક વાર મારવાડ જાજો રે મારવાડા
તમે મારવાડથી મેંદી લાવજો રે મારવાડા


ક્લીક કરો અને સાંભળોઃ Tame_Ek_Var_Marvad.mp3

સોના વાટકડી રે  

સોના વાટકડી રે કેસર 
ઘોળ્યાં વાલમિયા

લીલો તે રંગનો છોડ રંગમાં
રોળ્યાં વાલમિયા

નાક પરમાણે નથડી સોઈ રે વાલમિયા
ટીલડીની બબ્બે તારે જોડ રંગમાં
રોળ્યાં વાલમિયા

કાન પરમાણે ઠોળીયાં સોઈ રે વાલમિયા
વેળિયાની બબ્બે તારે જોડ રંગમાં
રોળ્યાં વાલમિયા

ડોક પરમાણે હારલાં સોઈ રે વાલમિયા
તુળસીની બબ્બે તારે જોડ રંગમાં
રોળ્યાં વાલમિયા

હાથ પરમાણે ચૂડલાં સોઈ રે વાલમિયા
ગુજરીની બબ્બે તારે જોડ રંગમાં
રોળ્યાં વાલમિયા

કેડ પરમાણે ઘાઘરો સોઈ રે વાલમિયા
ઓઢણીની બબ્બે તારે જોડ રંગમાં
રોળ્યાં વાલમિયા

પગ પરમાણે કડલાં સોઈ રે વાલમિયા
કાબિયુંની બબ્બે તારે જોડ રંગમાં
રોળ્યાં વાલમિયા

સોના વાટકડી રે કેસર 
ઘોળ્યાં વાલમિયા

લીલો તે રંગનો છોડ રંગમાં
રોળ્યાં વાલમિયા


ક્લીક કરો અને સાંભળોઃ Sona_Vatakadi_Re-

હે રંગલો જામ્યો  
 
હે  રંગલો જામ્યો  કાલિંદરીને  ઘાટ
છોગાળા  તારા
હો  રે  છબીલા  તારા
હો  રે  રંગીલા  તારા  રંગભેરુ  જુએ  તારી  વાટ  
રંગલો જામ્યો  કાલિંદરીને  ઘાટ 

હે  હાલ્ય  હાલ્ય  હાલ્ય
વહી  જાય  રાત  વાતમાં  ને,  માથે  પડશે  પરભાત
છોગાળા  તારા
હો  રે  છબીલા  તારા
હો  રે  રંગીલા  તારા  રંગભેરુ  જુએ  તારી  વાટ  
રંગલો જામ્યો  કાલિંદરીને  ઘાટ

હે  રંગરસીયા
હે  રંગરસીયા  તારો  રાહડો  માંડી  ને,  ગામને  છેવાડે  બેઠાં
કાના  તારી  ગોપલીએ, તારે હાટુ  તો કામ બધા  મેલ્યાં  હેઠાં
હે  તને  બરકે  તારી  જશોદા  તારી  માત
છોગાળા  તારા
હો  રે  છબીલા  તારા
હો  રે  રંગીલા  તારા  રંગભેરુ  જુએ  તારી  વાટ 
રંગલો જામ્યો  કાલિંદરીને  ઘાટ 

મારા  પાલવનો  છેડલો  મેલ,  છોગાળા ઓ  છેલ
કે  મન  મારું  મલકે  છે
એ  હું  મોરલો  ને  તું  તો  મારી  ઢેલ
હું  છોડવો  તું  વેલ
કે  મન  મારું  ધડકે  છે

રંગલો જામ્યો  કાલિંદરીને  ઘાટ
છોગાળા  તારા
હો  રે  છબીલા  તારા
હો  રે  રંગીલા  તારા  રંગભેરુ  જુએ  તારી  વાટ 

સ્વરઃ પુરુષોત્તમ ઉપાધ્યાય
ગીત-સંગીતઃ અવિનાશ વ્યાસ

ક્લીક કરો અને સાંભળોઃ Hey_Ranglo_Jamyo.mp3
મણિયારો તે હલું હલું હાં…મણિયારો તે મણિયારો તે હલુ હલુ થઈ રે વિયો રે… મુઝા દલડાં ઉદાસીમાં હોય રે છેલ મુઝો, વરગાણી મણિયારો હે છેલ મુઝો, પરદેશી મણિયારો… મણિયારો હાં……..મણિયારો તે કળાયેલ મોરલો રે કાંઈ હું રે ઢળકતી ઢેલ રે છેલ મુઝો, વરગાણી મણિયારો…. મણિયારો હાં……..મણિયારો તે મહેરામણ મીઠડો કંઈ હું તો સમદરિયાની લહેર રે હેલ મુઝો, હાલારી મણિયારો… મણિયારો હાં……..મણિયારો જી અષાઢી મેહુલો રે કાંઈ હું તો વાદળ કેરી વીજ રે હેલ મુઝો, હાલારી મણિયારો… મણિયારો હાં……..અણિયાળી રે ગોરી તારી આંખડી રે હાં રે આંજેલ એમાં મેશ રે હેલ મુઝો, વરણાગી મણિયારો હેલ મુઝો, હાલારી મણિયારો… મણિયારો હાં……..મણિયારો તે અડાબીડ આંબલો ને કાંઈ હું રે કોયલડીનો કંઠ રે છેલ મુઝો, હાલારી મણિયારો હે છેલ મુઝો, પરદેશી મણિયારો… મણિયારો હાં……..પનિહારીનું ઢળકતું બેડલું રે કાંઈ હું રે, છલકતું એમાં નીર રે છેલ મુઝો, વરણાગી મણિયારો છેલ મુઝો, હાલારી મણિયારો… મણિયારો
ક્લીક કરો અને સાંભળોઃ Maniyaro-Harshida_Rawal&Prafull_Dave.mp3
તું કાળી ને કલ્યાણી રે મા  

તું કાળી  ને  કલ્યાણી રે મા,  જ્યાં જોઉં ત્યાં જોગમાયા
તું ચારે યુગમાં ગવાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા

તને પહેલાં તે યુગમાં જાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા
તું    શંકરની    પટરાણી   રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા
તું    ભસ્માસુર   હરનારી   રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા

તને બીજા તે યુગમાં જાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા
તું  હરિશ્ચંદ્ર  ઘરે  પટરાણી  રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા

તને ત્રીજા તે યુગમાં જાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા
તું  રામચંદ્ર  ઘેર  પટરાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા
તું  રાવણને   રોળનારી    રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા

તને ચોથા તે યુગમાં જાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા
તું   પાંડવ  ઘેર   પટરાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા
તું   કૌરવકુળ    હણનારી  રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા

તું કાળી ને કલ્યાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા


ક્લીક કરો અને સાંભળોઃ Kali_Ne_Kalyani.mp3
હે મારે મહિસાગરને આરે 
 
હે મારે મહિસાગરને આરે ઢોલ વાગે સે
વાગે સે, ઢોલ વાગે સે
હે મારે મહિસાગરને આરે ઢોલ વાગે સે

ગામ ગામનાં સોનીડા આવે સે
એ આવે સે, હુ લાવે સે
મારા માની નથણીયું લાવે સે
મારે મહિસાગરને આરે ઢોલ વાગે સે

ગામ ગામનાં સુથારી આવે સે
એ આવે સે, હુ લાવે સે
મારી માનો બાજોઠીયો લાવે સે
મારે મહિસાગરને આરે ઢોલ વાગે સે

ગામ ગામનાં દોશીડા આવે સે
એ આવે સે, હુ લાવે સે
મારી માની ચુંદડીયો લાવે સે
મારે મહિસાગરને આરે ઢોલ વાગે સે

હે મારે મહિસાગરને આરે ઢોલ વાગે સે
વાગે સે, ઢોલ વાગે સે
હે મારે મહિસાગરને આરે ઢોલ વાગે સે

ક્લીક કરો અને સાંભળોઃ Mare_Mahisagar_Ne_Are.mp3
 અમે મૈયારા રે…ગોકુળ ગામનાં
 
અમે મૈયારા રે… ગોકુળ ગામનાં
મારે મહિ વેચવાને જાવા
મૈયારા રે… ગોકુળ ગામનાં

મથુરાની વાટ  મહિ  વેચવાને નીસરી
નટખટ એ નંદકિશોર માગે છે દાણ જી
હે… મારે દાણ દેવા, નઇ લેવા
મૈયારા રે… ગોકુળ ગામના

યમુનાને તીર વા’લો વાંસળી વગાડતો
ભુલાવી  ભાન  સાન  ઉંઘતી  જગાડતો
હે… મારે જાગી જોવું ને જાવું
મૈયારા રે… ગોકુળ ગામનાં

માવડી  જશોદાજી  કાનજીને વાળો
દુ:ખડા હજાર દીએ નંદજીનો લાલો
હે… મારે દુ:ખ સહેવા, નઇ કેહવા
મૈયારા રે… ગોકુળ ગામનાં

નરસિંહનો નંદકિશોર  નાનકડો કાનજી
ઉતારે આતમથી ભવ ભવનો ભાર જી
નિર્મળ હૈયાની વાત કહેવા
મૈયારા રે… ગોકુળ ગામનાં

અમે મૈયારા રે… ગોકુળ ગામનાં
મારે મહિ વેચવાને જાવા
મૈયારા રે… ગોકુળ ગામનાં

ક્લીક કરો અને સાંભળોઃ Ame_Maiyara_Re
   માનો ગરબો રે રમે રાજ ને દરબાર 
	માનો ગરબો રે , રમે રાજને દરબાર
	
	રમતો ભમતો રે આવ્યો કુંભારીને દ્વાર
	એલી કુંભારીની નાર તું તો સુતી હોય તો જાગ
	માને ગરબે રે રૂડા કોડિયાં મેલાવ

	માનો ગરબો રે , રમે રાજને દરબાર

	રમતો ભમતો રે આવ્યો સોનીડાને દ્વાર
	એલી સોનીડાની નાર તું તો સુતી હોય તો જાગ
	માને ગરબે રે રૂડા જાળીયા મેલાવ

	માનો ગરબો રે , રમે રાજને દરબાર

	રમતો ભમતો રે આવ્યો ઘાંચીડાને દ્વાર
	એલી ઘાંચીડાની નાર તું તો સુતી હોય તો જાગ
	માને ગરબે રે રૂડા દિવેલીયા પુરાવ

	માનો ગરબો રે, રમે રાજને દરબાર

ક્લીક કરો અને સાંભળોઃ Maan_No_Garbo-Sheela_Shethiya.mp3

મારો સોનાનો, ઘડુલો રે

મારો સોનાનો, ઘડુલો રે
હા, પાણીડાં છલકે છે  હા,પાણીડાં છલકે છે

હે  ઘૂંઘટની ઓરકોર    હે  પાલવની  ઓરકોર
ગોરું મુખલડું મલકે છે  હા, પાણીડાં છલકે છે

હે પચરંગી પાઘડી વા'લાને બહુ શોભે રાજ
હે  નવરંગી ચૂંદડી   ચટકે ને મન મોહે રાજ

હે  ઘૂંઘટની ઓરકોર    હે  પાલવની  ઓરકોર
ગોરું મુખલડું મલકે છે  હા, પાણીડાં છલકે છે

મારો સોનાનો, ઘડુલો રે
હા, પાણીડાં છલકે છે  હા,પાણીડાં છલકે છે

હે અંગે અંગરખું   વા'લાને બહુ શોભે રાજ
હે રેશમનો ચણિયો  ચટકે ને મન મોહે રાજ

હે  ઘૂંઘટની ઓરકોર    હે  પાલવની  ઓરકોર
ગોરું મુખલડું મલકે છે  હા, પાણીડાં છલકે છે

મારો સોનાનો, ઘડુલો રે
હા, પાણીડાં છલકે છે  હા,પાણીડાં છલકે છે

હે માથડિયે ઝૂલફાં વા'લાને બહુ શોભે રાજ
હે  અંબોડે  ફૂલડાં  ચટકે  ને મન મોહે રાજ

હે  ઘૂંઘટની ઓરકોર    હે  પાલવની  ઓરકોર
ગોરું મુખલડું મલકે છે  હા, પાણીડાં છલકે છે

મારો સોનાનો, ઘડુલો રે
હા, પાણીડાં છલકે છે  હા,પાણીડાં છલકે છે

ક્લીક કરો અને સાંભળોઃ Maro_Sona_No_Ghadulo
ઝૂલે ઝૂલે છે ગબ્બરની માત 

ઝૂલે ઝૂલે છે ગબ્બરની માત અંબા ઝૂલે છે
ઝૂલે ઝૂલે છે ગબ્બરની માત અંબા ઝૂલે છે

માને  ઝૂલે તે ઝૂલવાની હોંશ ઘણી
ભક્તો  ઝૂલાવે  ખમ્મા  ખમ્મા કહી
ભક્તો ગાયે ને ખુશી થાય    અંબા ઝૂલે છે
ઝૂલે ઝૂલે છે ગબ્બરની માત અંબા ઝૂલે છે

માને  દરવાજે  નોબત ગડ ગડે
વળી શરણાયુંના સૂર સાથે ભળે
રાસ મસ્તીના સૂર સંભળાય  અંબા ઝૂલે છે
ઝૂલે ઝૂલે છે ગબ્બરની માત અંબા ઝૂલે છે

માએ  સોળ આભૂષણ  અંગે ધર્યાં
ભાલે કુમકુમ કેસરના અર્ચન કર્યાં
હાથે ખડગ ત્રિશુલ સોહાય   અંબા ઝૂલે છે
ઝૂલે ઝૂલે છે ગબ્બરની માત અંબા ઝૂલે છે

માને  તેજે  ભાનુ દેવ  ઝાંખા પડે
બ્રહ્મા, વિષ્ણુ, સદાશીવ જેવા ભજે
માની સૌ દેવો આરતી ગાય અંબા ઝૂલે છે
ઝૂલે ઝૂલે છે ગબ્બરની માત અંબા ઝૂલે છે

માજી ચાલે ત્યાં કુમકુમનાં પગલાં પડે
માજી બોલે ત્યાં મુખડેથી   ફૂલડાં ઝરે
ભક્તો જોઈને વિસરે ભાન   અંબા ઝૂલે છે 
ઝૂલે ઝૂલે છે ગબ્બરની માત અંબા ઝૂલે છે

માના  સોના-હીંડોળે   રત્નો  જડ્યાં
માંએ સાચાં મોતીના તોરણ બાંધ્યાં
મહીં ઝળકે છે  તેજ  અપાર અંબા ઝૂલે છે
ઝૂલે ઝૂલે છે ગબ્બરની માત અંબા ઝૂલે છે

આજ શોભા  આરાસુરની નવલી બની
આવો આવો સૌ નર નારી સાથે મળી
ગરબો ગાયે ને મા ખુશી થાય અંબા ઝૂલે છે
ઝૂલે  ઝૂલે  છે ગબ્બરની માત અંબા ઝૂલે છે

ક્લીક કરો અને સાંભળોઃ Zule_Zule_Chhe_Gabbar_Ni.mp3
આસો માસો શરદ પૂનમની રાત 

આસો માસો શરદ પૂનમની રાત જો
	ચાંદલિયો ઊગ્યો રે સખી મારા ચોકમાં

સસરો મારો ઓલા જનમનો બાપ જો
	સાસુ રે ઓલા જનમની માવડી

જેઠ મારો અષાઢીલો મેઘ જો
	જેઠાણી ઝબૂકે વાદળ વીજળી

દેર મારો દેરાસરનો દેવ જો
	દેરાણી દેરાસર કેરી પૂતળી

નણંદ મારી વાડી માયલી વેલ જો
	નણદોઈ મારો પારસ પીપળો

પરણ્યો મારો સગી નણંદનો વીર જો
	તાણીને બાંધે નવરંગ પાઘડી

આસો માસો શરદ પૂનમની રાત જો
	ચાંદલિયો ઊગ્યો રે સખી મારા ચોકમાં

ક્લીક કરો અને સાંભળોઃ Aaso_Maso_Sharad_Punam_Ni_Raat.mp3

No comments:

Post a Comment